ટાઈગર શ્રોફે હાઈ ફીવર… ડાન્સ કા નયા તેવરના સેટ્સ પર સેલ્ફ- ડિફેન્સના ક્લાસ લીધા!

ટાઈગર શ્રોફે હાઈ ફીવરડાન્સ કા નયા તેવરના સેટ્સ પર સેલ્ફડિફેન્સના ક્લાસ લીધા!

Or

ટાઈગર શ્રોફનો સેલ્ફડિફેન્સ માટે પ્રથમ નિયમ: નેવર ફિયર

 

દર્શકો સાથે અદભુત કેમિસ્ટ્રી જમાવતાં &TVપર નવોનક્કોર ડાન્સ રિયાલિટી શો હાઈ ફીવર… ડાન્સ કા નયા તેવર!માં દરેક વીતતા સપ્તાહ સાથે સ્પર્ધા કપરી બની રહી છે. આ સપ્તાહમાં સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે બીજું કોઈ નહીં પણ ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટણી આવ્યાં હતાં. ટ્રોફીની નિકટ આવી રહ્યા છે તેમ સ્પર્ધકો અદભુત પરફોર્મન્સ આપી રહ્યા છે, જેને લીધે જજો અને દર્શકો પણ મંત્રમુગ્ધ છે.

હમણાં અત્યંત પ્રતિભાશાળી જોડી ઐશ્વર્યા માધવ અને ચૈત્ર શેટ્ટીએ એવો ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યો કે ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટણી મંત્રમુગ્ધ બની ગયાં હતાં. ટાઈગર શ્રોફ માર્શલ આર્ટસમાં તાલીમબદ્ધ છે અને તેની ફિલ્મોમાં જાતે એકશન સ્ટંટ્સ કરવા માટે ઓળખાય છે. તેને ઐશ્વર્યાએ અમુક સેલ્ફ- ડિફેન્સ મુવ્ઝ ચૈત્રાને શીખવવા માટે વિનંતી કરી હતી.

ટાઈગરે તરત જ સંમતિ આપી હતી અને સર્વ સ્ત્રી સ્પર્ધકોને માર્શલ આર્ટસનો ક્રેશ કોર્સ આપ્યો હતો. આરંભમાં ટાઈગર તેના મુવ્ઝ બતાવવા માટે આસપાસ સ્વયંસેવકોની તલાશ કતો હતો, પરંતુ આ એક્ટ માટે દરેકે હોસ્ટ નિતેશ શેટ્ટીને જ નિયુક્ત કર્યો.

ઘરમાં મહિલાઓની શીખવતાં ટાઈગરે કહ્યું, પંચ બે પ્રકારના હોય છે. એક ખોટો હોય છે અને બીજો માર્શલ આર્ટ પંચ હોય છે, એટલે કે, સાચો પંચ હોય છે. ખોટો પંચ તમારી પાસે આવતાં તમને દેખાય છે, પરંતુ માર્શલ આર્ટ પંચની ગતિ જજ કરી શકાતી નથી. ઉપરાંત કોઈ પણ લડાઈ માટે એક સૌથી મહત્ત્વપૂ્ર્ણ નિયમ છે નેવર ફિયર (ક્યારેય ડરવું નહીં). તમારી સામેની વ્યક્તિને પણ બે હાથ અને બે પગ હોય છે, આકાર સાથે કોઈ લેવાદેવા નથી. આથી જો તમે નાના હોય તો પણ ક્યારેય પોતાને ઓછા નહીં આંકશો.

ખરેખર ભારતના આ પ્રથમ સુપરહીરોને સલામ છે. ટાઈગર શ્રોફ તેની અદભુત ડાન્સિંગ કુશળતા માટે અને સ્ત્રીઓને માર્શલ આર્ટસ શીખવા માટે પ્રોત્સાહન આપવાની પોતાની લગની માટે પણ જાણીતો છે.

વધુ જાણકારી માટે જોતા રહો, હાઈ ફીવરડાન્સ કા નયા તેવર, દર શનિવારરવિવારે રાત્રે 9.30, ફક્ત &TVપર!