સિંચાઈ કૌભાંડના આરોપી ઉદ્યોગપતિ જીગર ઠક્કરે ગોળી મારીને કરી આત્મહત્યા

મુંબઈ સિચાઈ કૌભાંડના આરોપી ઉદ્યોગપતિ જિગર ઠક્કરે મંગળવારે મોડી સાંજે મરીન ડ્રાઈવ પાસે પોતાને ગોળી મારી લીધી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જિગર ઠક્કર પર 90 કરોડ રૂપિયાની લોન લઈને પરત ન આપવાનો આરોપ હતો.

જાણકારી અનુસાર મુંબઈ સિંચાઈ કૌભાંડના આરોપી ઉદ્યોગપતિ જીગર ઠક્કર લોનને લઈને પાછલા કેટલાક સમયથી મુશ્કેલીમાં હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, જિગર ઠક્કરની ડી ઠક્કર કન્સ્ટ્રકશન કંપની હતી. આ કંપની પર 90 કરોડની લોન બાકી હતી. મંગળવાર સાંજે ઠક્કર જીગર મરીન ડ્રાઈવ પહોંચીને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

મુંબઈ પોલીસે જીગર ઠક્કરની મોતની પૃષ્ટી કરી છે. પોલીસે પંચનામું કરીને જીગર ઠક્કરની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આપી છે.