ગીર જંગલના વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ રીતે પાણીની વ્યવસ્થા કરાઈ

ગીર જંગલના વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ રીતે પાણીની વ્યવસ્થા કરાઈ

ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેરઠેર પાણીના પોકાર છૂટી રહ્યાં છે ત્યારે આ સમસ્યાથી ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ પણ બાકાત નથી. તો વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી.

ગીર જંગલમાં સિંહ, હિરણ, સાંભર, શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે. તો આજ ગીર જંગલમાં આવેલી સાત નદીઓ જેમાં હિરણ, સરસ્વતી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ઘોડાવડી, અને રાવલ નદીઓ સહિત નાળા ઓ સૂકા ભટ થઈ જતા જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને રેવન્યુ વિસ્તાર તરફ આગળ વધે છે. ત્યારે વનવિભાગના ઉપલા અધિકારીઓની ખાસ ચૂસના થી ગીર જંગલમાં દોઢ થી બે કિલોમીટરના અંતરમાં કુત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા, જેમાં ક્યાંય ટેન્કરોથી તો ક્યાંક પવન ચક્કી અને પંપ દ્વારા વન વિભાગ દ્વારા મૂંગા પ્રાણી ઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી. તો દિવસ ભર ખાસ કાળજી રાખવામાં આવે છે અને દિવસમાં બેથી ત્રણ વખત આ પીવના પાણીના કુંડા ભરવામાં આવેશે. તો પવન ચક્કીથી ચાલતા પંપ દિવસ રાત જમીનમાંથી પાણી ખેંચી પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પાડે છે.

ખાસ વન્ય પ્રાણીઓની વાત કરવામાં આવે તો મોટા ભાગના પ્રાણી ઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે બાકી તપતા તડકાના તાપમાન માં પોતે વૃક્ષો ના છાંયા નીચે બેસી રહે છે. જ્યારે સિંહ પણ દિવસમાં બે વખત પાણી પીવે છે અને સિંહ એક ટાઈમ માં બે લીટર જેટલું પાણી પીવે છે, જ્યારે બીજા વન્ય પ્રાણી ઓ સિંહના પાણી પીવના ટાઈમ દરમિયાન આવતા નથી, તો આ બાબતે વનવિભાગ દ્વારા ખાસ કાળજી રાખી દિવસમાં બે થી પણ વધુ વખત આ કુંડાઓમાં શોખું પાણી ભરવામાં આવે છે, જેથી વન્ય પ્રાણીઓ બીમાર ન પડે