the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી

શ્રી પ્રમોદ પરીખ આજે આપણી વચ્ચે નથી, વર્ષો પહેલાં તેઓશ્રી ‘ધી ઈકોનોનમિક રેવલ્યૂશન’ માં તેમના મોટીવેશનના લેખ લખતા હતા,  તેમના લેખો આજે પણ આપણામાં નવો પ્રાણ પુરે છે, મુશ્કેલી સામે ઝઝૂવાની પ્રેરણા આપે છે, મદડામાં પણ પ્રાણ રેડે તેવા તેમના વિચારો ધરાવતા તે વખતના લેખો અહીં તેમને વંદન કરી પ્રસ્તુત કરેલ છે.

 

જીંદગીમાં સફળ થવું હોય તો અડગ મનના બનજો. અડગ મનના માનવીને હિમાલય પણ  નડતો નથી

 

 

અમારા એક મિત્ર, શેઠીયાની મહેરબાની, તેમની સલાહ સુચન લે. અમારા મિત્ર અમને બધાને કહે, આખી ઓફીસ મારા લીધે ચાલે છે. મારા વગર કોઈને ના ચાલે, આખી ઓફીસનો ભાર મારા માથા ઉપર છે. આ મેં કર્યું. અલ્યા ભઈ,આટલી બધી મગજમાં ગરમી, આટલી બધી રઈ, આટલો બધો લવારો, અને બકવાસ, એક દેડકો હતો એ વારંવાર પેટ ફુલાવતો,બસ પેટ ફુલાવ્યા જ કરે, અને પેટ વધુ ફુલાવતા દેડકો મરી ગયો.
હું કહું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે….
તમારી જાતને બળવાનમાં ન ખપાવો, કર્મનું અભિમાન ના કરો. ગાડા નીચેના શ્વાન ન બનો. પેલું તણખલું નદીમાં તરતું હતું, પણ તણખલું એમ માનતું હતું કે આ નદીનો પ્રવાહ મારા લીધે છે, ખરેખર તો જળના પ્રવાહ પર તે તરતું હતું. દુનિયાભરમાં આવા તણખલાનો પાર નથી. નદીના જળમાં મોટો ઉછાળો આવ્યો અને તણખલું કાદવમાં ફેંકાઈ ગયું. જીંદગીમાં, સમાજમાં, દુનિયામાં તમે દોસ્ત તણખલા જેવા છો. કબૂલી લો, સાચુ સુખ અને સાચી સફળતા નમ્રતામાં છે. નિરાભીમાનીપણામાં છે. વડ જેમ વધે તેમ વડવાઈઓ નીચે આવે. સૌ વખાણે, તાડને કોણ વખાણે, આ વખાણ એજ તમારી સફળતા.
જીંદગીમાં સફળ થવું હોય તો અડગ મનના બનજો. અડગ અનના માનવીને હિમાલય પણ નડતો નથી. મનમાંથી નિર્બળતા કાઢી નાખો.
ગૌતમ બુદ્ધના સમયની વાત છે. રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાનપ્રાપ્ત કરવા માટે ફરી રહ્યા હતા પણ તેમને કોઈ પ્રકારે સંતોષ ના થયો. નીરાશ થઈ મહેલ તરફ ફરતા હતા ત્યાં એક તળાવ કિનારે એક ખીસકોલી જોઈ તે વારંવાર પાણીમાં પૂછડી બોળતી પછી રેતીમાં આવી તે પાણી નાખી દેતી. સિદ્ધાર્થે પુછ્યું અલી ખીસકોલી તું આ તારી પૂંછડી વારંવાર પાણીમાં બોળે છે અને બહાર આવી પૂંછડી ખંખેરી પાણી બહાર ફેંકે છે. આવું કે કરે છે ? ખીસકોલીએ જવાબ આપ્યો : આ તળાવે મારા કુટુંબીજનોને ડૂબાડી દીધું છે તેથી આ તળાવને મારે સુકવી નાખવું છે. સિદ્ધાર્થ બોલ્યા. આ કામ તો તું ક્યારેય નહીં કરી શકે. તળાવને સુકવી નાખવાનું કામ તારાથી બનવાનું નથી. ખીસકોલી મક્કમતાથી બોલી, ભલે તમે એવું માનતા હો, પણ હું એવું માનતી નથી. જે કામ કરવાનો નિશ્ચય કર્યો હોય, તે પર સતત મથ્યા કરવાથી જરુર સફળતા મળે છે. હું તો મારું કામ કરતી રહીશ, સિદ્ધાર્થના હૃદયમાં ખિસકોલીની વાત વસી ગઈ, તેઓ પાછા જ્ઞાન પ્રાપ્તિ માટે જંગલમાં જતા રહ્યા.
