એરટેલ અને એએલટીબાલાજીએ રોમાંચક ડિજિટલ કન્ટેન્ટ આપવા માટે હાથ મેળવ્યા

એરટેલ અને એએલટીબાલાજીએ રોમાંચક ડિજિટલ કન્ટેન્ટ આપવા માટે હાથ મેળવ્યા

અમદાવાદ, 29 માર્ચ, 2018: ભારતની સૌથી વિશાળ ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓની પ્રદાતા ભારતીએરટેલ (એરટેલ) અને બાલાજી ટેલિફિલ્મ્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીએ એલટી બાલાજી દ્વારા જેએરટેલટીવી એપના ઉપભોક્તાઓ માટે એએલટી બાલાજીના પોર્ટફોલિયોમાંથી રોમાંચક ડિજિટલ કન્ટેન્ટ લાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાતક રી છે.

એએલટી બાલાજીના ઓરિજિનલ શો અને હિટ મુવીઝની સંપૂર્ણ શ્રેણી હવે એરટેલટીવી એપ પર ઉપલબ્ધ બનશે. આલોક પ્રિય શોમાં કરલે તૂભી મહોબ્બત, હક અને બોલીવૂડની હિટફિલ્મોમાં વન્સઅપોનઅટાઈમ ઈન મુંબઈ અને લૂટેરાનો સમાવેશ થાય છે. આને કારણે એ એલટીબાલાજી એરટેલ ટીવી એપના ઝડપથી વૃદ્ધિ પામતા ઉપભોક્તા મૂળને તેનું કન્ટેન્ટ વિતરણ વિસ્તારવામાં મદદ મળશે.

આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે એરટેલ ટીવીએ તેનો કન્ટેન્ટ કેટલોગ વધુ મજબૂત કર્યો છે, જે ભારતમાં સૌથી વિશાળમાં સ્થાન ધરાવે છે. ગ્રાહકો એરટેલ ટીવી એપ પર 350થી વધુ લાઈવ ટીવી ચેનલો અને 10,000થી વધુ મુવીઝ અને શોમાંથી પસંદગી કરી શકશે. એરટેલટીવી એપપર બધી કન્ટેન્ટ એરટેલ પોસ્ટપેઈડ અને પ્રીપેઈડ ગ્રાહકો માટે જૂન 2018 સુધી સંપૂર્ણ મફત રહેશે.