જના સ્મોલ ફાયનાન્સ બેન્કે કામગીરીનો પ્રારંભ કર્યો, નાણાકીય સમાવેશીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખશે

• ૨૦૧૯ સુધીમાં ૫૦૦ બેન્કિંગ આઉટલેટ્‌સ સ્થાપવાની યોજના
• બેન્કિંગ સુવિધા ન ધરાવતા ગ્રામિણ વિસ્તારોમાં નવા બેન્કિંગ આઉટલેટ્‌સ સ્થાપવા ઉપર તેમજ વર્તમાન ૪.૫ મિલિયનથી વધુ ગ્રાહકોના આધાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે

બેંગ્લોર, ૨૯ માર્ચ ૨૦૧૮ઃ જના સ્મોલ ફાયનાન્સ બેન્કે (ભારતની ટોચની માઈક્રો ફાયનાન્સ કંપની જે પહેલા જનાલક્ષ્મી ફાઇનાન્સિયલ સર્વિસ તરીકે ઓળખાતી) આજે પોતાની બેન્કિંગ કામગીરીનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સુધી પોતાની પહોંચ વિસ્તારવા માટે શરૂઆતમાં ૧૮ રાજ્યોમાં જના બેન્કની ૧૯ શાખાઓ ખોલવામાં આવશે તથા જૂન ૨૦૧૮ સુધીમાં ૨૦૦ બેન્કિંગ આઉટલેટ્‌સ વિકસાવવામાં આવશે, જેમાં બેન્કિંગ સુવિધા ન ધરાવતા ૨૫ ટકા જેટલાં ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવાશે.
જના બેન્ક ગ્રાહકોના વિશાળ આધાર ધરાવે છે અને તેની મોટાભાગની ઓફરિંગ્સ ડિજિટલ રીતે સક્ષમ છે તેમજ બેન્ક પોતાની મુખ્ય વ્યુહરચના તરીકે નાણાકીય સમાવેશીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખશે. જના જૂથના ચેરમેન શ્રી રમેશ રમાનાથને જણાવ્યું હતું કે, “જના ગ્રુપનું પ્રાથમિક વિઝન નાણાકીય સમાવેશીકરણ રહ્યું છે. એકંદરે નાણાકીય સમાવેશીકરણ સામેના અવરોધો દૂર કરવા અને બેન્કની શરૂઆતના પ્રારંભિક તબક્કામાં જ મજબૂત તકો ઉભી કરવા તેમજ ઝડપી પરિણામો મેળવવા માટે ડિજિટલ ક્ષમતાઓ સાથે બેન્કિંગ કામગીરીનો અમે પ્રારંભ કરી રહ્યાં છીએ. અમારા બ્રાન્ડના વિઝન ’લીખો આપણી કહાની’ દ્વારા અમે લાખો લોકોની પડખે ઉભા રહ્યા છીએ અને લોકોને નાણાકીય રીતે સમૃદ્ધ થવામાં તેમજ તેમના ભવિષ્ય નિર્માણમાં તેમને સહાયરૂપ બન્યા છીએ.”

જના બેન્ક મોટાભાગની એમએફઆઈ શાખાઓને સંપૂર્ણ બેન્કમાં પરિવર્તિત કરશે અને ૨૦૧૯ના અંત સુધીમાં ભારતભરમાં ૫૦૦થી વધુ આઉટલેટ્‌સ સાથે ગ્રાહકોને સેવા પૂરી પાડશે.
આ વિશેષ પ્રસંગે જના સ્મોલ ફાયનાન્સ બેન્કના એમડી તેમજ સીઈઓ શ્રી અજય કનવલે કહ્યું હતું કે, “૧૪૦૦૦ જના કર્મચારી પરિવાર વતી હું અમારા ગ્રાહકો, રોકાણકારો, નિયમનકારો દરેકનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. આપણી પાસે મજબૂત અને વિશિષ્ટ ફ્રેન્ચાઇઝીની રચના કરવા માટે પૂરતાં કૌશલ્યો, સિસ્ટમ અને પ્રોડક્ટ્‌સ છે કે જેનાથી બેન્કિંગ સુવિધા ન ધરાવતા લોકોને વિશ્વસ્તરીય સંચાલન અને અમલીકરણથી સેવા પૂરી પાડવી શક્ય છે.”