ડે ટ્રેડીંગમાં સફળતા મેળવવાની ચાવી

ડે ટ્રેડીંગમાં સફળતા મેળવવાની ચાવી

ડે ટ્રેડીંગ માટેની વ્યૂહ રચના
ડે ટ્રેડીંગ માટેની મૂખ્ય વ્યૂહ રચના
ડે ટ્રેડીંગ માટે પ્રાથમિક વ્યૂહ રચના એ હોઈ શકે કે રોજે રોજ કમાણી થાય અને તેમાં સાતત્ય જળવાઈ રહેવું જોઈએ.
ડે ટ્રેડીંગ માટેની બીજી વ્યૂહ રચના
સ્ટોકના ભાવોની હલચલનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો
શેરના ભાવની હલચલ જેવી કે ખુલતા ભાવ (સવારે જયારે બજાર ખૂલે ત્યારે શેરના પ્રથમ આવેલ ખૂલતા ભાવ) મહત્તમ ભાવ (શેરના દિવસ દરમ્યાન આવેલ ઉંચામાં ઉંચા ભાવ) લગુત્તમ ભાવ (દિવસ દરમ્યાન નીચામાં નીચી સપાટીએ આવેલ શેરના ભાવ)અને છેલ્લે બંધ ભાવ (જયારે બજાર બંધ થાય ત્યારે શેર છેલ્લે જે ભાવથી બંધ રહેલ હોય તે ભાવ)
બીજી એક અગત્યની શરત એ છે કે શેરના ભાવની ચઢઉતર પર ધ્યાન આપો. શેરના ભાવની ચઢઉતર એટલે કેટલા રૂપિયા અને પૈસા શેરમાં ભાવ વધ્યો અને ઘટયો. આ બાબતથી તમને ખ્યાલ આવશે કે કયા ભાવે શેર ખરીદવો અને કયા ભાવે વેચવો. (અથવા તો પહેલાં વેચીને પછી ખરીદવો)
ડે ટ્રેડીંગ કરનાર માટે આ વ્યૂહરચના ઘણી ઉપયોગી છે, પરંતુ ખરેખર તો તમે ખાસ શેર માટે આવતી કાલ માટેએટલે કે બીજા દિવસ માટે કામ કરવા સારું આયોજન કરી શકો છો.
માંગ અને પુરવઠા પર ખાસ ધ્યાન આપો. માંગ અને પુરવઠો એટલે કેટલા ખરીદદાર છે અને કેટલા વેચવામાટે રાજી છે. (જે માંગની સ્થિતિ દર્શાવે છે.) તેમ જ કેટલા વેચનાર છે અને કેટલા ખરીદવા માટે ઉત્સુક છે (તે પુરવઠાની સ્થિતિ દર્શાવે છે.) કાયમ માટે ધ્યાન રાખો કે સ્ટોકના ભાવની હલચલ માંગ અને પુરવઠા ઉપર જ આધારિત હોય છે. (આ બાબત માત્ર સ્ટોક માર્કેટ માટે જ સાચી નથી, સામાન્ય જીવનમાં પણ આમ જ બને છે.) એટલે કે વધારે માંગ અને ઓછો પુરવઠો, મતલબકે ભાવો ઉપર જવા લાગે અને જો પુરવઠો વધારે હોય અને માંગ ઓછી હોય તો ભાવો નીચે આવવા લાગે.
આમ તમે જો આ વ્યૂહ રચનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો તો તમારા ધ્યાનમાં આવશે કે લોકો શેર ખરીદવામાં રસ ધરાવે છે કે વેચવામાં, અને ભાવ પણ તે મુજબ જ હલચલ દર્શાવશે. જો ખરીદદાર વધુ હશે તો ભાવ ઉંચા જશે અને જો વધારે વેચનાર જોવા મળશે તો ભાવ નીચા જશે.
ડે ટ્રેડીંગ વધુ સરળ બનાવો
આપણે જાણીએ છીએ કે જે દિવસે શેર ખરીદાય તે જ દિવસે વેચવા તેને કહેવાય ડે ટ્રેડીંગ અથવા તો ઈન્ટ્રાડે ટ્રેડીંગ. આજે તમે જે ખરીદો છો તે આજે જ વેચવાનું છે અથવા તો આજે તમે જે વેચો છો તે તમારે આજે જ ખરીદવાનું છે, અને ખાસ અગત્યની બાબત તો એ છે કે આ તમારે બજારના સમયે જ (ભારતીય સમય મુજબ ૯.પપ થી ૩.૩૦ દરમ્યાન) વેચવાનું છે.
