એમએમપી ઇન્ડસ્ટ્રીઝ એનએસઈ આઈપીઓ પૃથ્થકરણ

એમએમપી ઇન્ડસ્ટ્રીઝ એનએસઈ આઈપીઓ પૃથ્થકરણ (સબસ્ક્રાઈબ)

એમએમપી ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ (એમએમપીઆઈએલ) એ એલ્યુમિનિયમ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે જેમાં પાયરો અને ફ્લેક એલ્યુમિનિયમ પાઉડર, એાટોમાઈઝડ એલ્યુમિનિયમ પાઉડર, એલ્યુમિનિયમ પેસ્ટ, એલ્યુમિનિયમ વાહક (તમામ એલ્યુમિનિયમ, એલોય એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ સ્ટીલે રીઈન્ફોર્સડ)નો સમાવેશ થાય છે. તેમનું એકમ એક અને યુનિટ ચાર (એનપીએમ ઇન્ડસ્ટ્રીઝ) ઉપરોક્ત પ્રોડક્ટ્‌સના ઉત્પાદનમાં સાથે સંકળાયેલ છે. એકમ ૩ (માર્સ ઇન્ડસ્ટ્રીઝ) મેંગેનીઝ ઓક્સાઈડ અને ડી-ઑકસાઈડ પાઉડર્સ તેમ જ યુનિટ ર (એચએમ એન્જીનિયરિંગ) ગ્રુપ એન્ટિટી, સ્ટાર સરકલીપ્સ અને એન્જીનીયરીંગ લિમિટેડ માટે શીટ મેટલ કમ્પોનન્ટ્‌સના કામના જોબવર્ક સાથે રોકાયેલી છે.

એલ્યુમિનિયમ પાઉડરો (પાયરો, ફલેક અને ઓટોમાઈસ્ડ) ઘણા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉપયોગમાં આવે છે જેમ કે બાંધકામ (એએસી બ્લોક્સ) અને ખાણકામ (એલ્યુમિનીયસ સ્લરી વિસ્ફોટકો), કૃષિ (જંતુનાશકો), સંરક્ષણ (દારૂગોળો), આગ ક્રેકરો, રેલવે (થ્રીમેટ્‌સ) વગેરે. એલ્યુમિનિયમ પેસ્ટનો ઉપયોગ ઓટોમોટિવ, સુશોભન અને ઔદ્યોગિક રંગોમાં થાય છે.પાવર સેક્ટર દ્વારા ઓવરહેડ ટ્રાન્સમિશન રેખાઓ મૂકવા માટે એલ્યુમિનિયમ કન્ડક્ટર્સનો વપરાશ થાય છે. એમએમપીઆઈએલે નવી કંપનીમાં સ્પેશિયાલિટી એલ્યુમિનિયમ પેસ્ટના ઉત્પાદન માટે ટોયો એલ્યુમિનિયમ કે.કે.ઓફ જાપાન સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. નવી કંપનીનું નામ છે ટોયલ એમ એમ પી ઈન્ડિયા પ્રા. લી. આ કંપની તેમના વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ સાથેના સહયોગ ધરાવે છે, જેથી ટોયો એલ્યુમિનિયમ કે કે, જાપાન તેમને ટેકનોલોજીકલ સહયોગ આપીને એક મૂલ્યવર્ધિત સાંકળ બનાવવામાં મદદરૂપ થશે. કંપનીએ આ સંયુક્ત સાહસ કંપનીમાં ૨૬ ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે. આ યુનિટનું વ્યાપારી ઉત્પાદન ફેબ્રુઆરી ૨૦૧૮ માં શરૂ થયું છે.

