પાકિસ્તાનને હક્કાની નેટવર્ક સહિતના આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવા અમેરિકાનો આગ્રહ

પાકિસ્તાનને હક્કની નેટવર્ક સહિતના આતંકીઓ જૂથો સામે નક્કર કાર્યવાહી કરવા અમેરિકાએ તાકીદ કરી છે તેમજ પાકિસ્તાનને ટેરર ફંડિંગ સાથે જોડાયેલી ઈન્ટરનેશનલ ગ્રુપ્સની ચિંતાઓ સમાપ્ત કરવાની હાકલ પણ કરી છે

રાજદ્વારી લીઝા કર્ટિસે પાકિસ્તાનને મની લોન્ડ્રિંગ અને આતંકવાદ વિરોધી વ્યવસ્થાઓના અમલમાં રહેલી ખામીઓને લઈને વૈશ્વિક સમુદાયોની ચિંતા દૂર કરવા આગ્રહ કર્યો છે. અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોને નુકસાન પહોંચાડનારા ઘણાં આતંકી હુમલા માટે જવાબદાર હક્કાની નેટવર્કે અમેરિકાના હિતો પર પણ આઘાત કર્યો છે.

પાકિસ્તાની અધિકારીઓ સાથેની મુલાકાતોમાં લીઝા કર્ટિસે કહ્યું છેકે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા સામે ખતરો પેદા કરનારા તમામ આતંકી સંગઠનોને હરાવવા માટે સાથે મળીને કામ કરવાના આધારે અમેરિકા પાકિસ્તાન સાથે સંબંધો આગળ વધારવા ચાહે છે.