the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

ટાટા મોટર્સે વાબકો ઈન્ડિયા સાથે કોમર્સીયલ વ્હિકલ્સની સુરક્ષાના ઉકેલો વધુ મજબુત બનાવવા માટે ભાગીદારી કરી

ટાટા મોટર્સે વાબકો ઈન્ડિયા સાથે કોમર્સીયલ વ્હિકલ્સની સુરક્ષાના ઉકેલો વધુ મજબુત બનાવવા માટે ભાગીદારી કરી
પહેલી ઓઈએમ બની જેને એડવાન્સ ડ્રાઈવર આસીસટન્સ સીસ્ટમ્સ ને પ્રીમા એન્ડ સીગ્ના શ્રેણીમાં લગાવી

મુખ્ય વિશેષતાઓ
– પહેલી ઓઈએમ જે કોલીસન મીટીગેશન સીસ્ટમ અને લેન ડિપાર્ચર વોર્નીંગ સીસ્ટમ સોલ્યુશન્સ પુરા પાડશે, જે – કેમેરા અને રડારના સંયોજન પર આધારીત છે, તેને ભારતની કાર્યકારી પરિસ્થિતિ અનુરૂપ તૈયાર કરવામાં આવી છે.
– વધારાની સુરક્ષા ટેક્‌નોલોજીમાં ઈલેક્ટ્રોનીક સ્ટેબીલીટી કંટ્રોલ (ઈએસસી), ઓટોમેટીક ટ્રેકશન કંટ્રોલ(એટીસી) અને હીલ સ્ટાર્ટ એઈડ(એચએસએ)ને પ્રીમા અને સીગ્ના શ્રેણીના ટ્રેક માટે પુરા પાડશે.

મુંબઈ, માર્ચ ૨૯, ૨૦૧૮ : ટાટા મોટર્સનું કોમર્સીયલ વ્હિકલ યુનિટ તેના સુરક્ષાના સુધારા સાથે આગળ વધી રહ્યું છે જે ડ્રાઈવરના આસીસ્ટન્સ સીસ્ટમમાં આધુનિકતા લાવશે જે તેના મધ્યમ અને ભારે કોમર્સીયલ વ્હિકલ્સમાં લગાવવામાં આવશે. આ મહત્વકાંક્ષી ધ્યેય રસ્તા પર થતા અકસ્માતની સંખ્યામાં, વાહનનો સાથોસાથ વસાહત સુરક્ષામાં વધારો કરી, દૃશ્યતા શરતોની વ્યાપક શ્રેણીમાં ઘટાડો કરવા પર કેન્દ્રિત છે.વધારાની કાર્યક્ષમતાની તાકાતની ઓફર દ્વારા સીસ્ટમ્સ ફેરા કરનારાની સંચાલન કિંમતમાં પણ ઘટાડો કરશે. ગત વર્ષે મધ્યમ અને ભારે કોમર્સીયલ વાહનોમાં ઈલેકટ્રોનીક સ્ટેબીલીટી કંટ્રોલ (ઈએસસી) લગાવનાર પહેલા ઓઈએમ બન્યા બાદ, ટાટા મોટર્સે આજે નવી સુરક્ષા ટેક્‌નોલોજીની શ્રેણી ઉપલબ્ધતાની જાહેરાત કરી છે. એડવાન્સ ડ્રાઈવર આસીસટન્સ સીસ્ટમ્સ (એડીએએસ) જે ટાટા મોટર્સ દ્વારા ઓફર કરવામાં આવે છે તેમાં પ્રીમા અને સીગ્મા ટ્રક્સ માટે કોલીસન મીટીગેશન સીસ્ટમ (સીએમએસ) અને લેન ડિપાર્ચર વોર્નીંગ સીસ્ટમ (એલડીડબલ્યુએસ)નો સમાવેશ થાય છે.

