અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો સીરિયા બની જશે ભારતઃ શ્રીશ્રી રવિશંકર

અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો સીરિયા બની જશે ભારતઃ શ્રીશ્રી રવિશંકર

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે તેઓ આ કેસની સુનવણી એક જમીન વિવાદ તરીકે જ કરશે

 નવીદિલ્હી
આર્ટ ઑફ લિવિંગના પ્રમુખ શ્રી શ્રી રવિશંકર પહેલાં પણ અયોધ્યા વિવાદને કોર્ટની બહાર ઉકેલવાની વકાલત કરતાં રહ્યાં છે અને સોમવારના રોજ તેને ફરીથી એ વાત પર જોર આપ્યું કે અયોધ્યામાં રામમંદિર મુદ્દાના કોર્ટની બહાર જ ઉકેલી દેવો જોઇએ.તેમણે કહ્યું કે આ કેસ નહીં ઉકેલાય તો દેશ સીરિયા બની જશે. અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી. તેમણે આ ધાર્મિક સ્થળ પર પોતાનો દાવો છોડીને મિસાલ રજૂ કરવી જોઇએ. નિર્ણય કોર્ટમાંથી આવે તો પણ કોઇ રાજી થશે નહીં. જો નિર્ણય કોર્ટમાંથી થશે તો કોઇ એક પક્ષે હાર સ્વીકારવી જ પડશે. આવી સ્થિતિમાં હારેલો પક્ષ અત્યારે તો માની જશે પરંતુ થોડાંક સમય બાદ ફરીથી બબાલ શરૂ કરશે. જે સમાજ માટે સારા સંકેત નહીં હોય.સાથો સાથ તેમણે એમ પણ કહ્યું કે કેટલાંક લોકો તેના પ્રયાસની આલોચના કરી રહ્યાં છે કારણ કે તેઓ વિવાદને વધારવા માંગે છે. મંદિર સ્થળ પર હોસ્પિટલ બનાવાની ભલામણ બેવકૂફી ભરેલું છે અને ભગવાન રામને કોઇ બીજા સ્થાન પર પેદા કરાવી શકાય નહીં. ઇસ્લામ વિવાદાસ્પદ જમીન પર ઇબાબત કરવાની મંજૂરી આપતું નથી.
શ્રીશ્રી રવિશંકરે મૌલાના સલમાન નદવીનો બચાવ કરતાં કહ્યું કે તેમણે આ પ્રકરણ પર કોઇપણ રીતે પૈસાની ઓફર કરી નથી. આ એ જ નદવી છે જેમણે કોર્ટની બહાર ઉકેલ લાવવાને સમર્થન આપ્યું હતું. તેમના સૂચનને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે રદ કરતાં બોર્ડમાંથી બહાર જ કરી દીધા.
બીજીબાજુ ૮ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી થઇ હતી. કોર્ટે તમામ પક્ષોને બે સપ્તાહની અંદર કેસ સાથે જોડાયેલ કાગળિયા લાવવાનું કહ્યું હતું. કેસની આગળની સુનવણી ૧૪મી માર્ચના રોજ હશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે તેઓ આ કેસની સુનવણી એક જમીન વિવાદ તરીકે જ કરશે, કોઇપણ ધાર્મિક ભાવના અને રાજકીય દબાણમાં સુનવણીને સંભળાવાશે નહીં.જો કે અયોધ્યા વિવાદ પર સમજૂતીની નવી ફોર્મ્યુલા ઉકેલનાર મૌલાના નદવીના સૂર બદલાયા છે. મૌલાના નદવીએ હવે પોતાનું વલણ બદલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાની વકાલત કરી છે. જ્યારે પહેલાં તેઓ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની સાથે મળીને કોર્ટની બહાર મુદ્દાનો ઉકેલ તપાસવાની વાત કરી રહ્યાં હતા.