the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એવીજી લોજિસ્ટિક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ

એવીજી લોજિસ્ટિક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ રિવ્યૂ (સબસ્ક્રાઇબ કરો)

એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડ (એ.વી.જી.) ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ ઓફર કરતી એક ઓર્ગેનાઈઝડ થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ સર્વિસ ઓપરેટર છે. તે પૂર્ણ-ટ્રક લોડ (એફટીએલ) અને “હબ-એન્ડ-સ્પોક” પરિવહન મોડેલ અને વેરહાઉસીંગ સેવાઓ પૂરી પાડે છે, જે ભારત-દેશના વિતરણ નેટવર્ક અને સ્વયંચાલિત તકનીકી સિસ્ટમો સાથેના ક્લાયંટ્‌સને પસંદ કરે છે. તેના ગ્રાહકો ઓટોમોટિવ અને ભારે એન્જિનિયરિંગ, ટેલિકોમ, ફૂડ અને એગ્રો, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્‌ઝ (“એફએમસીજી”), પેઇન્ટ અને ડેરી સહિત સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે.
એટીજી ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે (૧) ટ્રાન્સપોર્ટેશન જેમાં તે પોઇન્ટ-ટૂ-પોઇન્ટ સેવા પૂરી પાડે છે, ટ્રક-લોડ કરતાં ઓછી, સમય-ચોક્કસ પરિવહન સેવાઓ (૨) વેરહાઉસિંગ જેમાં તે વેરહાઉસિંગ, વિતરણ અને કોલ્ડ-ચેઈન વેરહાઉસિંગ પ્રદાન કરે છે, અને (૩) સંકલિત ચેક પોસ્ટ્‌સ પર તાપમાન-નિયંત્રિત લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને કાર્ગો હેન્ડલિંગ સેવાઓ સહિત મૂલ્યવર્ધન સેવાઓ. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધીમાં, તે ગુવાહાટી, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી-યુપી સરહદ અને કુંડલી (દિલ્હી-હરિયાણા સરહદ) અને ભારતભરમાં ઓગણપચાસ (૪૯) શાખાઓમાં પાંચ (૫) ટ્રાન્સ-શિપમેન્ટ કેન્દ્રો ધરાવે છે, જે ૨૩ રાજ્યોને આવરી લે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધીમાં તેમણે ૨૬૪ માલિકીના કન્ટેનરવાળા વાહનોનું સંચાલન કરેલ છે જે જીપીએસ-સક્ષમ વાહનો છે, જેમાંથી ૮૫ રેફ્રિજરેશન (રીફર) ટ્રક છે. તે મોદીનગર, ગાઝિયાબાદ, દિલ્હી અને પાણીપતમાં વખારો ધરાવે છે. એવીજી કેટલાક વ્યૂહાત્મક સ્થળોએ વધારાના મોટા ફોર્મેટ, મલ્ટી-યુઝર વખારો સ્થાપવાની પ્રક્રિયામાં છે અને કર્ણાટકમાં ત્રિપુરા અને મૈસૂરમાં અગરતલા ખાતે જમીન મેળવી છે, જેમાં ૧.૦૮ લાખ ચોરસફૂટનો સમાવેશ થાય છે, જે એપ્રિલ, ૨૦૧૯ સુધીમાં વેરહાઉસીંગની જગ્યાના વિસ્તરણને ૪.૬૨ લાખ ચોરસ ફૂટમાં સક્રિય કરશે.
અગરતાલા, ત્રીપુરા અને મીસુરુ ખાતે નવું વેરહાઉસ સ્થાપિત કરવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૦૯૦૦૦૦ ઈકવીટી શેર, બુક બિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. ૧૦૫ થી રૂ. ૧૦૭ ના ભાવથી ઓફર કરીને (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે) રૂ. ૩૨.૪૫ કરોડ થી રૂ. ૩૩.૦૬ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૮.૦૩.૨૦૧૮ ના રોજ ખુલેલ છે અને તા. ૦૩.૦૪.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૨૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્થ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર સિસ્ટેમેટિકસ કોર્પોરેટ સર્વિસીસ લી છે જયારે રજીસ્ટ્રાર લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૦.૦૧ ટકા હિસ્સો આપશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૫.૮૮, રૂ. ૬.૦૫ અને રૂ. ૬.૯૫ છે.શરુઆતમાં તેની સ્થાપનાથી મે, ર૦૧૦ સુધીમાં તેમણે શેરદીઠ રૂ. ર૦ થી રૂ. પ૦ ના ભાવે શેર આપ્યા પછી, તેમણે બીજા શેર જાન્યુઆરી ર૦૧ર થી માર્ચ ર૦૧૬ દરમ્યાન ભાવોભાવ આપેલ. તેમણે ફેબ્રુઆરી ૨૦૧૮ માં ૭ શેર પર ૧૦ શેર બોનસ આપેલ હતા. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૭.૨૧ કરોડ છે તે વધીને રૂ. ૧૦.૩૦ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૨.૧૦ કરોડ / રૂ. ૧૩૦.૪૧ કરોડ / રૂ. ૨.૬૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૧૮૩.૩૨ કરોડ / રૂ. ૩.૧૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૯૨.૨૯ કરોડ / રૂ. ૩.૮૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૯૪.૩૮૬ કરોડ / રૂ. ૪.૪૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં આ કંપનીએ રૂ.૧૦૩.૫૯ કરોડના ટર્નઓવર પર રૂ. ૩.૪૬ કરોડ નફો દર્શાવેલ છે, આ રીતે તેમણે ટોપ અને બોટમ લાઈનમાં યોગ્ય વૃધ્ધિ બતાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ સરેરાશ આવક રૂ. ૫.૯૯ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨૧.૭૬ દર્શાવેલ છે. તા. ૩૦.૯.૧૭ ના રોજ રૂ. ૩૫.૫૫ એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૩.૦૧ પી/બીવીથી આવે છે (એક્ષ બોનસના આધારે), જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૬ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો પી ઈ રેશિયો ૪પ છે. જો સફકલ્સ લોગી,ટાઈગર લોગી, ટોટલ ટ્રાન્સપોર્ટ, વીઆરએલ લોગી અને સ્નોમેનને તેમના લીસ્ટેડ હરિફ તરીકે ગણીએ તો તેઓ અનુક્રમે લગમગ ૩૩, ૧૯, ૧૧, ૩૯ અને -૪૩૧ ના પીઈ રેશિયોથી ટ્રેડ થઈ રહેલ છે. (તા. ૨૧.૩.૨૦૧૮ના રોજ બી એસ ઈ /એન એઈ ઈ મુજબ). આ રીતે આ ઈસ્યુના ભાવ વાજબી છે.
મર્ચંટ બેંક મોરચે, તેમના સ્થાયી થયા પછી આ તેમની ૩જી કામગીરી છે, તેમના છેલ્લાં ર ઈસ્યુ, બંને ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ૧૬% થી ર૦% પ્રિમિયમથી ખુલેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
વાજબી ભાવ અને દર વખતે સારો દેખાવ વિષે વિચારતાં, રોકાણકારો ટૂંકા થી મધ્યમ ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.