the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એમએમપી ઇન્ડસ્ટ્રીઝ એનએસઈ આઈપીઓમાં અરજી કરવાનાં ૧૦ કારણો

એમએમપી ઇન્ડસ્ટ્રીઝ એનએસઈ આઈપીઓમાં અરજી કરવાનાં ૧૦ કારણો

એનએસઇ લિસ્ટિંગ માટે મેગા એસએમઇ આઈપીઓની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, એમએમપી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમએમપીઆઇએલ) (અગાઉ મહારાષ્ટ્ર મેટલ પાઉડર લિ. તરીકે ઓળખાય છે) એ નગરની ચર્ચાનો વિષય હતો. તેણે એક બાજુએ આઈપીઓ માટે તમામ દસ્તાવેજોની પ્રક્રિયા ચાલુ રાખેલ હતી , તો બીજી તરફ નવી એવેન્યુ અને વિસ્તરણ / વૈવિધ્યકરણની શોધખોળ પણ કરતી હતી અને આમ તે સૌથી ગંભીર સાહસિકોમાંની એક સાબિત થયેલ હતી કે જે એમએમપીને બધા માટે નાણાંનો ગુણાકાર કરનાર પોર્ટફોલિયો તરીકે વળાંક આપતી હતી. હાલમાં તે કોઈ ગ્રાહક પર એકાગ્રતા કર્યા વગર ૫૦૦ થી વધુ ગ્રાહકોને સેવાઓ આપે છે. અને તેથી કોઈ એક ગ્રાહક તેની આવકના ૧૦% કરતાં વધુ યોગદાન આપતું નથી.

