the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચીન અને ઉત્તર કોરિયા ૭૦ વર્ષથી એક-બીજાના મિત્ર

ચીન અને ઉત્તર કોરિયા ૭૦ વર્ષથી એક-બીજાના મિત્ર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉનના ચીન પ્રવાસને અમેરિકાની રણનીતિના ભાગ રૂપે જોવામા આવી રહ્યો છે. કોરિયાનું બે ભાગમાં જ્યારે વિભાજન થયું ત્યારે ઉત્તર કોરિયામાં કિમની સરકાર બનાવવા માટે ચીને મદદ કરી હતી. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે ૭૦ વર્ષ જૂનો સંબંધ છે. ચીન અને ઉત્તર કોરિયાના સંબંધ જેટલી જૂની ઉત્તર કોરિયા અને અમેરિતાની દુશ્મની છે. કોરિયાના વિભાજન બાદ અમેરિકાએ ઉત્તર કોરિયા સામે ક્યારેય જોયુ નથી. પરંતુ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ત્યારે ચીન ઉત્તર કોરિયાની બાજુમાં અડગ થઈને ઉભુ રહ્યુ હતું. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે એક સંધિ પણ કરવામાં આવી છે. તો બીજી બાજુ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ સંધિ કરવામાં આવી છે. ઉત્તર કોરિયા પર અમેરિકા હુમલો કરે તો ચીન ઉત્તર કોરિયાની મદદ કરશે. તો દક્ષિણ કોરિયા પર કોઈ હુમલો કરે તો અમેરિકા તેની મદદ કરશે. ગત્ત વર્ષે આ સંધિની સમય મર્યાદા વધારીને ૨૦૨૧ સુધી કરી દેવામાં આવી હતી. મહત્વનું છેકે ગત્ત દિવસે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ સતત વધ્યો હતો. અમેરિકાની અનેક ચેતાવણી બાદ કિમ જોગે પરમાણુ પરિક્ષણ શરૂ રાખ્યું હતું.ઉત્તર કોરિયાના સરમુખ્યત્યાર કિમ જોંગ ઉન રવિવારથી બુધવાર સુધીની ચાર દિવસની ચીનની મુકાલાતે પહોંચ્યાં છે. જ્યાં કિમ જોંગ ઉને ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન જોંગે પરમાણું પ્રસાર રોકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બદલામાં ચીને ઉત્તર કોરિયા સાથે સંબંધો વધુ મજબુત કરવાનો વાયદો કર્યો છે.૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ કિમ જોંગ ઉનનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આ મુલાકાતને અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે થવારી વાતચીતની તૈયારીના રૂપમાં જોવામાં આવી રહી છે. કિમ જોંગ ઉન અને શી જિનપિંગના હાથ મિલાવતા ફોટા પણ સામે આવ્યાં છે. કિમ જોંગ ઉન પ્લેન મારફતે નહીં પરંતુ ટ્રેન દ્વારા ચીન પહોંચ્યાં હતાં.ચીનની સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુંસાર કિમ જોંગ ઉને કહ્યું હતું કે, દિવંગત રાષ્ટ્રપતિ કિમ ૨ સુંગ અને જનરલોઅ સેક્રેટરી કિમ જોંગ ૨જાની ઈચ્છા અનુંસાર અમે પ્રાયદ્વીપમાં પરમાણું પ્રસાર પર લગામ કસવા પ્રતિબદ્ધ છીએ. ઉત્તર કોરિયા અમેરિકા સાથે વાતચીત કરવા ઈચ્છુક છે. તેનાથી શાંતિ અને સ્થિરતા યથાવત રાખવામાં મદદ મળશે.ત્યાર બાદ શીએ કિમને કહ્યું હતું કે, આપણી પારંપારિક મિત્રતા આગળ વધવી જોઈએ અને વિકસિત થવી જોઈએ. અમારી રણનૈતિક ઈચ્છા છે કે બંને દેશોના સંબંધો આગળ વધે.