ભીમ એપ ભારતની ૬૭ બેંકો ઉપર લાઈવ

 

આણંદઃ નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા વિકસાવાયેલી ક્રાંતિકારી એપ ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ) ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધીમાં ૬૭ બેન્કોના ગ્રાહકો માટે લાઇવ બની છે.માનદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ લોન્ચ કરાયેલી એપ યુઝર્સને અત્યંત સુગમતા પૂરી પાડતી હોઇ લાખો લોકો માટે પસંદગીની એપ તરીકે ઉભરી આવી છે.
ભીમ ૨૪ કલાક અને સાત દિવસ કામ કરે છે તથા યુઝર્સના બેન્ક ખાતામાં નાણા સીધા જમા થઇ જાય છે. યુઝર ક્યુઆર કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકે છે. એપની અન્ય વિશેષતા એ છે કે વ્યક્તિ કોઇપણ ભીમ અથવા યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (યુપીઆઇ) એપ યુઝર પાસેથી ભંડોળ પણ મેળવી શકે છે.
૨૬ વર્ષના ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશ્નલ રુષભ શાહ ભીમ એપનો નિયમિત ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, “હું મારા મિત્રો અને સંબંધીઓને નાણા મોકલવા અને નાણા મેળવવા માટે મુખ્યત્વે ભીમનો ઉપયોગ કરું છું. હું છેલ્લાં ઘણાં મહિનાઓથી આ એપનો ઉપયોગ કરું છું અને મારો અનુભવ ખુબજ સારો રહ્યો છે. આ એપ ઉપયોગમાં સરળ, સુરક્ષિત અને સલામત છે. નાણા ટ્રાન્સફર કરવા માટે બસ એક યુપીઆઇ આઇડી ની જરૂર છે. આ પહેલાં મારે બેનિફિશિયરી એડ કરવા પડતા હતાં અને ફંડ ટ્રાન્સફર ઝડપી અને સરળ ન હતું. નાણા મોકલવા માટે હું લોકોને આ એપનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું.”
ભીમ એપનો ઉપયોગ કરીને વ્યક્તિ તેમના કોન્ટેક્ટ્‌સ સાથે બીલ શેર કરી શકે છે, સરળતા માટે પેમેન્ટ્‌સ રિમાઇન્ડર મૂકી શકે છે તેમજ રેફરન્સ માટે ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ કરી શકે છે. જેમ કે સ્પામ તરીકે અજાણી એકત્રિત વિનંતીઓ ચિહ્નિત કરવા જેવી સુવિધાઓ વધતી સુરક્ષા લાવે છે.
મ્ૐૈંસ્ એપ્લિકેશનને મિત્રો અને કુટુંબીજનોને પણ ઓળખવામાં આવે છે. ફાયદો એ છે કે રેફરરે ચોક્કસ સંખ્યાબંધ ટ્રાન્ઝેક્શન્સ પૂર્ણ કર્યા પછી પ્રોત્સાહનના સ્વરૂપમાં પુરસ્કાર મેળવે છે.
સ્કીમ કેવી રીતે કામ કરે છે?
રીફર કરનારે અન્ય વ્યક્તિને ભીમ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે તથા રેફરલ કોડ તરીકે રીફર કરનાર વ્યક્તિનો મોબાઇલ નંબર એન્ટર કરાવવાનો રહેશે. રીફર કરનાર અને સામેના વ્યક્તિ બંન્નેએ રીવર્ડ મેળવવા માટે રૂ. ૫૦નું લઘુત્તમ મૂલ્ય ધરાવતા ઓછામાં ઓછા ત્રણ ટ્રાન્ઝેક્શન કરવાના રહેશે. આ પ્રક્રિયા સફળતાપૂર્વ પૂર્ણ કર્યાં પછી રીફર કરનાર વ્યક્તિ રૂ. ૨૫ અને પેમેન્ટ કરનાર વ્યક્તિ પણ રૂ. ૨૫ મેળવશે.