લગ્ન, જન્મ દિવસ તથા લગ્ન સંવત્સરીનાં પ્રસંગે પોતાના ફોટોગ્રાફવાળી ટપાલ ટિકીટ મેળવો

 

અમદાવાદ, 27-02-2018

 

દરેક વ્યક્તિ પોતનાં જન્મ દિવસલગ્નપ્રસંગ તથા લગ્ન સંવત્સરીને યાદગાર બનાવવાં કોઈને કોઈ નવાં પ્રયત્નો કરતા હોય છે. હવે કોઈપણ વ્યક્તિ જન્મદિવસેલગ્નપ્રસંગે તથા લગ્ન સંવત્સરી પર પોતાનાં ફોટોગ્રાફ વાળી ટપાલ ટિકીટ બનાવી શકે છે.

પોસ્ટ વિભાગની માય સ્ટેમ્પ સેવા અંતર્ગત નાગરિકો પોતાની લગ્ન સંવત્સરી કે જન્મ દિવસની પોતાની તસવીરવાળી ખાસ ટપાલ ટિકીટ બનાવી શકે છેમાત્ર 300 રૂપિયામાં આપ આવી 12 ટપાલ ટિકીટો ધરાવતી એક માય સ્ટેમ્પ બનાવી શકો છો.

આ ઉપરાંત અન્ય શુભ પ્રસંગોને પણ યાદગાર બનાવવા માટે પોતાનાં ફોટોગ્રાફ સાથે માય સ્ટેમ્પ સેવા દ્વારા અલગ-અલગ થીમ પર ટપાલ ટિકીટ બનાવી શકાય છે.

 સુવિધા નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસઅમદાવાદ જી.પી.એસએસપીઓનાં સીટી ડિવિઝનઆશ્રમરોડમણિનગર પોસ્ટ ઓફિસ તથા રેવડી બજાર હેડ પોસ્ટ ઓફિસ ખાતે ઉપલબ્ધ છે ઉપરાંત અમદાવાદ સિવાય પાટણપાલનપુરહિંમતનગરમહેસાણા તથા ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ આ સેવા ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે  નંબર પર પણ સંપર્ક કરી શકાશે અમદાવાદ ફીલાટેલી બ્યૂરોજી.પી.., અમદાવાદ. 079-25501248 (2) પોસ્ટ માસ્ટર જનરલની ઓફિસહેડ ક્વાટર ક્ષેત્રશાહિબાગઅમદાવાદ. 079-22867577,22866806.

આ માહિતી પોસ્ટર માસ્ટર જનરલહેડ ક્વાટર્સ રીજયનશાહીબાગઅમદાવાદ ખાતેની કચેરી દ્વારા એક અખબારી યાદી દ્વારા આપવામાં આવી છે.