‘ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી’

‘ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી’ ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના પ્રશ્નોના રૂપાણી સરકાર દ્વારા જવાબ ના આપવામાં આવતા ગૃહમાં  હોબાળો થયો હતો, આખરે હોબાળાના પગલે 1 કલાક માટે ગૃહ મોકુફ રાખવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા પ્રશ્નોત્તરી દરમ્યાન અભડછેડ અહેવાલ રજુ કરવાની માંગ  કરવામાં આવી હતી, આ સાથે કોંગ્રેસે સરકારી જમીન પર કેટલું દબાણ છે તે પ્રશ્ન કર્યો, આ બાજુ જીગ્નેશ મેવાણીએ
દલિતોને થતા અન્યાય મુદ્દે પ્રશ્ન કર્યા જેના સરકરા દ્વારા યોગ્ય જવાબ ન મળતા વિવાદ સર્જાયો હતો.