૧ ૯ ૮૩ ના પાઇરો અને ફ્લેક એલ્યુમિનિયમ પાઉડર્સમાં ૩૦૦ એમટીપીએની ક્ષમતાથી શરુ કરી, હાલમાં ૭,૮૬૦ એમટીપીએની ક્ષમતા ધરાવે છે. વધુમાં, એટોઝ્‌ડ પાવડરની ક્ષમતા ૭,૨૦૦ એમટીપીએ છે જેમાં કેપ્ટિવ વપરાશ અને એલ્યુમિનિયમ પેસ્ટની ક્ષમતા ૧,૫૦૦ એમટીપીએ છે. એલ્યુમિનિયમ વાહક ક્ષમતા હાલમાં ૭,૨૦૦ એમટીપીએ છે કંપની સતત તેના ઉત્પાદનોની વધતી જતી માંગને પહોંચી વળવા પાઉડર અને કંડકટર માટે વધુ ક્ષમતા ઉમેરી રહી છે. વધુમાં, તે સ્ટાર સરકલીપ્સ એન્ડ એન્જીનિયરીંગ લી. માં (૨૬.૦૬%) માં શેરહોલ્ડિંગ ધરાવે છે. સ્ટાર સરકલીપ્સ અને એન્જીનીયરીંગ લિમિટેડ ઓટો અને ઓટો કોમ્પોનન્ટ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનો જેવાં કે રીટેઈનીંગ રિંગ્સ, વાઇશર્સ, શિમ્સ અને ફોર્મ્ડ ઘટકોનું ઉપ્તાદનકરે છે.
ઓટોમાઈઝ્‌ડ એલ્યુમિનિમય પાઉડર પાયરો અને ફ્લેક એલ્યુમિનિયમ પાઉડર, એલ્યુમિનિયમ ફોઈલ્સ, વગેરે માટે નવી ઉત્પાદન સુવનિધા સ્થાપિત કરવા કેટલાંકદેવાનં ચુકવણી /અગાઉથી ચુકવણી કરવા અને તેમની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૫૦૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૧૮૬ થી રૂ. ૧૮૮ના ભાવથી ઓફર કરીને રૂ. ૮૩.૭૦ કરોડથી રૂ. ૮૪.૬૩૦ કરોડ (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે) એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૮.૦૩.૨૦૧૮ ના રોજ ખુલી ગયેલ છે અને તા. ૦૪.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે.ઓછામાં ઓછી અરજી ૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર ગીનેસ કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગશેર સર્વિસીસ પ્રા. લિ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૬.૫૭ ટકા હિસ્સો આપશે.૧૯૯પ ના જુન માસમાં રૂ. ૪પ ના ભાવે કેટલાક શેર આપ્યા સિવાય, તેમણે બધા જ ઈકવીટી ભાવોભાવ આપેલ છે અને માર્ચ ૧૯૯૩ માં એક શેર પર એક શેર, માર્ચ ૧૯૯૪ માં એક શેર પર એક શેર, માર્ચ ૧૯૯૬ માં એક શેર પર એક શેર અને સપ્ટેમ્બર ર૦૧૭ માં બે શેર પર એક શેર બોનસ આપેલ છે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૬.૧૨ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૨.૪૪ કરોડ છે તે વધીને રૂ. ૧૬.૯૪ કરોડ થશે.

દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ.૧૨૧.૭૩ કરોડ / રૂ. ૨.૫૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૧૫૭.૬૪ કરોડ / રૂ. ૩.૭૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ .૧૮૧.૨૧ કરોડ / રૂ. ૭.૭૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૦૩.૯૩ કરોડ / રૂ. ૧૩.૮૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં આ કંપનીએ રૂ.૧૦૫.૫૬ કરોડના ટર્નઓવર પર રૂ. ૮.૪૦ કરોડ નફો દર્શાવેલ છે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ આવક રૂ. ૮.૧૫ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨૮.૦૪% દર્શાવેલ છે. તા. ૩૦.૯.૧૭ ના રોજ રૂ. ૩૯.૫૨ એન એ વી (સ્ટેન્ડ એલોન)ના આધારે આ ઈસ્યુનો ભાવ ૪.૭૬ ના પી/બીવીથી આવે છે, જો કે, આ જ ટર્નઓવરમાં સંયુક્ત સાહસમાંથી નફાના હિસ્સા સાથે એકીકૃત ધોરણે તે રૂ. ૮.૮૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૧૬.૫૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૮.૦૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૮ નો ઉત્તરાર્ધ) દર્શાવેલ છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૨૦ના પી / ઈ રેશિયોથી આવે છે,જે સામે આ ઉદ્યોગનો પી ઈ રેશિયો સરેરાશ ૩પ છે. તેણે માન એલ્યુમિનિયમ અને મનક્સિયાને તેના લિસ્ટેડ હરીફો તરીકે દર્શાવ્યા છે અને તેઓ અનુક્રમે ૮ અને ૨૬ ની પી / ઇ પર વેપાર કરી રહેલ છે (૧૯.૦૩.૧૮ ના રોજ). આ પરિમાણો પર આધાર રાખીને, આ ઈસ્યુ વ્યાજબી કિંમતવાળો જણાય છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ર૭ મી કામગીરી છે, તેમના ૧૦ લીસ્ટીંગમાંથી લીસ્ટીંગના દિવસે ૧ ડીસ્કાઉન્ટ ભાવે, એક ભાવોભાવ ખુલેલ,અને બાકીના ૨.૦૬% થી ર૫ % ના પ્રિમિયમથી ખુલેલ હતા.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
એસ એમ ઈ દ્વારા આ પ્રથમ મેગા ઓફર છે. પ્રગતિશીલ પ્રદર્શન અને તેજસ્વી સંભાવનાને ધ્યાનમાં રાખીને, રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે આ વાજબી કિંમતની ઓફરમાં રોકાણ કરી શકે છે.

and neutral.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com