the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

ઉત્તર કોરિયન પ્રમુખ કિમ જોંગ અણુ શસ્ત્રોને ખતમ કરવા સંમત

કિમ જોંગે ગુપ્તરીતે ચીનની યાત્રા કરી હોવાના અહેવાલને અંતે સમર્થન
ઉત્તર કોરિયન પ્રમુખ કિમ જોંગ અણુ શસ્ત્રોને ખતમ કરવા સંમત
ચીની પ્રમુખ શી જિંગપિંગની સાથે શિખર મંત્રણા કરી : અનેક મુદ્દા પર ચર્ચા શાંતિ માટે કામ કરવા રાજી : કિમની સાથે પત્નિ, અન્ય પ્રતિનિધિઓ જોડાયા

બેજિંગ,તા. ૨૮
ઉત્તર કોરિયાના પ્રમુખ કિંમ જોગ ઉન ચીન પહોંચ્યા છે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. કિંમ ચીન પહોંચ્યા હોવાના હેવાલને સમર્થન આપીને ચીને આજે સવારે એમ પણ કહ્યુ હતુ કે કિંમે ચીની પ્રમુખ શિ ઝિંનપિંગ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી છે. ચીન દ્વારા જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમજોંગ રવિવારના દિવસે જ ચીન પહોંચી ગયા હતા. કિમે પરમાણુ હથિયારોને ખતમ કરવા અને શાંતિની દિશામાં આગળ વધવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આના બદલામાં ચીને ઉત્તર કોરિયાની સાથે સંબંધો વધુ મજબૂત કરવાનું વચન આપ્યું છે. કિમ અને શી જિંગપિંગે હાથ પણ મિલાવ્યા હતા અને આના ફોટા ચીની સમાચાર સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યા છે.બેજિંગની યાત્રા કરીને કિંમે તમામને ચોંકાવી દીધા છે. ચીને એમ પણ કહ્યુ છે કે કિંમ તેમના પરમાણુ હથિયારોને છોડી દેવા માટે પણ તૈયાર છે. સાથે સાથે અમેરિકા સાથે વાતચીત કરવા માટે આશાવાદી બનેલા છે. ચાર દિવસની યાત્રા દરમિયાન કિમે કહ્યુ છે કે કોરિયન દ્ધિપને પરમાણુ હથિયારોથી મુક્ત કરી શકાય છે. તેમણે કહ્યુ છે કે જો દક્ષિણ કોરિયા અને અમેરિકા તેમની ભાવના અને તેમના ઉદ્ધેશ્યોને પાળશે તો આ શક્યતા રહેલી છે. કિમે કહ્યુ છે કે શાંતિ અને સ્થિરતાનુ વાતાવરણ સર્જી શકય છે. ઉત્તર કોરિયન નેતા સાથે ઝિનપિંગે વાતચીત કરી હતી. આ વાતચીત ૨૫મીથી ૨૮મી વચ્ચે થઇ છે. કિંમની સાથે તેમના પત્નિ પણ પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના હમેંશામાં વિવાદમાં રહેનાર અને આક્રમક છાપ ધરાવતા કિંમ જોગ ઉન ખુબ જ ગુપ્તરીતે ટ્રેન મારફતે ચીન પહોંચ્યા હોવાના હેવાલ અગાઉ આવ્યા હતા. હવે ચીની મિડિયાએ પણ હેવાલને સમર્થન આપી દીધુ છે. તેમની ચીન યાત્રાને ખુબ ગુપ્ત રાખવામાં આવી હતી. તેમની સાથે કેટલાક પ્રતિનિધીઓ પણ પહોંચ્યા હતા.વર્ષ ૨૦૧૧માં સત્તા સંભાળી લીધા બાદ કિમની આ પ્રથમ વિદેશ યાત્રા રહ છે. જે સફળ સાબિત થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની થનાર વાતચીત પહેલા આ વાતચીત ઉપયોગી ગણવામાં આવે છે. કિંમની યાત્રાના સંબંધમાં છેલ્લે સુધી કોઇ માહિતી જારી કરવામાં આવી ન હતી. ઉત્તર કોરિયાના અધિકારીઓ પહેલા પણ ચીન પહોંચી ગયા હતા.હાલમાં ઉત્તર કોરિયા દ્વારા એક પછી એક પરમાણુ પરીક્ષણ ગયા વર્ષે કરવામાં આવ્યા બાદ તેના પર વિશ્વના દેશો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. ભારે ગુપ્તતા વચ્ચે એક ટ્રેન બેજિંગ પહોંચી હતી. આ ટ્રેન દેખાવવામાં આવી હતી જેવી ટ્રેનમાં કિમના પિતા જોંગ ઇલ વર્ષ ૨૦૧૧માં ચીનની યાત્રાએ ગયા હતા. ચીન વિશ્વના દેશોમાં બિલકુલ અલગ પડી ગયેલા ઉત્તર કોરિયાના નજીકના મિત્ર છે. સોમવારના દિવસે જાપાની મિડિયાએ અહેવાલ આપ્યા હતા કે, ઉત્તર કોરિયાની એક ઉચ્ચ સ્તરીય ટ્રેન ચીન પહોંચી છે. કિમે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી છે કે, અમે કોરિયન ગ્રુપમાં શાંતિ સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવા પણ તૈયાર છીએ. બીજી બાજુ વાતચીત દરમિયાન શીએ કિમને કહ્યું હતું કે, અમારી પરંપરાગત મિત્રતા વધુ મજબૂત થવી જોઇએ. બેજિંગ અને પ્યોંગયાંગ વચ્ચેના સંબંધો સુધારવાના ઇરાદાથી ઉત્તર કોરિયાનું પ્રતિનિધિ મંડળ અગાઉ પહોંચ્યું હતું. ગયા વર્ષે ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણ અને તેના ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધોના કારણે સ્થિતિ વિકટ બની ગઈ હતી. દક્ષિણ કોરિયાની સમાચાર સંસ્થાના કહેવા મુજબ શીએ કિમ જોંગ દ્વારા ઉત્તર કોરિયાની યાત્રા કરવાનું આમંત્રણ પણ સ્વીકારી લીધું છે. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે સારા સંબંધ થતાં આનાથી અમેરિકાને ફાયદો થશે.