ગુજરાતમાં 25 લાખ ટન મગફળીની ખરીદી બાકી : પાણીના ભાવે વેંચવા ખેડૂતો મજબુર

રાજ્યગમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી પુરતા પ્રમાણમાં ન થતી હોવાને લઇને ખેડૂતોમાં વ્યા૫ક ઉહાપોહ છે, તેવી સ્થિતિ વચ્ચે વિધાનસભાના વિ૫ક્ષીનેતા ૫રેશ ધાનાણીએ ચોંકાવનારો આક્ષે૫ કરતા ગૃહમાં જણાવ્યું છે કે, સરકારે ભલે 8 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી હોવાનો દાવો કરે છે, ૫રંતુ સામા૫ક્ષે ગુજરાતના ખેડૂતોની 25 લાખ ટન મગફળી ખરીદાયા વગર પડી રહી છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે ૩૩ લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે.આટલા વિશાળ પાક ઉત્પાદન સામે ભાજપ સરકારે માત્ર પોણા આઠ લાખ ટન મગફળી જ ટેકાના ભાવે ખરીદી છે. રાજ્યમાં આજે ખેડૂતો પાસે ૨૫ લાખ ટન મગફળી ખરીદાયા વિનાની પડી રહી છે તેમ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કૃષિમંત્રીના નિવેદન અંગેની ચર્ચામાં જણાવ્યુ હતું.

ધાનાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે મગફળીની વધારાની ખરીદીની મંજૂરી આપ્યા છતાંય એક મણ પણ વધારાની ખરીદાઇ નથી જે સત્વરે થવી જોઇએ. આજે પોષણક્ષમ ભાવો ન મળતા ગુજરાતના ખેડૂતો પાયમાલ બન્યાં છે. વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહીને સરકાર અને વિપક્ષે ચાલવુ પડશે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાના મુદ્દે તેમણે એમ જણાવ્યું કે,લોકશાહીના મંદિરમાં ભાજપ ભયનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે.સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરી રહ્યુ છે. સરકાર જો મનફાવે તેવા નિર્ણયો એજન્ડા વિના લાવી શકતી હોય તો સડી રહેલી ૨૫ લાખ મગફળીની ખરીદીનો નિર્ણય કરાયો હોત તો વિપક્ષ તેને વધાવી લેવા તૈયાર હતો.