જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો

જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો : સરકારને રાહત થઈદેશની અર્થવ્યવસ્થા યોગ્ય માર્ગ પર હોવાના સંકેતો મળ્યાટીકા ટિપ્પણીનો સામનો કરના સરકારને રાહત

નવી દિલ્હી, તા.૨૮
દેશની અર્થવ્યવસ્થા માટે આજે બુધવારે એક સારા સમાચાર આવ્યા હતા. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ડેટાથી જાણવા મળે છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશની જીડીપીની ગતિ વધારે ઝડપી રહી છે. અત્રે નોંધનીય છે કે આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. હાલમાં જ કહેવામાં આવ્યુ હતુ કે જીડીપીનો ગ્રોથ રેટ ૬.૯ ટકા રહેશે. દેશના ૩૫ અર્થશાસ્ત્રી દ્વારા આ મુજબનો અભિપ્રાય આપવામા ંઆવ્યો હતો. જીડીપીના નવેસરના આંકડા પર પીએમની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવબોયે કહ્યુ છે કે દેશની અર્થવ્યવસ્થા યોગ્ય માર્ગ પર છે. જીડીપી ગ્રોથ રેટમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા સુધારા પગલાના કારણે અસર થઇ રહી છે. સારા પગલાના કારણે જીડીપી ગ્રોથની ગતિ હવે વધી છે. વર્ષ ૨૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની ગતિ વધી છે. ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો છે. દેવબોયે કહ્યુ છે કે આગામી ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથમાં વધારે તેજી રહેવાની શક્યતા છે. નવા ડેટા જારી કરવામાં આવ્યા બાદ જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે આ ત્રિમાસિક ગાળામાં સરકાર ખર્ચ ખુબ વધારે હતો.
પ્રાઇવેટ કંજપ્શન ડિમાન્ડમાં પણ મજબુતી જોવા મળી રહી હતી. નવા ડેટામાં સીમેન્ટ આઉટપુટ વધવાથી નોટબંધીના કારણે પાછળ રહી ગયેલા નિર્માણ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ માટે સારા સમામાચાર છે. નિષ્ણાંતો માને છે કે જો બેંકોના વધતા નોન પરફોર્મ એસેટના મુદ્દાને ઠીક કરવા માટે જો પુરતા પગલા લેવામાં આવશે નહી તો ભવિષ્યમાં દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે. નિષ્ણાંતો નક્કરપણે માને છે કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧૩૦૦ કરોડથી વધુના પંજાબ નેશનલ બેંક ફ્રોડ દેશની અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે.