જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર

જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર

માઇક્રોસોફ્ટના સહસ્થાપક ૯૦ અબજ ડોલર સાથે બીજા ક્રમાંકે

બર્કશાયર હેથવે વડા બફેટ ૮૪ અબજ ડોલરની સંપત્તિની સાથે ત્રીજા સ્થાને રહ્યા : ફોર્બ્સની દુનિયાભરના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી દેવાઈ સાથે ત્રીજા સ્થાને રહ્યા : ફોર્બ્સની દુનિયાભરના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી દેવાઈ
એજન્સી દ્વારા નવી દિલ્હી,તા. ૭
ફોર્બ્સ મેગેઝિન દ્વારા અબજોપતિની યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. વિશ્વના સૌથી અમીર યાદીમાં આ વખતે એમેઝોનના સીઈઓ જેફ બેજોસ રહ્યા છે. ફોર્બ્સ મુજબ જેફ બેજોસની કુલ સંપત્તિ આશરે ૧૧૨ અબજ ડોલર નોંધાઈ છે. ફોર્બ્સ તરફથી જારી કરવામાં આવેલી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાની હજુ ટોપ ૧૦માં સ્થાન મેળવી શક્યા નથી. જેફ બેજોસ ઇ કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અને સીઈઓ છે. તેમના અમીર બનવાની પાછળ એમેઝોનના વેલ્યુએશનમાં થયેલા અનેક ગણા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. બેજોસની કંપની એમેઝોનની માર્કેટ વેલ્યુ આશરે ૭૨૭ અબજ ડોલર છે. ૧૦ વર્ષ પહેલા એમેઝોનની માર્કેટ વેલ્યુ ૨૭ અબજ ડોલર હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ કોમર્સની દુનિયામાં ઝડપથી વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપે એમેઝોનની માર્કેટ વેલ્યુ વધીને ૭૨૭ અબજ ડોલર થઈ ગઈ છે. આ દ્રષ્ટિથી ૧૦ વર્ષમાં એમેઝોનની માર્કેટ વેલ્યુમાં આશરે ૨૭ ગણો વધારો થયો છે. આ પહેલા બ્લૂમબર્ગ પણ સૌથી અમીર લોકોની યાદીમાં બેજોસને સૌથી ઉપર રાખી ચુકવામાં આવ્યા છે. જેફ બેજોસ અબજો પતિની યાદીમાં પ્રથમ સ્થાન ઉપર છે. દુનિયાના ત્રણ સૌથી અમીર લોકોમાં ત્રણેય અમેરિકાના છે. આ યાદીમાં બિલ ગેટ્‌સ ૯૦ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. જ્યારે વારેન બફેટ યાદીમાં ૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. ફાન્સના બર્નાડ આર્નોલ્ટ યાદીમાં ચોથા સ્થાને છે. તેમની સંપત્તિ ૭૨ અબજ ડોલર આકવામાં આવી છે. ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગની સંપત્તિ ૭૧ અબજ ડોલર નોંધાઈ છે અને તેઓ સૌથી અમીર લોકોની યાદીમાં વિશ્વમાં ૫ સ્થાને છે. સૌથી અમીર લોકોની યાદીમાં બીલ ગેટ્‌સ બીજા સ્થાને છે. બિલ ગેટ્‌સની સંપત્તિ ૯૦ અબજ ડોલર નોંધાઈ છે. અમેરિકાના અબજો પતિની યાદીમાં વધારો નોધાયો છે. દુનિયાભરમાં ઈ કોર્મસ કારોબાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આનો સૌથી વધારે ફાયદો એમેઝોન અને જેક બેજોશને થયો છે. ફોર્બ્સ દ્વારા યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. એમેઝોનના સીઈઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જેફ બેજોસે સંપત્તિનો જે રેકોર્ડ બનાવ્યો છે તેનાથી તમામ લોકો ચોકી ગયા છે. તેમની સંપત્તિનો આંકડો ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી ગયો છે. જેફ બેજોસની કુલ સંપત્તિની સરખામણી અમેરિકાના નાગરિકોની કુલ સંપત્તિ સાથે કરવામાં આવે તો તે આશરે ૨૩ લાખ લોકોની સંપત્તિ બરોબર છે. બેજોસે ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે. માઈકોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સ અને બર્કશિયર હૈથવેના સીઈઓ વારેન બફેટને પાછળ છોડીને તેઓએ નવો રેકોર્ડ સર્જયો છે. બેજોસની સંપત્તિ ગયા વર્ષે ૭૩ અબજ ડોલર હતી. એમેઝોનના શેરની કિમતમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી અબજોપતિઓનું પ્રભુત્વ આ વખતે પણ જોવા મળ્યું છે.