અમિતાભ બચ્ચને કયો ફોટો મોકલતા ફિલ્મોના રોલ માટે રિજેક્ટ થયા? :બિગ બીએ કર્યો ખુલાસો

;બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્દ્રસ્ટ્રીઝમાં ખુબ આદરભર્યું સ્થાન ધરાવે છે તેઓ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ સાઈડસ પર પણ ખૂબ સક્રિય રહે છે. તેવામાં બિગ બીએ એક ફોટો સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અમિતાભે આ ફોટો ફિલ્મોમાં રોલ માટે મોકલ્યો હતો પરંતુ તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.

   ખુદ અમિતાભ બચ્ચને આ ફોટો શેર કરતા લખ્યું કે, ફિલ્મોમાં જોબ માટે મારી એપ્લીકેશન પિક્ચર. ૧૯૬૮. કોઈ આશ્ચર્ય નથી કે હું રિજેક્ટ થઇ ગયો હતો!

આ ફોટાને 5 લાખ કરતા વધુ વખત લોકોએ અત્યાર સુધી પસંદ કર્યો છે. અમિતાભ બચ્ચન ઘણી જગ્યા પર જણાવી ચૂક્યા છે કે, તેમને ફિલ્મોમાં રોલ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. અમિતાભ બચ્ચનને ૧૯૬૯ માં સાત હિન્દુસ્તાની ફિલ્મ દ્ધારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અત્યારે અમિતાભ બચ્ચનની ત્રણ મોટી ફિલ્મો પાઈપલાઈનમાં છે. તેમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, ૧૦૨ નોટ આઉટ અને બ્રહ્માસ્ત્ર છે. થોડા સમય પહેલા ફિલ્મના સેટ પરથી આમિર ખાન અને અમિતાભ બચ્ચનના ફોટા સામે આવ્યા હતા. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે

     અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં છે. જોધપુરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન બિગબીની તબિયત બગડી હતી. મુંબઈથી ડોક્ટર્સની ટીમ જોધપુરમાં પહોચી હતી અને તેમનો ચેકઅપ કર્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, થાક અને હવામાનમાં પરિવર્તનના કારણે તેમની તબિયત બગડી હતી. તેમને શૂટિંગમાંથી બ્રેક લઇ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે.