એફડીમાં રોકાણ

એફડીમાં રોકાણ

જે લોકોને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં વિશ્વાસ છે તેમના માટે અત્યારે અત્યંત સારો માહોલ છે. બેન્કો વ્યાજના ઊંચા દર ઓફર કરી રહી છે. હવે કંપનીઓએ પણ તેમની એફડી માટે વ્યાજના દર ઊંચા આપવાની શરૂઆત કરી દીધી છે.અત્યારે અંદાજે ૧૦૦ કંપનીઓ એફડી યોજનાઓ ઓફર કરી રહી છે અને તેમાંથી મોટા ભાગની કંપનીઓ બેન્ક એફડીની કરતાં એકથી ચાર ટકા ઊંચું વ્યાજ ઓફર કરી રહી છે. ઉદાહરણ તરીકે, મહિન્દ્રા ફાઇનાન્સ ત્રણ વર્ષની એફડી પર ૧૦.૫ ટકા વ્યાજ આપે છે જ્યારે જયપ્રકાશ એસોસિયેટ્‌સ સાથે સંકળાયેલી એક કંપની ૧૨.૫ ટકા વ્યાજ ઓફર કરે છે. તેની સરખામણીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને એચડીએફસી બેન્ક ત્રણ વર્ષની એફડી માટે અનુક્રમે ૯.૨૫ ટકા અને ૮.૫ ટકા વ્યાજ આપે છે.પણ કંપની એફડીની સરખામણી બેન્ક એફડી સાથે કરવાની ભૂલ ન કરવી જોઈએ તેવું નિષ્ણાતોનું કહેવું છે, કારણ કે બેન્ક ડિપોઝિટ્‌સને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ગેરેન્ટી હેઠળ આવરી લેવાય છે જ્યારે કંપની ડિપોઝિટ્‌સ માટે આ પ્રકારની કોઈ ગેરન્ટી નથી.કોઈ બેન્ક ડિફોલ્ટ થાય તો થાપણદારોને રૂ.એક લાખ સુધીની ખાતરી મળે છે જ્યારે કંપની ડિપોઝિટ્‌સમાં આ પ્રકારની કોઈ સલામતી મળતી નથી.એફડીની સુરક્ષાનો આધાર સંપૂર્ણપણે કંપનીની નાણાકીય સ્થિતિ પર છે.આ કારણે કોઈ કંપનીની પસંદગી કરતી વખતે અને તેની એફડીમાં નાણાંનું રોકાણ કરતાં અગાઉ તમારે અત્યંત સાવચેત રહેવું જોઈએ.મની હની ફાઇનાન્શિયલ સર્વિસિસના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને સીઇઓ અનુપ ભૈયાનું કહેવું છે કે,કંપની ડિપોઝિટ્‌સમાં રોકાણ કરતી વખતે વ્યાજના ઊંચા દરથી લલચાઈ ન જવું.એફડી કરતાં પહેલાં અગાઉનો ટ્રેક રેકોર્ડ ચેક કરો અને કંપનીની નાણાકીય સ્થિતિની જાણકારી મેળવો.કંપનીની એફડીમાં રોકાણ કરતાં અગાઉ કંપની અને તેની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરો. અનુભ ભૈયાનું કહેવું છે કે, આ માટે લિસ્ટેડ કંપનીઓ તરફ નજર દોડાવો, કારણ કે તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ હોય છે.એ પછી તમે વિવિધ એફડી માટે રેટિંગ્સની ચકાસણી કરી શકો છો.મુંબઈ સ્થિત એક ફાઇનાન્શિયલ પ્લાન્સ ત્રિલોક મિશ્રાએ કહ્યું હતું કે,ડિપોઝિટ્‌સ સ્કીમ્સ માટે એએએ કે એએ રેટિંગ્સ ધરાવતી કંપનીઓની પસંદગી કરો.
