એમેઝોન ભારતમાં એન્ડ્રોઈડ માટે ફ્રી ૨ એમબી રીડિંગ એપ કિંડલ લાઈટ લોન્ચ કર્યું

એમેઝોન ભારતમાં એન્ડ્રોઈડ માટે ફ્રી ૨ એમબી રીડિંગ એપ કિંડલ લાઈટ લોન્ચ કર્યું

બેન્ગલોર, ૨૮મી માર્ચ, ૨૦૧૮ઃ એમેઝોન દ્વારા ભારતમાં એન્ડ્રોઈડ માટે હલકું રીડિંગ એપ કિંડલ લાઈટ લોન્ચ કર્યાની જાહેરાત કરવામાં આવી છે. ભારતની પ્રથમ પ્રોડક્ટ કિંડલ લાઈટ એપ ૨ એમબી કરતાં ઓછું છે અને ગ્રાહકોને ગમતી કિંડલ વિશિષ્ટતાઓ આપે છે, જેમાં પર્સનલાઈઝ્‌ડ સૂચનો, વ્હિસ્પરસિન્ક (ડિવાઈસીસમાં તમારાં ઈબુક્સને સિન્ક કરવા) તેમ જ મફત ઈબુક નમૂનાઓ અને અંગ્રેજી, હિંદી, તમિળ, મરાઠી, ગુજરાતી અને મલયાલમ ટાઈટલ્સનો સમાવેશ થાય છે. લોન્ચના પ્રથમ મહિના દરમિયાન ગ્રાહકોને એમેઝોન પે થકી કિંડલ લાઈટ પર ખરીદી કરવામાં આવનાર તેમના પ્રથમ ઈબુક પર ૮૦ ટકા કેશબેક પણ મળશે.
કિંડલ લાઈટ અત્યંત ધીમા ઈન્ટરનેટ કનેકશન્સ અને પેચી નેટવર્કસમાં પણ ઉત્તમ વાંચન અનુભવ આપવા સાથે ગ્રાહકોના ફોન પર ઓછી મેમરીનો ઉપભોગ કરે છે. તે બધા એન્ડ્રોઈડ ફોન્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
એમેઝોન ઝડપી ડાઉનલોડ્‌સ, ઈન્સ્ટન્ટ રીડિંગ અને હલકા એપ સાથે ગ્રાહકોનો અનુભવ સુધારવા માટે ગયા વર્ષે ગૂગલ પ્લે સ્ટોર પર ઓપન બીટા તરીકે કિંડલ લાઈટ એપ લોન્ચ કર્યું હતું. કિંડલ લાઈટ સાથે ગ્રાહકો આખા બુકનું ડાઉનલોડ કરવાની વાટ જોયા વિના તાત્કાલિક ઈબુક્સ વાંચી શકે છે. ગ્રાહકો મોજૂદ કિંડલ વિશિષ્ટતાઓ પણ માણી શકે છે, જેમ કે, ઈબુક્સ ખરીદીમાં આસાની, પર્સનલાઈઝ્‌ડ શોપિંગ અનુભવ ધરાવવો, ઈમેજીસમાં ઝૂમકરવાની ક્ષમતા, વાંચન માટે નાઈટ- મોડ, અક્ષરના આકાર બદલવા અને ઉત્તમ વાંચન અનુભવ માટે કન્ટેન્ટ્‌સના ટેબલ થકી આસાનીથી નેવિગેટ કરવાનો સમાવેશ થાય છે.
કિંડલ લાઈટ અગાઉ અપનાવનાર અર્જુન કોચર અનુસાર આ એપ ૨ એમબી કરતાં ઓછું છે અને શક્તિશાળી છે. તે ઝડપથી લોડ કરે છે અને બ્રાઉઝિંગ સુપર- ફાસ્ટ છે. હું એપ સ્ટોરેજ મેનેજ કરી શકું છું અને મને ગમતાં ઈબુક્સ જ મારા ફોનમાં રાખી શકું તે બહુ ગમે છે. આથી મને પિક્ચર્સ અને મ્યુઝિક જેવી અન્ય બાબતો માટે વધુ જગ્યા મળે છે. આ એપ મારે ક્યારેય ડિલીટ કરવાની જરૂર નહીં પડે.
ભારત પર અમે એકધારી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી અમે હંમેશાં અમારા ગ્રાહકો માટે વાંચનનો અનુભવ સુધારવા માટે કામ કરીએ છીએ. એપ્સ મોબાઈલ ફોન પર જગ્યા માટે સતત સ્પર્ધા કરે છે અને કિંડલ લાઈટ અમારા વાચકો માટે આ સમસ્યાનો ઉકેલ લાવે છે, એમ કિંડલના કન્ટ્રી મેનેજર રાજીવ મહેતાએ જણાવ્યું હતું. કિંડલ લાઈટ ૨ એમબી કરતાં ઓછું છે અને ૨જી તથા ૩જી નેટવર્કસ પર પણ ઉત્તમ વાંચન અનુભવ આપે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.
કિંડલ લાઈટ એપ હવે પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો એન્ડ્રોઈડ એપ માટે અમારું સંપૂર્ણ કિંડલ માણવાનું પણ ચાલુ રાખી શકે છે.