દોસ્તો, આટલું મોટું તળાવ અને ક્યાં ખીસકોલીની પૂંછડી, છતાં ખીસકોલી નીરાશ નથી. આશા છોડતી નથી. કેટલી બધી મક્કમતા છે. દોસ્તો, ગમે તેવી મોટી મુશ્કેલી હોય પણ તેનો રસ્તો હોય છે. ગમે તેવું મોટું કામ હોય તેનો પણ રસ્તો હોય છે. મન નિર્બળ બનશે તો નિષ્ફળતા મળશે. મન મક્કમ બનાવો. સફળતા આ જ નહીં તો કાલે મળશે.
મિત્રો કામ ગમે તેટલું કઠણ હશે પણ કામ પુરુ કરવાનો ઉત્સાહ હશે તો ખૂબ જ ઈચ્છા ઊભી થશે. તમારા મનમાં જોમ અન ેજોશ પેદા થવા જોઈએ. આ કામ મારે કરવું જ છે. બસ સંકલ્પ કરો. ઉત્સાહ બેવડાય છે. ઉત્સાહથી છલોછલ બની જાવ કે આકાશના તારા તોડવાનું કામ પણ તમને સરળ લાગે. મુશ્કેલ કામ પાર પાડવા જરુર છે ધગશની. ધગશ હશે તો કામ આસાન બની જશે. સેક્સપિયરે સાચુ જ કહ્યું છે કે જે પરીશ્રમમાં આનંદ હોય, ઉત્સાહ હોય, ધગશ હોય તે આપણા ગમે તેવા રોગની રામબાણ દવા બની જાય છે. જો ઉત્સાહમાં ઓટ આવી, મનમાં મંદી આવી તો સરળમાં સરળ કામ પણ અઘરું બની જશે. પછી તમે તેને ટાળ્યા કરશો. આ ટાળવું એટલે જ સાહસ અને ઉત્સાહનો અભાવ. સફળતા માટે સંકલ્પ જેટલો જરુરી છે તેટલો સંઘર્ષ પણ જરુરી છે. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
આપણે પહેલા જોયું કે નબળા મનના માણસો જીંદગીમાં ક્યારેય સફળતા મેળવતા નથી.
દોસ્તો ટાઈટેનિક ફિલ્મનું નામ તમે સાંભળ્યુ છે. સ્ટાર ટીવી વાળા રુપર્ટ મુરડોકે આ ફિલ્મ ફોકસ સ્ટુડીઓમાં બનાવેલી, આ ફિલ્મનો નિર્માણ ખર્ચ અઢાર કરોડ આવશે તેવી કલ્પના કરતા મરડોક ગભરાયો. આ ફિલ્મ એમ ટીવી વાળા રેડસ્ટોનને પોતાના ભાગના છ કરોડ ડોલર લઈને આપી દીધી. દોસ્તો આ ફિલ્મને અદ્‌ભૂત સફળતા મળી.
ત્રણ અબજ ડોલરનો વકરો થયો. અને દોઢ અબજ ડોલરનો નફો થયો. અહીં મુરડોક ધીરજ ખોઈ બેઠા તો અબજો ડોલરનો નફો ગુમાવ્યો જ્યારે રેડસ્ટોન પુરેપુરા શ્રદ્ધા પુરેપુરી ધીરજ અને વિશ્વાસ રાખ્યો તો કરોડો ડોલર કમાયા.
દોસ્તો તમે જે સાહસ ઊભુ કરો છો તેની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં. શેર બજારમાં પણ કરોડોનું નુકસાન થાય છે. અલ્યા ધંધો કરીએતો નફો પણ થાય અને નુકસાન પણ થાય. નુકસાન થાય એટલે આપઘાત ના કરાય. શેર બજારમાં એક વાત યાદ રાખો. તમે બધુ વેચી ખાશો પણ નસીબ તો વેચી ખાધુ નથીને?
એમ ટીવી વાળા રેડસ્ટોને સંગીતમાં કોઈ ગતાગમ નહોતી તેને તો શેર બજારનું અને હોલિવૂડના ફાયનાન્સનું જ જ્ઞાન હતું પણ સાહસ, હિંમત, ધીરજ અને શ્રદ્ધાથી નવા ક્ષેત્રમાં પણ જબરજસ્ત સફળતા મેળવી. દુનિયામાં ક્યારેય નબળા ન પડો. હિંમત ના ગુમાવો. શ્રદ્ધા ના ગુમાવો. તો સફળતા, સફળતા અને સફળતા જ છે.