ઇસરોની સિદ્ધિ : જીસેટ-૬એ સફળતાપૂર્વક લોંચ કરી દેવાયું

સેટેલાઇટ મારફતે સેના અને કોમ્યુનિકેશનને મજબૂતી મળશે
ઇસરોની સિદ્ધિ : જીસેટ-૬એ સફળતાપૂર્વક લોંચ કરી દેવાયું

ાજે દૂરસંચારના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા અને ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી હતી. ભારતના દમદાર દૂરસંચાર સેટેલાઇટ જીસેટ-૬એને આજે ખુબ જ ઉત્સુકતાપૂર્વક અને ઉત્તેજનાપૂર્ણ માહોલમાં શ્રીહરિકોટાના અંતરિક્ષ લોંચ કેન્દ્રથી લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં આ સેટેલાઇટ ઉલ્લેખનીય સાબિત થશે. ઇસરોના કહેવા મુજબ આ સેટેલાઇટ મારફતે કેટલીક મહત્વપૂર્ણ પ્રણાલીનું નિરીક્ષણ કરી શકાશે જેને ચંદ્રયાન-૨ની સાથે મોકલી શકાશે. સાથે સાથે આ ઉપગ્રહ ભારતીય સેનાઓ માટે સંચાર સેવાઓને વધારે મજબૂત અને સુવિધાજનક બનાવશે. આ સેટેલાઇટ મારફતે હાઈથર્સ્ટ વિકાસ એન્જિન સહિત કેટલીક સિસ્ટમને પ્રામાણિત કરી શકાશે જેને ચંદ્રયાન-૨ના લોન્ચિંગ માટે ઉપયોગ કરી શકાય છે. ચંદ્રયાન-૨ના લોન્ચિંગને આ વર્ષે ઓક્ટોબર સુધી હાથ ધરવામાં આવી શકે છે. ૪૧૪૦ કિલો વજનના જીસેટ-૬એ દૂરસંચાર સેટેલાઇટને લઇ જવાવાળા જીએસએલવી એમકે-૨ને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેશ સેન્ટરથી બીજા લોંચપેડથી લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ યાને ૧૨મી ઉંડાણ ભરી હતી. ઇસરોના કહેવા મુજબ જીસેટ-૬એ સેટેલાઇટ સંરક્ષણ ઉદ્દેશ્યો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સેટેલાઇટમાં છ મીટર પહોળા એન્ટિનાની વ્યવસ્થા છે જે સેટેલાઇટમાં લાગનાર સામાન્ય એન્ટિના કરતા વધુ કદ ધરાવે છે. આ હેન્ડહેલ્ડ ગ્રાઉન્ટ ટર્મિનલ મારફતે કોઇપણ જગ્યાથી મોબાઇલ કોમ્યુનિકેશનને સરળ બનાવશે. હજુ સુધી જીસેટ-૬ કોમ્યુનિકેશન સેવા ઉપલબ્ધ કરાવી રહી હતી. તમામ લોકો જાણે છે કે, જીસેટ-૬ વર્ષ ૨૦૧૫માં ૨૭મી ઓગસ્ટના દિવસે લોંચ કકરવામાં આવ્યા બાદ તેની કોમ્યુનિકેશન સેવા ઉપલબ્ધ કરાવે છે. હવે જીસેટ-૬ના બદલે જીસેટ-૬એ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોમ્યુનિકેશન સેટેલાઇટ કરતા આમા અલગ સુવિધા રહેલી છે. ભારતીય સેના માટે આ સેટેલાઇટ દૂરસંચારની સેવાને વધારશે. સ્વદેશી ક્રાઓજેનિક એન્જિન સાથે જીએસએલવીની આ ૧૨મી ઉંડાણ હતી. સાંજે ૪.૫૬ વાગ્યાની આસપાસ શ્રીહરિકોટાના સતીષધવન સ્પેશ સેન્ટરથી લોંચ કરવામાં આવતા ઉપસ્થિત વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ૩૫૯૦૦ કિલોમીટરની ઉંચાઈ ઉપર સ્થિત પરિભ્રમણ કક્ષામાં આ સેટેલાઇટ ગોઠવાશે. આનુ વજન ૨૧૪૦ કિલોગ્રામ છે. આજે લોંચ વેળા તેના તમામ પરિબળો ઉપર નજર રાખવામાં આવી હતી. શ્રીહરિકોટા ખાતે કાઉન્ટડાઉન વેળા તમામ બાબતો ઉપર ઝીણવટભરી નજર વૈજ્ઞાનિકો રાખી રહ્યા હતા. જીસેટ-૬એ સેટેલાઇટને લોંચ કરવામાં આવ્યા બાદ ઇસરોએ પોતાની સફળતામાં વધુ એક સિદ્ધિ ઉમેરી લીધી છે. કોમર્શિયલ ક્ષેત્રમાં ઇસરોએ ખુબ જ પ્રતિષ્ઠા જમાવી છે. અમેરિકા સહિતના દેશો સેટેલાઇટ લોંચના મામલામાં ભારત ઉપર આધારિત થઇ રહ્યા છે. વિતેલા વર્ષોમાં ઇસરોએ અમેરિકા સહિતના દેશોના સેટેલાઇટ સફળતાપૂર્વક લોંચ કર્યા છે અને આમા સફળતાપણ મળી છે. જંગી પૈસા પણ મળી રહ્યા છે.અત્રેે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૧૨મી જાન્યુઆરીના દિવસે અંતરિક્ષના ક્ષેત્રમાં વિશ્વમાં ડંકો વગાડનાર અને તમામ રિકોર્ડ પોતાના નામ પર કરનાર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ નવો ઇતિહાસ સર્જયો હતો. ઇસરોએ તે વખતે ૧૦૦મો ઉપગ્રહ લોંચ કર્યો હતો. ઇસરોએ એક સાથે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. ચેન્નાઈથી ૧૧૦ કિલોમીટરના અંતરે સ્થિત શ્રીહરિકોટ અંતરિક્ષ કેન્દ્રથી આ તમામ ઉપગ્રહો લોંચ કરવામાં આવ્યા હતા. પીએસએલવી-સી૪૦એ મારફતે આ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા.
જાન્યુઆરીમાં ઇસરોની તરફથી પીએસએલવી સી-૪૦ રોકેટ મારફતે લોંચ કરવામાં આવેલા ૩૧ સેટેલાઇટ પૈકી ૨૮ વિદેશી અને ત્રણ સ્વદેશી ઉપગ્રહ હતા. વિદેશી સેટેલાઇટની વાત કરવામાં આવે તો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પીએસએલવી -સી ૪૦ મારફતે કુલ ૧૩૨૩ કિલોના સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા હતા. આજે ઇસરોએ સેટેલાઇટ કોમ્યુનિકેશન લોંચ કરીને ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી છે.