કંપનીના પ્રમોટર્સની પૃષ્ઠભૂમિ અને નાણાકીય બાબતોની ચકાસણી કરો . કંપની અત્યંત જૂની હોય અને સતત નફો કરતી હોય અને ડિવિડન્ડની ચુકવણી કરે તો તેમની યોજનાઓમાં તમારાં નાણાંનું રોકાણ સુરક્ષિત છે . દાખલા તરીકે , એચડીએફસી અને મહિન્દ્રા ફાઇનાન્સ . આ બંને મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે.મજબૂત નાણાકીય કામગીરી અને મજબૂત વળતરની સાથે કંપનીની ડિપોઝિટ યોજનામાં રોકાણ કરવું ફાયદાકારક પુરવાર થશે.કંપનીની નાણાકીય કામગીરી સાતત્યપૂર્ણ ન હોય અને પ્રમોટર્સ બહુ જાણીતા ન હોય તો તમારે તેની યોજનાઓમાં રોકાણ કરતાં અગાઉ બે વખત વિચારવું જોઈએ.આ માટે આપણી પાસે મોરપેન લેબોરેટરીઝનું ઉદાહરણ છે.
કંપનીના એફડીધારકો કોઈ પણ પ્રકારની ચુકવણી કરી નહોતી. છેવટે થાપણદારો સાથે થયેલી સમજૂતી મુજબ કંપનીએ એફડીધારકોને ઇક્વિટી હિસ્સો આપ્યો હતો.તમે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા ન ઇચ્છો એ સ્વાભાવિક છે,ખાસ કરીને તમે સુરક્ષિત રોકાણ યોજનાઓમાંથી વ્યાજની આવક પર નિર્ભર નિવૃત્ત વ્યક્તિ હોવ તો.
હાલના સંજોગોમાં તમારે રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ , કારણ કે વ્યાજના ઊંચા દર અને અર્થતંત્રમાં મંદીના કારણે આ ક્ષેત્રની મોટા ભાગની કંપનીઓને ફટકો પડ્યો છે . ક્રેડો કેપિટલના પ્રમાણિત ફાઇનાન્શિયલ પ્લાન્ર શંકર એસનું કહેવું છે કે , થોડા સમય અગાઉ કેટલીક રિયલ એસ્ટેટ કંપનીઓએ ઋણ ચુકવણીમાં વિલંબ કર્યો છે .સામાન્ય રીતે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીમાં રોકાણ કરતા હોય છે. બેંક એફડી રોકાણનો સુરક્ષિત અને લોકપ્રિય વિકલ્પ છે. હાલના સમયમાં બેંક એફડી પર અંદાજે ૭ ટકા વ્યાજ…મળી રહ્યું છે. તમે કંપનીઓની એફડી સ્કીમમાં રોકાણ કરીને ૧૨ ટકા સુધી વળતર મેળવી શકો છો. રેટિંગ સંસ્થાઓએ આ કંપનીઓને ઊંચું રેટિંગ આપ્યું છે. એવામાં આ કંપનીઓની એફડી સ્કીમમાં તમારું…રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. અમે તમને જણાવી રહ્યા છે આવી પાંચ કંપનીઓની એફડી સ્કીમ વિશે જેમાં રોકાણ કરીને તમે ૧૨ ટકા સુધી વ્યાજ મેળવી શકો છો. …
પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ એફડી સ્કીમ – પીએનબી હાઉસિંગ ફાઈનાન્સકંપનીની એફડી સ્કીમમાં પાંચ કરોડ રૂપિયા સુધી ડિપોઝિટ કરવા પર ૮થી લઈને ૧૧.૭૯ ટકા સુધી વળતર મળશે. – તે એક વર્ષથી લઈને ૧૦ વર્ષ…સુધીની એફડી કરાવી શકો છો.
– સીનિયર સિટીઝન્સને ૦.૨૫ ટકા વધારે વ્યાજ મળશે.
– આ સ્કીમમાં ત્રણ મહિનાનો લોક ઈન પીરિયડ છે.
– જો તમે લોક ઇન પીરિયડ બાદ છ મહિના પહેલા એફડી તોડાવો છો તો માત્ર ૪ ટકા જ વળતર મળશે.
– છ મહિનાથી એક વર્ષના ગાળામાં એફડી તોડાવો છો તો હાલના વ્યાજ દર કરતાં એક ટકા ઓછું વ્યાજ મળશે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ ઉન્નતિ એફડી સ્કીમ
– ટ્રક, બસ જેવા મોટા વાહનોને ફાઈનાન્સ કરનાર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીએ ઉન્નતિ નામથી પોતાની એફડી સ્કીમ લોન્ચ કરી છે.
