કાશ્મીર ઘાટીમાં હલબતપોરામાં સેનાને મોટી સફળતા :અથડામણમાં ચાર આતંકીઓ ઠાર

>કાશ્મીર ઘાટીમાં હલબતપોરામાં સેનાને મોટી સફળતા :અથડામણમાં ચાર આતંકીઓ ઠાર

જમ્મુકાશ્મીર :કાશ્મીર ઘાટીમાં એક સર્ચ ઓપરેશનમાં સેનાને મોટી સફળતા મળી છે અથડામણ દરમિયાન ચાર આતંકવાદીને ઠાર મરાયા છે સેનાના એક સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા ગોળીબારમાં આતંકીઓને એક મકાનમાં ઘેરી લેવાયાં હતાં. સમગ્ર વિસ્તાર સીલ કરાયો અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ સેનાને કુપવાડામાં 3-4 આતંકીઓ હોવાની બાતમી મળતા સેનાની 41 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના સૈનિકો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

હલમતપોરામાં થયેલા ઓપરેશન દરમિયાન સખત ઘેરાબંધી પછી ગભરાયેલા આતંકીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો જે પછી એસઓજી અને રાષ્ટ્રીય રાઈફલ્સના સૈનિકોએ આતંકીઓ વિરૂદ્ધ મોરચો સંભાળ્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

અત્રે  નોંધનીય છે કે પહેલા પૂર્વ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં પણ એક માર્ચના રોજ આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. બાંદીપોરાના હાજિન વિસ્તારમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકી પાસેથી સેનાએ એકે 47 રાઈફલ સહિત અન્ય સામાન પણ કબ્જે કરાયો હતો.