વાબકો ઈન્ડિયા સાથે મળીને કામ કરતાં, ટાટા મોટર્સ વાબકોની અગ્રણી ટેક્‌નોલોજીઓને લાગુ કરશે જેને ભારતીય કાર્યકારી પરિસ્થિતિ અનુસાર ખાસ તૈયાર કરવામાં આવી છે. કોમર્સીયલ વ્હિકલ્સમાં થતાં સૌથી સામાન્ય અકસ્માાતોને ધ્યાનમાં રાખીને તેનાથી બચાવી શકાય તેવી ડિઝાઈન તૈયાર કરી છે, જેમાં એડવાન્સ ડ્રાઈવર આસીસ્ટન્ટ સીસ્ટમ સોલ્યુસન્સ વ્હિકલની સુરક્ષામાં, ડ્રાઈવરની આરામદાયકતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. આ ભાગીદારી દ્વારા, ટાટા મોટર્સ પહેલી ઓઈએમ બનશે જે તેના વાહનોમાં ઘણી બધી ચોક્કસ સુરક્ષા તકનીકોને પુરી પાડે છે, જેમાં ઈલેકટ્રોનીક સ્ટેબીલીટી કંટ્રોલ (ઈએસસી), ઓટોટમેટીક ટ્રેકશન કંટ્રોલ (એટીસી), હીલ સ્ટાર્ટ એઈડ (એચએસએ), કોલીસન મીટીગેશન સીસ્ટમ (સીએમએસ), અને લેન ડિપાર્ચર વોર્નીંગ સીસ્ટમ (એલડીડબલ્યુએસ)નો સમાવેશ થાય છે.

આ વિકાસ વિશે વાત કરતાં, શ્રી ગરીશ વાઘ, પ્રેસીડેન્ટ – કોમર્સીયલ વ્હિકલ્સ, ટાટા મોટર્સ લીમીટેડ, જણાવે છે કે, ટાટા મોટર્સ હંમેશા કોમર્સીયલ વ્હિકલ ક્ષેત્રે નવીનતમ પ્રોડક્ટ અને સર્વિસની રજૂઆત દ્વારા બદલાવ લાવવામાં અગ્રણી રહ્યું છે.એડવાન્સ ડ્રાઈવર આસીસટન્સ સીસ્ટમ સોલ્યુશન્સની રજૂઆત એ વધુ એક ઉદાહરણ છે કે કેટલી સારી રીતે અમે ગ્રાહકોને સમજીએ છે અને એવા ઉકેલો પુરા પાડીયે છે જે કંટીગ-એજ સેફ્ટી ક્ષમતાઓ દ્વારા કામ કરનારા અને ડ્રાઈવરોને ફાયદાકારક રહેશે જે અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ કરશે.અમે વાબકોની વૈશ્વિક ટેક્‌નોલોજીની નેતાગીરીને તથા હાલમાં ચાલી રહેલ મધ્યમ અને ભારે કોમર્સીયલ વ્હિકલ્સના પર્ફોમન્સને મજબુત અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતાને ખુબ જ આદાર કરીયે છે. અમને અમારા ગ્રાહકો માટે ટકાઉ મુલ્યો પુરા પાડવમાં મદદ કરે છે, અમે વાબકો સાથે ક્ષેત્રની અગ્રણી સુરક્ષા અને કાર્યક્ષમ ટેક્‌નોલોજીને તૈયાર કરવા માટે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું.

ભાગીદારી વિશે વાત કરતાં, શ્રી એમ.પી.કનીઅપ્પન, વાબકો ઈન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર ઉમેરે છે, ભારતના ગતિશિલ વિકસતા બજાર માટે એડવાન્સ ડ્રાઈવર આસીસ્ટન્સ સીસ્ટમ ધરાવતા વાબકોના ક્ષેત્રના અગ્રણી પોર્ટફોલીયોને રજૂ કરવાની સાથે ટાટા મોટર્સ સાથે અમારી મજબુત ભાગીદારી ચાલુ રાખીને ગર્વ અનુભવીએ છે. એક વૈશ્વિક ટેક્‌નોલોજી અગ્રણી તરીકે, વાબકો ટાટા મોટર્સને નવીનતમ અને અગ્રણી ટેક્‌નોલોજી જે ટકાઉ અને તદ્દન અલગ મુલ્યો ધરાવતી હોય તે પુરી પાડવા માટે આનંદીત છે. તે રસ્તાના અકસ્માતમાં ઘટાડો કરવામાં અને કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો કરવામાં મહત્વનો ભાગ ભજવશે. ટાટા મોટર્સનું વાબકોના એડીએએસનો સ્વિકાર એ પણ ભારતની કોમર્સીયલ વ્હિકલ ક્ષેત્રમાં ઓટોમેટીક ડ્રાઈવીંગની ટેક્‌નોલોજીના રોડમેપ તરફમાં એક મહત્વની સીદ્ધી છે.

