કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે અન્ય સિનિયર ઉદ્યોગ દિગ્ગજો સાથે સીજી કાર્પના રાજસ્થાનમાં ગ્રીનટેક મેગા ફૂડ પાર્કનું ઉદ્દઘાટન કર્યુ

કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે અન્ય સિનિયર ઉદ્યોગ દિગ્ગજો સાથે સીજી કાર્પના રાજસ્થાનમાં ગ્રીનટેક મેગા ફૂડ પાર્કનું ઉદ્દઘાટન કર્યુ

માર્ચ ૨૦૧૮ : ભારતની ટોચની એફએમસીજી કંપનીઓમાંથી એક તથા એક બહુરાષ્ટ્રીય સંગઠન એક સીજી કાર્પે પોતાના બહુપ્રતિક્ષિત ગ્રીનટેક મેગા ફૂડ પાર્કની રાજસ્થાનના અજમેર જિલ્લાના રુપનગઢ ગામે રજૂઆત કરી.

આ ફૂડ પાર્કનું ઉદ્દઘાટન કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે કર્યુ, તેમની સાથે રાજ્ય મંત્રી સાધવી નિરંજન જ્યોતિ, સીજી કાર્પના ગ્લોબલ ચેરમેન ડા. બિનોદ કે ચૌધરી, યુવાન ઉદ્યમી અને સીજી કાર્પ ગ્લાબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વરુણ ચૌધરી, શ્રી આઇસી અગ્રવાલ (ચેરમેન મેગા ગ્રીનટેક ફૂડ પાર્ક), રાજસ્થાનના કેબિનેટ મંત્રી તથા અન્ય અતિથિગણ અને રોકાણકારો ઉપસ્થિત હતા.

સીજી કાર્પ ગ્લોબલના ચેરમેન શ્રી બિનોદ ચૌધરીએ કહ્યું કે, ભલે અમારા પૂર્વજ રાજસ્થાનથી વેપાર કરવા નેપાળ ચાલી ગયા, પરંતુ અમારું દિલ રાજસ્થાન માટે બરાબર ધડકે છે. અમે સમગ્ર ભારતમાં કૃષિ ક્રાંતિ અને મોદીજીની ખેડૂતોની આવક વધારવાની દૂરગામી યોજનાને પ્રતિબદ્ધ છીએ અને આ ફૂડ પાર્ક તેનો પ્રથમ નમૂનો છે અને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ અમે અન્ય અવસરો શોધી રહ્યા છીએ.

આ અત્યાધુનિક મેગા ફૂડ માર્ટ ૮૫ એકર જમીનમાં ફેલાયેલ છે અને રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢ બ્લાકના રુપનગઢ ગામના મધ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પોતાની રીતની પ્રથમ સુવિધા છે જેને રાજસ્થાનમાં લગાવવામાં આવી છે, આને કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય ભારત સરકારે સ્વીકૃતિ આપી છે. આ પરિયોજનાનો વિકાસ અને પ્રોત્સાહન નેપાળ સ્થિત અરબો ડાલરનું બહુરાષ્ટ્રીય સંગઠન સીજી કાર્પ કરશે જે પરોપકારી શ્રી બિનોદ ચૌધરીના નેતૃત્વમાં ચાલી રહેલા ચૌધરી ગ્રુપ અંતર્ગત કાર્ય કરશે.