– આ સ્કીમ અંતર્ગત તમારે ઓછામાં ઓછી ૫૦૦૦ રૂપિયાની એફડી કરાવવી પડશે. તમે એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની એફડી કરાવી શકો છો.
– તેના માટે તમને ઓછામાં ઓછું ૮.૨૫ ટકાથી લઈને વધુમાં વધુ ૧૦.૪૨ ટકા સુધી વળતર મળશે.
મહિન્દ્રા ફાઈનાન્સ સમૃદ્ધિ સ્કીમ
– એનબીએફસી કંપની મહિન્દ્રા ફાઈનાન્સ કંપનીએ પણ પોતાની એફડી સ્કીમ શરૂ કરી છે.
– આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.
– એક વર્ષના ગાળા માટે રોકાણ કરવા પર ૮.૪૫ ટકા વળતર મળશે.
– જ્યારે પાંચ વર્ષ માટે એફડી કરાવવા પર ૧૦ ટકા સુધી વળતર મળશે.
– સીનિયર સિટીઝન્સને ૦.૨૫ ટકા વધારે મળતર મળશે. ડીએચએફએલ આશ્રય એફડી સ્કીમ
– એનબીએફસી કંપની ડીએચએફએલે આશ્રય નામથી એફડી સ્કીમ લોન્ચ કરી છે.
– આ સ્કીમ અંતર્ગત ૧૦ વર્ષના ગાળા માટે ૫૦ લાખ રૂપિયા સુધીની એફડી કરાવવા પર ગ્રાહકોને ૮.૫થી લઈને ૮.૯ ટકા વળતર મળશે.
– સીનિયર સિટિઝન્સને આ સ્કીમમાં ૦.૨૫ ટકા વધારે વ્યાજ મળશે.
– નેશનલ હાઉસિંગ બેંક સુનિધિ નામથી ટર્મ ડિપોઝિટ સ્કીમ ચલાવી રહી છે.
– આ સ્કીમ અંતર્ગત પાંચ વર્ષ માટે એફડી કરાવવા પર ૭.૭૧ ટકાનું વળતર મળશે.
– તમારે ઓછામાં ઓછી ૫૦ હજાર રૂપિયાની એફડી કરાવવી પડશે અને પાંચ કરોડ રૂપિયા સુધી તેમાં જમા કરાવી શકાશે.
– સીનિયર સિટીઝન્સને આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ ૮.૩૫ ટકા સુધી વળતર મળશે જે તે પાંચ વર્ષના ગાળા માટે એફડી કરાવે છે તો.કંપની અથવા કોર્પોરેટ સામાન્ય લોકો માટે એફડી સ્કીમ લાવે છે. કારોબાર વધારવા માટે આ રીતે રૂપિયા મેળવવામાં આવે છે. લોકો બેંકની જગ્યાએ તેમની એફડી સ્કીમમાં રોકાણ કરે છે કારણ કે તે બેંક કરતાં વધારે વ્યાજ આપે છે. જોકે આ એફડી સ્કીમમાં થોડું જોખમ હોય છે. જેમ કે જો કંપનીનું પ્રદર્શન ખરાબ રહે અને કંપની બંધ થઈ જાય તો એફડીના રોકાણકારોની ડિપોઝિટની ચૂકવણી કરવામાં સૌથી છેલ્લી પ્રાયોરિટી આપવામાં આવશે. આ જ કારણ છે કે કંપનીઓ આ એફડી સ્કીમ પર વધારે વ્યાજ આપે છે. જોકે આ જોખમથી બચવા માટે તમારે જે તે કંપનીનું રેટિંગ જરૂર જોઈ લેવું જોઈએ. આઈસીઆરએ, ક્રિસિલ અને બીડબલ્યૂઆર કંપનીઓના પ્રદર્શનના આધારે તેનું રેટિંગ કરે છે. જો કંપનીનું રેટિંગ સારું હોય તો તમારું રોકાણ તેમાં સુરક્ષિત રહેશે. ઉપરાંત જે તે કંપનીની એફડીમાં રોકાણ કરતાં પહેલા તેનો ઈતિહાસ એક વખત જરૂરી જોઈ લેવો જોઈએ.