અનિલ કપૂરે દુઃખની ઘડીમાં સાથ આપવા બદલ મુંબઈ પોલીસનો માન્યો આભાર

હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા અનિલ કપૂરે પોતાની ભાભી અને બોલિવૂડની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોની ભીડને સારી રીતે સંભાળવા બદલ મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

અનિલ કપૂરે ટ્વિટર પર એક પોસ્ટ કરીને આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઇવસીની રક્ષા કરવા બદલ પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો છે. અનિલ કપૂરે લખ્યું છે કે, ‘દુઃખની આ ઘડીમાં હું મારા એ મિત્રો અને શુભચિંતકોનો દિલથી આભાર માનું છું, જેમણે અમારી સાથે રહીને અમારી પ્રાઇવસીની સુરક્ષા કરીને શોકના સમયમાં શાંતિનો અહેસાસ કરાવ્યો.’ સાથે જ તેમણે લખ્યું કે, ‘ખાસ કરીને હું આ સમયમાં અમારો સાથ આપવા અને અમારી પ્રાઇવસી જાળવી રાખવા તેમજ અમારી શાંતિને કાયમ રાખવા માટે મુંબઈ પોલીસને અભિનંદન આપવા માગું છું. તમારા આશીર્વાદ માટે આભાર.’