દેશવિદેશ ટ્રમ્પનો મોદી પર કટાક્ષ, તે ‘શાનદાર વ્યક્તિ’ છે પરંતુ …

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમે એકવાર ફરી ભારતમાં હાર્લે ડેવિડસન બાઈક પર લગાવવામાં આવી રહેલા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. ટ્રમ્પ પ્રમાણે ભારતમાં હાર્લે ડેવિડસન બાઈક એક્સપોર્ટ કરવાથી અમેરિકાને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી જ મોદી સરકારે હાર્લે ડેવિડસન બાઈક પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 50 ટકા ઘટાડ્યા હતાં.

ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રમાણે અમેરિકા ભારત સાથે ઉચિત અને યોગ્ય સોદો ઈચ્છે છે. તેમણે કહ્યું કે, ઉદાહરણ તરીકે જ્યારે તે એક મોટરસાઈકલ મોકલતા હતાં તો તેમને 100 ટકા ટેક્સ આપવો પડતો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલમાં જ મોદી સાથેની વાતચીતની વાતમાં મોદી પર કટાક્ષ કરતાં મોદીને શાનદાર માણસ ગણાવ્યાં અને પછી કહ્યું કે તો પણ તેમણે મને કાંઈ આપ્યું નથી.

ટ્રમ્પે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી એક શાનદાર માણસ છે. તેમણે કહ્યું હતું કે ઈમ્પોર્ટ ડ્યુટી 50 ટકા ઓછી કરી રહ્યાં છે. મેં કહ્યું ઠીક છે, પરંતુ હજી સુધી અમને કાંઈ મળ્યું નથી. ભારતને લાગે છે કે અમારી પર તેઓ કોઈ એહસાન કરી રહ્યાં છે પરંતુ તેઓ આવુ કાંઈ નથી કરી રહ્યાં.’

ટ્ર્મ્પે કહ્યું કે,’મને ખબપ ન પડી, તેમણે ઘણી સારી રીતે પોતાની વાત મને કહી. મોદી એક સુંદર વ્યક્તિ છે (He’s a beautiful man) અને તેમણે કહ્યું કે હું માત્ર આપને જણાવવા માંગુ છું કે અમે પહેલા ઈમ્પોર્ટ ડ્યુટી 75 ટકા સુધી ઘટાડી દીધી હતી પરંતુ હવે અમે તેને 50 ટકા સુધી ઘટાડી દીધી છે.