ક્યોદો ન્યૂઝએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આ અધિકારી બેઈજીંગ અને પ્યોંગયોગ વચ્ચે સંબંધો સુધારવાના હેતુસર ચીન પહોંચ્યાં છે, જે ગત વર્ષે ઉત્તર કોરિયાના પરમાણું પરિક્ષણ અને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે તણાવપૂર્ણ બન્યાં હતાં. કિમ જોંગ ઉને ઉત્તર કોરિયા જવાનું આમંત્રણ પણ સ્વિકારી લીધું છે.દક્ષિણ કોરિયાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધોની આ ઉષ્મા અમેરિકા સાથેની વાતચીત માટે સકારાત્મક બાબત છે.ઉલ્લેખનીય છે કે, જ્યારે કિમ જોંગ ઈલ ચીનના પ્રવાસે જતાં હતાંમ ત્યારે પણ તેમના પરત ફર્યા બાદ જ તેમની આ મુલાકાતની જાહેરાત કરવામાં આવતી હતી. ઈલ પોતાની ખાનગી ટ્રેનમાં જ ચીન અને રશિયાની મુલાકાત લેતા હતાં. એ પણ અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિમ જોંગ ઈલ વિમાન મારફતે વિદેશ પ્રવાસ કરતા ન હતાં, કારણ કે તેમની સુરક્ષાને ખતરો રહેતો હતો. જોકે તેમના પુત્ર કિમ જોંગ ઉન્ને સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને અનેકવાર પ્લેનમાં બેઠેલા હોય તેવા ફોટો અનેકવાર સામે આવી ચુક્યાં છે. જોકે ૨૦૧૧માં પિતાના નિધન બાદ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી તેઓ દેશની બહાર ગયા નથી.૨૦૧૧માં નોર્થ કોરિયામાં સત્તા પર આવ્યા બાદ સરમુખત્યાર કિમ જોંગ ઉન પહેલીવાર દેશની બહાર ગયા છે. કિમ જોંગ ઉન ટ્રેનમાં બેસીને તેમના સૌથી ખાસ મિત્ર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા પહોંચ્યાં છે. આ મુલાકાત એક ઐતિહાસીક બાબત છે. કારણ કે કિમ જોંગ ઉન થોડા જ સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિમ અમેરિકા સાથેની મુલાકાત પહેલા જ ચર્ચા માટે ચીન ગયાં છે.જેવો અમેરિકા સાથેની મુલાકાતનો તખ્તો ગોઠવાયો તેવા જ કિમ ચીનના પ્રવાસે ગયાં. કિમે છે કે, તે અમેરિકા સાથે વાતચીત કરવા અને બંને દેશો વચ્ચે એક શિખર સમ્મેલન માટે તૈયાર છે. આ દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઉત્તર કોરિયા આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. જેને શીએ સ્વિકારી પણ લીધું છે.
પરંતુ કોઈ જ જાહેરાત વગત એકદમ જ અને ગુપ્ત રીતે કિમ જોંગ ઉનનું ચીન પહોંચવું, તેની અમેરિકા માટે નવી રણનીતિનો ભાગ માનવામાં આવે છે. ચીનની મુલાકાત બાદ નોર્થ કોરિયાના અમેરિકા પ્રત્યેના વલણમાં શું ફેરફાર આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે. ચીન અને ઉત્તર કોરિયાની મિત્રતા ૭૩ વર્ષ જુની છે. જાપાનની ગુલામીમાંથી આઝાદી મળી તે પહેલા જ ચીન કોરિયાના કમ્યૂનિસ્ટ સંગઠન અને તેના નેતા કિમ ઈલ સંગ કે જે કિમ જોંગ ઉનના દદા હતા, તેનો સાથ આપતું આવ્યું છે.કોરિયાના બી ભાગ કરવામાં અને ઉત્તર કોરિયામાં કિમ ઈલની સરકાર બનાવવામાં પણ ચીનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ચીન અને ઉત્તર કોરિયાની મિત્રતા જેટલી જુની છે, એટલી જ જુની અમેરિકા અને ઉત્તર કોરિયાની દુશ્મનાવટ છે. કોરિયાના વિભાજન બાદ જ અમેરિકાને કિમ ખાનદાર આંખના કણાની જેમ ખુંચી રહ્યું છે.ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે એક સંધી પણ થઈ છે, જે પ્રમાણે કોઈ અન્ય દેશ ચીન કે ઉત્તર કોરિયામાંથી કોઈના પર પણ હુમલો કરે તો બંને દેશોએ તુરંત જ એકબીજાનો સહયોગ કરવો પડશે. થોડા સમય પહેલા જ આ બંને દેશોએ આ સંધિની સમયમર્યાદા વધારી.કેટલાક જાણકારોનું કહેવું છે કે, કિમની આ મુલાકાતથી એક વાત સ્પષ્ટ છે કે, તે દબાણમાં છે. ચીને કિમ પર બેઈજિંગ આવવાનું દબાણ બનાવ્યું છે. જાણીતા પુસ્તક ‘ન્યુક્લિયર શોડાઉન’ ના લેખક ગોર્ડોન ચાંગના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચીને કિમ પર ખુબ જ દબાણ બનાવ્યું હતું. અચાનક બેઈજિંગ પહોંચવાનું કારણ એક જ છે કે ચીને તેમને આવવા જણાવ્યું છે.દુનિયાભરમાંથી અલગ-થલગ પડી ચુકેલા ઉત્તર કોરિયા માટે ચીન જ એકમાત્ર તેનો સહારો હતો, પરંતુ કેટલાક વર્ષોમાં બંને દેશોના સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. ચીન અને રશિયાએ ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું સમર્થન કર્યું હતું.ચીને તાજેતરમાં જ ઉત્તર કોરિયાને ઓઈલ સહિતના અન્ય ઈંધણની સપ્લાઈ રોકી દીધી હતી. ત્યાર બાદ કિમ જોંગ માટે મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ હતી. આમ અગાઉથી જ અનેક આંતરરાષ્ટ્રિય પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયા માટે ચીન જ સૌથી મોટું ઈંધણ તેલનું સહાયક છે.ચીને નવેમ્બર મહિનામાં ઉત્તર કોરિયાના લોખંડ, કોલસો અને કાચની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ ઉત્તર કોરિયા માટે અમેરિકાના પ્રતિનંધો કરતા પણ વધારે અસરકારક સાબિત થયો. ચીન દ્વારા લાગવવામાં આવેલા આ પ્રતિબંધથી કિમના સાશનના પાયા હચમચી ઉઠ્યાં હતાં. ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા સંકોચાઈ ગઈ. આ જ અર્થવ્યવસ્થામાંથી તેને પોતાના પરમાણું અને મિસાઈલ ડેવલપમેન્ટ કાર્યક્રમો માટે પણ નાણાં ખર્ચવાના હતાં.ચાંગના જણાવ્યા પ્રમાણે, કિમ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાયે સાથે આવતા મહિને જ મળશે. ત્યાર બાદ તે મે મહિનામાં અમેરિકા જશે. જેથી ચીનને લાગ્યું કે, આમ થવાથી તે આ વિસ્તારમાં કુટનૈતિક રીતે તો હાંસિયા પર ધકેલાઈ રહ્યું છે. માટે ચીને કિમને મળવા આવવાનું આમંત્રણ મોકલ્યું.કિમની આ મુલાકાતથી એક વાત તો નિશ્ચિત છે કે, તે ટ્રમ્પને મળતા પહેલા ચીનની મંજૂરી લેવા અને તેની સલાહ લેવા તૈયાર છે.ન્યુયોર્ક ટાઈમ્સે ઉત્તર કોરિયાના મુદ્દે ચીનની મુખ્ય એક્સપર્ટ યાંગ શિયુ કહે છે કે, આ મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ છે કે, કિમ જોંગ ઉન ચીન સાથે ખરાબ થયેલા સંબંધો સુધારવા માંગે છે. ચીનના દબાણની જ અસર છે કે, કિમ તેમના પરમાણું હથિયારોનો બિલકુલ નાશ તો નહીં પણ આ કાર્યક્રમને અટકાવવાની શક્યતા પર વાતચીત માટે તૈયાર થઈ ગયું છે.