એડવાન્સ ડ્રાઈવર આસીસ્ટન્સ સીસ્ટમ (એડીએએસ), મધ્યમ અને ભારે કોમર્સીયલ વ્હિકલમાં સેન્સર પર નભે છે, જેમ કે રડાર અને કેમેરા, જે આગવી વાહનને લગતી અને ચલાવનારની સુરક્ષામાં વધારો કરે છે. ડ્રાઈવરની ભુલો સુધારવામાં મદદ કરે છે, આ સીસ્ટમ જુદા જુદા રોડના ટ્રાફીકની મુશ્કેલીઓને ઓળખવાની ક્ષમતા છે જે ડ્રાઈવર અને વાહનની સુરક્ષામાં વધારો કરશે. વધુમાં, એડવાન્સ ડ્રાઈવર આસીસ્ટન્સ સીસ્ટમને વ્હિકલમાં દાખલ કરવાથી એક સમયની માલસામનની ડિલવરીની ખાતરી કરે છે જે ડ્રાઈવરની આરામદાયકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરે છે તથા અકસ્માતમાં વેડફાતો સમયમાં બચાવ અને તેને લગતા ખર્ચામાં ઘટાડો કરે છે, ઉદાહરણ તરીકે

ભારતના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા ભારતીય એક્સપ્રેસવે અને હાઈવેના અકસ્માતો પર કરવામાં આવેલ સંશોધન જણાવે છે કે રોડ પર મૃત્યુ પામનારના કારણોમાં મોટેભાગે કાબુ ગુમાવવાથી અને પાછળથી અથડાવાથી, અણસમજમાં રોડ છોડવાથી તથા ગાડીની પલટી ખાવાથી થાય છે. ડ્રાઈવરની ભુલમાં મદદ કરવાથી, કોલીસન મીટીગેશન સીસ્ટમ, લેન ડિપાર્ચર વોર્નીંગ સીસ્ટમ્સ તથા ઈલેકટ્રીક સ્ટેબીલીટી કંટ્રોલ ખુબ જ સારી રીતે કોમર્સીયલ વ્હિકલ સુરક્ષાને ભારતીય રસ્તાઓ પરની સુરક્ષામાં મહત્વનો વધારો કરશે.

વાબકો કોલીસન મીટીગેશન સીસ્ટમ (ઓનગાર્ડઆસીસ્ટન) જે ટાટા મોટર્સ દ્વારા રજૂ કરવામં આવી છે, તે ડ્રાઈવરને એકોસ્ટિક, વિઝ્‌યુઅલ અને હોપ્ટિક સંકેતો દ્વારા સંભવિત જટિલ ડ્રાઈવંગ પરિસ્થિતિઓ થી ચેતવે છે. જો ડ્રાઈવર જરૂરી પગલાં લેવામાં અસક્ષમ રહે, સીસ્ટમ ચાલુમાં એક્ટીવ બ્રેકીંગ પુરા પાડે છે અને વાહનને પાછળની તરફથી અથડાતા બચાવવામાં કે તેને ટાળવાથી અટકાવે છે.સીસ્ટમ શક્તિશાળી ૭૭ય્ૐડ રડારનો ઉપયોગ કરે છે જે સીસ્ટમનું દરેક પરિસ્થિતિમાં ઉચ્ચ પર્ફોમન્સ જાડવે છે. તેની ઉચ્ચકક્ષાનું પર્ફોમન્સ નબળા પ્રકાશની પરિસ્થિતિ જેવી કે ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ, આંધળા કરી દે તેવા સુર્યપ્રકાશ અને રાત્રી સમયના ડ્રાઈવિંગમાં ખુબ જ મહત્વના છે, જ્યારે કેમેરા આધારીત સેન્સર્સ જે અન્ય કોલીસન મીટીગેશન સીસ્ટમમાં ઉપયોગ કરવામાં આવે છે તે નબળા હોઈ શકે છે.

