અમેઝોન પ્રાઈમ વિડિયો ઈન્ડિયા સંજય લીલા ભણસાલીની પદ્માવત લાવે છે

અમેઝોન પ્રાઈમ વિડિયો ઈન્ડિયા સંજય લીલા ભણસાલીની પદ્માવત લાવે છે

મુંબઈ, ૨૭મી માર્ચ, ૨૦૧૮ઃ – અમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા આજ સુધીની સૌથી ભવ્ય ફિલ્મ મેગા બ્લોકબસ્ટર પદ્માવતનું હસ્તાંતરણ કર્યાની જાહેરાત કરાઈ છે. સંજય લીલ ભણસાલી અને વાયાકોમ૧૮ મોશન પિક્ચર્સ સાથે આ ડીલ થકી અમેઝોન પ્રાઈમ વિડિયો પદ્માવત માટે ડિજિટલ હોમ બની રહેશે, જે વર્ષનો સૌથી બહુપ્રતિક્ષિત રોમેન્ટિક સમયકાલીન ડ્રામા સ્ટ્રીટ કરવા ગ્રાહકો માટે પ્રથમ અને એકમાત્ર સ્થળ છે. પદ્માવતનું પ્રસારણ તેની થિયેટરમાં રિલીઝના સપ્તાહોમાં ૨૭ માર્ચ, ૨૦૧૭ના પ્રાઈમ વિડિયો પર કરાશે.
અમેઝોન પ્રાઈમ વિડિયો ઈન્ડિયાના કન્ટેન્ટના ડાયરેક્ટર વિજય સુબ્રમણિયમે જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને નવી, ખાસ અને બહુપ્રતિક્ષિત કન્ટેન્ટ આપવા વચનબદ્ધ છીએ, જે અમારા ગ્રાહકો માટે ખાસ પ્રાઈમ વિડિયો પર પદ્માવત લાવીને અમે પ્રસ્તાપિત કર્યું છે. પદ્માવત વર્ષની સૌથી ભવ્ય રિલીઝમાંથી એક હતી અને સંજય લીલા ભણસાલીનો ભવ્ય ધ્યેય બોલીવૂડની અમુક ઉત્તમ પ્રતિભાઓ દ્વારા અદભુત ઓન-સ્ક્રીન પરફોર્મન્સ સાથે જીવંત બન્યો છે. અમને ખાસ અમેઝોન પ્રાઈમ વિડિયો પર પદ્માવતના વૈશ્વિક ડિજિટલ પ્રસારણ માટે સંજય લીલા ભણસાલી અને વાયાકોમ૧૮ મોશન પિક્ચર્સ સાથે સહયોગ સાધવાની બેહદ ખુશી છે.
દિલ્હી સલ્તનતના કાળમાં સ્થાપિત પદ્માવત ખીલજી શાસનના બીજા શાસક અલાઉદ્દીન ખીલજી અને મેવાડની રાણી રાણી પદ્મિની માટે તેમના અપાર પ્રેમની વારતા છે. સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત પદ્માવતના કલાકારોમાં દીપિકા પદુકોણ, રણવીર સિંગ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સંજય દત્ત, જિમ સર્ભ, સોનુ સૂદ, અદિતિ રાવ હૈદરી અને ઘણા બધા અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ છે. નિર્માણ વાયાકોમ૧૮ મોશન પિક્ચર્સ અને સંજય લીલા ભણસાલી ફિલ્મ્સનું છે.
અમેઝોન પ્રાઈમ વિડિયોમાં ભારતીય અને હોલીવૂડ મુવીઝમાં ખાસ મુવીઝ અને ટીવી શો, સ્ટેન્ડ-અપ કોમેડી, એડ ફ્રી, યુએસ ટીવી શો, ટોપ અને લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય બાળકોનો શો, એવોર્જ વિજેતા અમેઝોન ઓરિજિનલ શો સાથે ટોચના બોલીવૂડ, પ્રાદેશિક, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોની વિશાળ પસંદગીઓ એક સ્થળ અથવા સેવામાં ઉપલબ્ધ થાય છે.
આ અને અન્ય નવી રિલીઝની હોલીવૂડ અને બોલીવૂડની મુવીઝ, યુએસ ટીવી શો, કિડ્‌સ પ્રોગ્રામિંગ અને અમેઝોન ઓરિજિનલ્સ જોવા માટે કૃપા કરીને વિઝિટ કરોુ www.PrimeVideo.com અથવા આજે જ અમેઝોન પ્રાઈમ વિડિયો ડાઉનલોડ કરો અને પ્રાઈમ મેમ્બરશિપ માટે સાઈન અપ કરો.