છત્તીસગઢમાં સુરક્ષાદળો મેળવી મોટી સફળતા, ૧૦ નક્સલી ઠાર કર્યા

 

તેલંગાણા અને છત્તીસગઢ બોર્ડર સ્થિત બીજાપુર જિલ્લામાં પુજારી-કાંકેર પાસે નક્ષલવાદીઓની પ્રવૃત્તિ ચાલુ રહેલ છે. આજે સુરક્ષા જવાનોએ એક ઓપરેશન હાથ ધરેલ, તે દરમિયાન ૧૦ નક્સલીઓને ઠાર માર્યા ગયા હતા નક્સલ વિરોધી અભિયાનમાં સ્પેશ્યલ ડીજી ડીએમ અવસ્થીએ શુક્રવારે સવારે આ જાણકારી આપી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે, તેલંગાણાની ગ્રેહાઉન્ડ્‌સ અને છત્તીસગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા મળી હતી. જો કે નક્સલીઓ સામેના આ અભિયાનમાં એક ગ્રેહાઉન્ડ જવાન પણ ઘાયલ થયો છે.