આજે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થશે : યુવા પેઢીમાં ભારે ઉત્સાહરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશના લોકોને શુભેચ્છા પાઠવી

હોળીના દિવસે જુદા-જુદા વિસ્તારોમાં પરંપરાગતરીતે હોળી પ્રગટાવીને એક બીજાને શુભેચ્છા અપાઈ : શાંતિપૂર્ણરીતે ધુળેટી પર્વની ઉજવણીની તૈયારીએજન્સી દ્વારા

 

નવી દિલ્હી,તા.૧
હોળીના પર્વની આજે દેશભરમાં પરંપરાગત રીતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોળીની ઉજવણી બાદ આવતીકાલે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીના પ્રસંગે દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું છે કે, હોળી ખુશીઓનો તહેવાર છે. આ પ્રસંગે તેઓ દેશના લોકોને શુભેચ્છા આપે છે. તેમણે ઉમેર્યું છે કે, રંગોના આ તહેવારથી કોમી એક્તા અને એકલાષને પ્રોત્સાહન મળે છે. તેઓ તમામ માટે ખુશી, સારા આરોગ્ય અને સમૃદ્ધિની આશા રાખે છે. ભવ્ય સાંસ્કૃતિક પરંપરા ચારેય બાજુ જળવાય તે અતિજરૂરી છે. બીજીબાજુ વડાપ્રધાન મોદીએ તમામને હેપ્પી હોલી કહીને શુભેચ્છા પાઠવી છે. હોળીના આ પ્રસંગથી લોકોને તમામ પ્રકારની ખુશી મળે તે જરૂરી છે. આવતીકાલે શુક્રવારે ઘુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.જેને લઈને યુવા પેઢીમાં અને બાળકોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધુળેટીના એક દિવસ પહેલાં જુદી જુદી જગ્યાઓએ ધાર્મિક માહોલમાં હોળી પ્રગટાવવાના કાર્યક્રમો સાંજે યોજાયા હતા. હોળી પ્રગટાવવાને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી જ તૈયારીઓ ચાલી રહી હતી. સાંજે જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓ, આવાસો નજીક હોળી પ્રગટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હોળી પ્રગટાવવાને લઈને કેટલીક જરૂરી સૂચનાઓ આપી હતી જેથી વધારે સાવધાની રાખવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત ગુજરાત, દેશના અન્ય ભાગોમાં હોળી પ્રગટાવવાના કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યા હતા જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારમાં હોળીની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે વિવિધ જુદા જુદા કાર્યક્રમો પણ યોજાય છે. દર વર્ષે દિન પ્રતિદિન વધુને વધુ સાવધાની પૂર્વક હોળીની પર્વની ઉજવણી થવા લાગી છે. કારણ કે જનજાગૃતિ ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવી છે. ઉપરાંત કલરોને લઇને પણ હમેંશા લોકો વધારે સાવધાન રહેવા લાગી ગયા છે. હોળી અને ધુળેટીની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં બલ્કે નેપાળ અને વિશ્વના અન્ય ભાગોમાં પણ મનાવવામાં આવે છે. હવે તેની ઉજવણી યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ થવા લાગી છે. હોળીની ઉજવણી બે દિવસ થાય છે. જેના ભાગરૂપે હોળીના દિવસે હોળીકા દહનની પ્રક્રિયા યોજવામાં આવે છે. આગલા દિવસે પરંપરાગત રીતે રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. બાળકો, મહિલાઓ અને પુરુષો તથા અન્ય પણ ઉત્સાહ પૂર્વક આમાં ભાગ લે છે. જુદા-જુદા કલરોનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. લોકો એક-બીજાના ઘરની મુલાકાત લેતા હોય છે. મિત્રો અને દુશ્મનો પણ આ પ્રસંગે ભેગા થાય છે. પ્રાચીન માન્યતા પણ આની પાછળ રહેલી છે. જુદા-જુદા પ્રકારના ભોજનોની મજા પણ આ પ્રસંગે માનવામાં આવે છે. ભાંગનું પણ આમાં મહત્વ રહેલું છે. આ તહેવારને અસત્ય પર સત્યની જીત તરીકે પણ ગણવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં આવતીકાલે રંગોના તહેવાર ધુળેટીની જોરદારરીતે ઉજવણી કરવામાં આવનાર છે. જુદા જુદા રંગોનું આકર્ષણ ધુળેટીના દિવસે વિશેષ રહે છે.