એમએમપી ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ (એનએસઈ એસએમઇ) – આ અંગે જે તમે જાણવા માગો તે ૧૦ મુદ્દામાં
૧.એનએસઈ એસએમઇ એમર્જ પર એસએમઇ લિસ્ટિંગ માટેની આ સૌથી મોટી પ્રાથમિક ઓફર છે. રૂ. ૧૮૬-૧૮૮ ની પ્રાઇસ બેન્ડમાં ૪૫૦૦૦૦૦ શેરની ઓફર છે. આ રીતે આ ઈસયુનું કદરૂ. ૮૪.૬૦ કરોડ છે જે સૌથીમોટી પ્રાયમરી ઓફર છે.
૨.તેણે એન્કર રોકાણકારોને આકર્ષિત કર્યા છે, જેમણે શેર દીઠ રૂ .૧૮૮ ની કિંમતે ૧૨૮૧૬૦૦ શેર્સ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે જેની કુલ રકમ ૨૪.૦૯ કરોડ થાય છે.
૩.હવે બાકીનો હિસ્સો અન્ય રોકાણકારો દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે તા. ૨૮.૦૩.૧૮ ના રોજ ખુલ્લો થયેલ છે અને તે તા. ૦૪.૦૪.૨૦૧૮ ના રોજ બંધ થશે.
૪.જાપાનની ટોયો એલ્યુમિનિયમ દ્વારા જાપાન બહાર પ્રથમ વખત એમ એમ પી આઈ એલ સાથે (૭૪ઃ૨૬ રેશિયો સાથે) વૈશ્વિક સાહસ, જેના કરાર તા. ૨૫ એપ્રિલે ૨૦૧૬ ના રોજ ટોયલ એમએમપી ઈન્ડિયા પ્રા. લી. ના નામ હેઠળ થયેલ કે જેને વાણિજ્યિક ઉત્પાદન ફેબ્રુઆરી ર૦૧૮ થી કર્યું.
૫. તેની એલ્યુમિનિયમના ઉત્પાદનોની વિગતવાર શ્રેણી સંરક્ષણ, પેઇન્ટ, કન્સ્ટ્રક્શન, એમોનિયેશનો, પાવર ટ્રાન્સમિશન સેક્ટર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને તે તેનાં ઉત્પાદનો માટે સરેરાશ ૫૫% બજાર હિસ્સો ધરાવે છે. તેની પાસે ૩૪ વર્ષથી વધુનો સાબિત થયેલ ટ્રેક રેકોર્ડ છે. આ કંપનીએ ૩૦૦ એમટીપીએની ક્ષમતા સાથે શરૂઆત કરી હતી અને હાલમાં ૨૭૨૦૦ એમટીપીએની કુલ ક્ષમતા ધરાવે છે અને બેલ્જિયમ, જાપાન અને જર્મનીની પ્રખ્યાત કંપનીઓ સાથે ભાગીદારી છે. ૨૦૧૭ માં તેની ક્ષમતાનો ઉપયોગ ૭૮% થી વધીને ધીમે ધીમે ૯૧% થયેલ છે.
૬.સ્ટાર સરકલીપ્સ અને એન્જિનિયરિંગ લિમિટેડ, જે જર્મનીની સગર કંપની સાથે સંયુક્ત સાહસ ધરાવે છે. આ સંયુક્ત સાહસમાં એમપીએમઆઇપી ૨૫% હિસ્સો ધરાવે છે. તે ઓટોમોટિવ ઉદ્યોગમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતાં ૮૦૦ થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. સ્ટારની ગ્રાહક યાદીમાં બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ, મારુતિ, પિએજીયો, હીરો-હોન્ડા, ફોર્ડ ઇન્ડિયા, એમ એન્ડ એમ વગેરેનો સમાવેશ થાય છે.
૭.તેની ગ્રાહક યાદીમાં યુપીએલ, સોલર, આઇડીએલ, કાન્સાઈ નેરોલાક, એશિયન પેઇન્ટ્‌સ, એચઆઇએલ, બીલટેક, શાલીમાર પેઇન્ટ્‌સ, એક્સેલ ક્રોપ કેર, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
૮.છેલ્લાં ચાર નાણાકીય વર્ષમાં તેમના ટર્નઓવર / ચોખ્ખા નફા (સ્ટેન્ડએલોન આધારે) એ ઉર્ધ્વગતિ દર્શાવેલ છે. તેનું ટર્નઓવર નાણાકીય વર્ષ ૧૪ માં રૂ. ૧૨૧.૭૩ કરોડ હતું જે નાણાકીય વર્ષ ૧૭ માં રૂ. ૨૦૩.૯૩ કરોડ થયેલ છે અને ચોખ્ખો નફો રૂ. ૨.૫૧ કરોડ થી વધીને રૂ. ૧૩.૮૪ કરોડ થયેલ છે. (જેમાં આ જ સમયે રૂ. ૪૬૭ કરોડની બીજી આવકનો સમાવેશ થયેલ છે.) નાણાકીય વર્ષ ૨૦૧૮ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેણે ટર્નઓવર પર ૧૦૫.૫૬ કરોડ અને ચોખ્ખો નફો રૂ. ૬.૪૦ કરોડ દર્શાવેલ છે.
૯.એકીકૃત ધોરણે તેણે ટર્નઓવર /ચોખ્ખો નફો રૂ. ૧૮૧.૨૧ કરોડ / રૂ. ૮.૮૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૦૩.૯૩ કરોડ / રૂ. ૧૬.૫૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. નાણાકીય વર્ષ ૧૭ના નફામાં રૂ. ૪.૬૭ કરોડની બીજી આવકનો સમાવેશ થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેણે એક ટર્નઓવર રૂ. ૧૦૫.૫૬ કરોડ અને ચોખ્ખો નફો રૂ. ૮.૦૬ કરોડ દર્શાવેલ છે.
૧૦. અપેક્ષા છે કે વપરાશકર્તા ઉદ્યોગમાં ૧૦% થી ૨૬% ની વૃધ્ધિ થવાની સંભાવના છે, જેમાં એમએપીઆઈપીઆઇએલ જે હાલમાં ૪૦% થી ૮૦% સુધીનો બજારહિસ્સો ધરાવે છે તેમને પણ ફાયદો થશે.
આ મેગા ઇશ્યૂ ના લીડ મેનેજર ગીનેસ કોર્પોરેટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. જયારે બિગશેરે સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.