કોલીસન મીટીગેશન સીસ્ટમના ખાસ ફાયદોઓમાં સમાવેશ થાય છે :

– નબળી દૃશ્યતા પરિસ્થિતિઓમાં આગળ વધવા, અટકાવવા અને સ્થિર વાહનોની ચેતવણી આપે છે.
– જ્યારે સીસ્ટમ ત્વરીત અકસ્માતને શોધે છે ત્યારે ચાલુમાં એક્ટીવ બ્રેકીંગ અને વાહન ઉભુ રાખવામાં મદદ કરે છે.
– સુરક્ષામાં વધારો કરવા અચાનક પાછળની તરફથી થતા અકસ્માતને ટાળવામાં અને તેને ઓછુ કરવામાં મદદ કરે છે.
– મૃત્યુથી, ઈજાઓ અને અકસ્માતને લગતાં ખર્ચથી બચવામાં મદદ કરે છે.
– અવરોધોને ઓળખવામાં ઉચ્ચ બેન્ડવિથ ચતુરતાને ચાલુ કરે છે.
– અનુભવનાં તમામ સ્તરોમાં ડ્રાઈવરની અસરકારકતામાં સુધારો કરે છે.
– ઓછી જાળવણી અને મરામતની જરૂરીયાતોમાં ઘટાડા સાથે વાહનના અપટાઈમને શ્રેષ્ઠ બનાવે છે.

વાબકો લેન ડિપાર્ચર વોર્નિંગ સીસ્ટમ (ઓનલેનએલર્ટન) જે ટાટા મોટર્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી તે, ગેરકાયદેસર રસ્તો બદલવાનું અટકાવશે, જે કોમર્સીયલ વ્હિકલ્સમાં અકસ્માત થવાનું એક સૌથી સામાન્ય કારણ છે. સીસ્ટમ ફોર્વર્ડ-લુકીંગ, વિંડસીલ્ડ – માઉન્ટેડ કેમેરાનો ઉપયોગ વ્હિકલની લેનમાં સ્થિતિની ગણતરી કરવામાં મદદ કરે છે. જ્યારે ઓનલેનએલર્ટ ઓળખે છે વ્હિકલ જ્યારે સીગ્નલ બતાવ્યા વગર લેન બદલે છે, સીસ્ટમ અવાજ ધરાવતી ચેતવણી આપે છે. આ ડ્રાઈવરને સુધારો કરવા માટે સુચના આપે છે જેથી મહત્વના અથડામણ અને લેન બદલવાને
લીધે થતા અકસ્માત અટકાવી શકાય.

લેન ડિપાર્ચર વોર્નીંગ સીસ્ટમમાં સમાવેશ થાય છે.

– વ્હિકલના ડ્રાઈવરન લેનમાં રહેવામાં મદદ કરે છે.
– લેન માર્કીંગને ઓળખે છે તથા વ્હિકલની સ્થિતિને સમજે છે.
– ડ્રાઈવરને સુધારાના પગલાં લેવા માટે સુચન કરે છે જેથી અણસમજથી લેન બદલાઈ ના જાય.
– મહત્વના અથડામણ અને લેન બદલવાના લીધે થતાં અકસ્માતથી બચવામાં મદદ કરે છે.
– ડ્રાઈવરને તેમની એકાગ્રતાનું સ્તર જાળવવામાં મદદ કરે છે અને વળાંકના સીગ્નલોનો ઉપયોગ કરવા માટે પ્રેરીત કરે છે.