ટાફે – ફ્રોસ્ટ એન્ડ સુલિવન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ લીડરશીપ એવોર્ડ ૨૦૧૮ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક્ટર નિર્માતા

ટાફે – ફ્રોસ્ટ એન્ડ સુલિવન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ લીડરશીપ એવોર્ડ ૨૦૧૮ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક્ટર નિર્માતા

• એન્ટરપ્રાઇઝ ઇન્ટિગ્રેશન એન્ડ ટેકનોલોજી લીડરશીપ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપની

૨૯ માર્ચ, ૨૦૧૮ઃ ટાફે ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડે જાહેરાત કરી છે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ ઇન્ટિગ્રેશન એન્ડ ટેકનોલોજીની બે અલગ-અલગ શ્રેણીમાં તેણે ફ્રોસ્ટ એન્ડ સુલિવન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ લીડરશીપ એવોર્ડ ૨૦૧૮માં ત્રણ એવોડ્‌ર્સ મેળવ્યાં છે. ફ્રોસ્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ લીડરશીપ એવોર્ડ તેના ૧૪માં વર્ષમાં પ્રવેશ્યો છે અને તે એવી કંપનીઓ અને વ્યક્તિગત લીડર્સને સન્માનિત કરે છે કે જે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને આકાર આપી રહ્યાં છે. વિજેતા પ્રોજેક્ટ્‌સ અને વ્યક્તિગત મેન્યુફેક્ચરિંગ લીડર્સને સ્પષ્ટ વ્યાખ્યાયિત શ્રેણીઓમાં ઉપલબ્ધિને જાણકારોની એક પેનલ દ્વારા પસંદ કરવામાં આવે છે, જેઓ સ્પષ્ટ, આકર્ષક મૂલ્ય, રોકાણ ઉપર વળતર અને અન્ય નક્કર પરિણામ પ્રદાન કરે છે.

એવોડ્‌ર્સની વિગતો નીચે મૂજબ :
• ટાફે ડિજિટલલ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે એન્ટરપ્રાઇઝ ઇન્ટિગ્રેશન એન્ડ ટેકનોલોજી લીડરશીપ એવોર્ડ
• ટાફે સપ્લાયર રિસ્ક મેનેજમેન્ટ મોડલ માટે સપ્લાય ચેઇન લીડરશીપ એવોર્ડ
• ટાફે ડિફરેન્શિયલ એન્ગેજમેન્ટ મોડલ માટે સપ્લાય ચેઇન લીડરશીપ એવોર્ડ

ઉલ્લેખનીય છે કે ફ્રોસ્ટ એન્ડ સુલિવન મૂજબ ટાફે અગ્રણી લીડર્સના એક સમૂહનો હિસ્સો છે કે જે વૈશ્વિક મેન્યુફેેચરિંગને આકાર આપી રહ્યું છે.
જૂન, ૨૦૧૮માં યુએસએના કેલિફોર્નિયામાં હંટિંગ્ટન બીચ ઉપર ફ્રોસ્ટ એન્ડ સુલિવન મેન્યુફેક્ચરિંગ લીડરશીપ એવોર્ડના વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે