ડીઆઇડી લિટલ માસ્ટર્સમાં રાની મુખર્જીએ કન્ટેમ્પરરી ડાન્સ સ્ટેપ શીખ્યાં

ડીઆઇડી લિટલ માસ્ટર્સમાં રાની મુખર્જીએ કન્ટેમ્પરરી ડાન્સ સ્ટેપ શીખ્યાં

 

ઝી ટીવીનો લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ડીઆઇડી લિટલ માસ્ટર્સના સ્પર્ધકો જાદૂઇ પર્ફોર્મન્સ દ્વારા દર્શકોને દર સપ્તાહે મંત્રમુગ્ધ કરે છે. આ સપ્તાહ દર્શકો માટે વધુ રસપ્રદ બની રહેશે કારણકે જાણીતી અભિનેત્રી રાની મુખર્જીએ તેમની ફિલ્મ ‘હિચકી’ની સફળતાની ઉજવણી કરવા શોના સેટની મુલાકાત લીધી હતી. શોમાં તમામ સ્પર્ધકોએ પોતાના બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કર્યાં ત્યારે યુવા પ્રતિભા સત્યમ રાયે ‘મેં રહું યા ના રહૂં’ ગીત ઉપર જજ ચિત્રાંગ્દા સિંઘ, સિદ્ધાર્થ આનંદ અને મરઝી પેસ્તોનજીની સાથે-સાથે રાની મુખર્જીને પણ પોતાના અદ્ભુત હાવભાવ અને પર્ફોર્મન્સથી પ્રભાવિત કર્યાં હતાં.

ગાઝિયાબાદના સત્યમ રાયે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યાં બાદ રાની મુખર્જીને સ્ટેજ ઉપર રોમેન્ટિક ડાન્સમાં જોડાવા વિનંતી પણ કરી હતી. સત્યમની અદ્ભુત ડાન્સ સ્ટાઇલથી પ્રભાવિત થઇને રાનીએ તેને કેટલીક કન્ટેમ્પરરી ડાન્સ મૂવ શીખવવા કહ્યું હતું અને તેમણે ભેગા મળીને રાનીની ફિલ્મ ‘હમ તુમ’ના સાંસો કો સાંસો સે ગીત ઉપર ડાન્સ કર્યો હતો. રાનીના કન્ટેમ્પરરી મૂવ્ઝ જોઇને સેટ ઉપર સ્પર્ધકો, જજ સહિતના તમામ લોકો તેમની પ્રતિભા જોઇને પ્રભાવિત થયાં હતાં.

આ સપ્તાહે દર્શકો ડીઆઇડી લિટલ માસ્ટર્સમાં બ્લોકબસ્ટર બચ્ચે કિક સ્ટાર્ટ એપોસિડમાં અભિનેત્રી રાની મુખર્જીનું ‘ડિસ્કો વાલે ખિસકો’ ઉપર સ્વાગત કરશે. ત્યારબાદ શો સ્કીપર્સ બીર, જીતુમોની, વૈશ્ણવી અને તનય રાની મુખર્જીને તેમના લોકપ્રિય ગીતો કભી અલવિદા ના કહેના, તેરા ચહેરા જબ નઝર આયે, મર્દાનીનું મેં તુમકો નહીં છોડુંગી અને સાથીયા ઉપર ડાન્સ પર્ફોર્મ કરશે.

ઝી ટીવી ઉપર શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગે ડીઆઇડી લિટલ માસ્ટર્સ ઉપર રાની મુખર્જીને શોના સ્પર્ધક સત્યમ પાસેથી કન્ટેમ્પરરી ડાન્સના સ્ટેપ શીખતા જૂઓ