અહીં સ્ત્રીઓનું શાસન છે – ઓન અને ઓફ સ્ક્રીન

અહીં સ્ત્રીઓનું શાસન છે  – ઓન અને ઓફ સ્ક્રીન

કલર્સના ઉડાનમાં મુખ્ય નાયકની ભૂમિકા ભજવતા, વિજયેન્દ્ર કુમારિયા દરરોજ ચોકસાઇ રાખે છે, કે તે પોતાનો સવારનો નાસ્તો માત્ર ડોઢ જ વરસની વયની પોતાની દીકરી કીમાયા સાથે કરેે. તેણી પોતાના પિતાને સાથ આપે છે, તેમની કાર સુધી નીચે પણ જાય છે અને તે પોતાના કામે જવા નીકળી જાય ત્યાં સુધી રાહ પણ જુએ છે. એમણે કહૃાું, અમારા જીવનમાં મારી દીકરીએ પ્રવેશ કર્યો ત્યારથી મારું જીવન સુંદર બની ગયું છે. તેણી મારા જીવનની લેડી લક છે. હું તેણીની સાથે સમય પસાર કરી શકું તેવો માત્ર એક જ સમય હોય છે અને તે સવારના નાસ્તાનો અને હું ચોકસાઇ રાખું છું કે તે હું ચૂકી ન જાઉં.
સફળ સ્ટાઇલિશ એવી પોતાની પત્ની અંગે બોલતાં, લાડો-વીરપુર કી મર્દાનીમાં ડો.વિશાલની ભૂમિકા ભજવતા, અધિક મહાજને કહૃાું, મારી પત્ની મારા જીવનમાં સર્વાધિક મહત્વપૂર્ણ સ્ત્રી છે. તેણી એક સરસ વ્યક્તિ છે જેણે પોતાના પુષ્કળ પરીશ્રમ વડે ઇન્ડસ્ત્રીમાં પોતાના માટે એક કેડી કંડારી છે. આજે, તેણી વિખ્યાત સ્ટાઇલિશ છે, મનોરંજન જગતમાં ફેશનિંગ ટોપ-નોચ સેલિબ્રિટિઝમાંની એક છે અને મને તેણીના માટે ખૂબ જ ગર્વ છે. મને નેહા મહાજનના પતિ તરીકે ઓળખાવું પસંદ છે.”
લાડો-વીરપુર કી મર્દાનીના યુવરાજ ઉર્ફે શાલીન મલ્હોત્રા માને છે, “જયારે આપણે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, આપણે મૂળભૂત રીતે સમાજને કહીએ છીએ કે સ્ત્રીઓ હાલમાં ઓછી સશક્ત છે. હું માનું છું સ્ત્રીઓ શ્રેષ્ઠ ” છે અને તેઓ પૂર્ણપણે સશક્ત છે. તેઓ પ્રેમ, કાળજી, ભારે શ્રમ અને આકર્ષનો સાર છે. તેઓ સૌથી મજબૂત છે.”