ડે ટ્રેડીંગના ફાયદા
માર્જીન ટ્રેડીંગ
ડે ટ્રેડીંગમાં તમે તમારી સિલક ઉપર નફો કમાઈ શકો છો એટલે કે તમારી પાસે જે રકમ હોય તે પર તમે વધારે નફાનો ગાળો મેળવી શકો છે તેથી ડે ટ્રેડીંગને માર્જીન ટ્રેડીંગ પણ કહેવામાં આવે છે. માર્જીન ટ્રેડીંગ માત્ર ડે ટ્રેડીંગમાં જ શકય છે, તે ડીલીવરી ટ્રેડીંગમાં શકય નથી. તમે કેટલા વધારાનો નફો (માર્જીન) મેળવી શકો છો તે તમારા બ્રોકર, અથવા તો ઓનલાઈન ટ્રેડીંગ સિસ્ટમ બ્રોકર ઉપર આધારીત છે. કેટલાક બ્રોકર તો ૩, ૪, પ, અને ૬ ગણું વધારાનું માર્જીન ઉપલબ્ધ કરાવે છે.
જો તમે માર્જીન ટ્રેડીંગ કરશો તો તમારે એ જ દિવસે તમારા બધા ટ્રેડ બજારના સમય કરતાં (એટલે કે ૩.૩૦ પહેલાં) સમાપ્ત કરવા પડશે (આનો મતલબ એ કે જો તમે શેર ખરીદ્યા હોય તે તે વેચી દેવા પડશે અને જો તમે શેર વેચ્યા હશે તો ખરીદીને સરભર કરવા પડશે.)
બીજો અગત્યનો લાભ એ છે કે તમારે ડીલીવરી ટ્રેડીંગની સરખામણીમાં ડે ટ્રેડીંગમાં ઓછા બ્રોકરેજ ની(દલાલી) ચૂકવણી કરવી પડે છે. જો કે આ દલાલી દરેક બ્રોકરની અલગ અલગ હોઈ શકે(અથવા તમારી ઓનલાઈન ટ્રેડીંગ અનુસાર હોઈ શકે.)
જો ડે ટ્રેડીંગમાં તમે પહેલાં વેચો અને પછી ખરીદો તો તેને શોર્ટ સેલ કહેવામાં આવે છે જે તમે ડીલીવરી ટ્રેડીંગમાં કરી શકતા નથી. જયારે ભાવ ઘટે છે ત્યારે તમે શેર વેચી શકો છો અને જયારે ભાવો વધારે ઘટે ત્યારે તે ખરીદી શકો છે.
ડે ટ્રેડીંગનો ગેરફાયદો
જેમ ડે ટ્રેડીંંગમાં તમે ટ્રેડીંગ કરવા માટે વધારે રકમ મેળવી શકો છો (જેને માર્જીન ટ્રેડીંગ કહેવામાં આવે છે.) અને વધારે નફો કમાઈ શકો છો, તેની સામે તે હકીકત પણ એટલી જ સાચી છે કે તમો વધારે જોખમ અને વધારે નુકશાન ઉઠાવવા તૈયાર રહો છો.
ગમે તે કિંમતે પણ તમારે તમારી ઓપન પોઝીશન ૩.૩૦ પહેલાં એટલે કે બજાર સમય પુરો થાય એ પહેલાં માંડવાડ કરવી પડે છે. (ખાસ કરીને તમે જો માર્જીન ટ્રેડીંગ કરતા હોય તો) પછી ભલે શેરના ભાવ તમને સાનુકૂળ ન હોય.
ડે ટ્રેડીંગ માટેનાં જરૂરી સાધનો
કોઈ પણ સફળ ડે ટ્રેડર્સને અથવા તો શેરબજારના ટ્રેડીંગ માટે ઘણી શિસ્ત અને નીચે જણાવ્યાં મુજબનાં સાધનો જરૂરી છે. જેથી સાનુકૂળતા વધશે.
ઈન્ટરનેટ સાથેનું પીસી (પર્સનલ કોમ્પ્યુટર) :
જો તમે તમારી જાતે જ ટ્રેડીંગ કરવા ઈચ્છતા હો તો તમારે પીસીની જરુર રહેશે અથવા તો તમે ઈન્ટરનેટ કાફે દ્વારા પણ આમ કરી શકશો. આ ઈન્ટરનેટ કનેકશનની ઝડપ સારી હોવી જોઈએ. ખાસ કરીને ડે ટ્રેડીંગ માટે ઈન્ટરનેટની ધીમી ગતી અથવા તો બીજા કોઈ પ્રશ્નો સાનુકૂળ નહીં આવે.
ઓન લાઈન ટ્રેડીંગ એકાઉન્ટ (ડીકેટ એકાઉન્ટ)
આ માટે તમારે કોઈ પણ બેંક અથવા તો ઓન લાઈન શેર બ્રોકર પાસે શેર ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવવાની જરૂર પડે છે, આ માટે તમે કોઈ બ્રોકરનો સંપર્ક પણ કરી શકો છો.
ટ્રેડીંગ સ્ટોક
ડે ટ્રેડીંગમાં, મોટેભાગે ટ્રેડર્સ ઓછા નફે ખરીદી અને વેચાણ કરવા ઈચ્છે છે અથવા તો તેઓ ઓવર બોટ અને ઓવર સોલ્ડ શેર તરફ નજર રાખે છે.
જયારે તમે ડે ટ્રેડીંગ માટે શેર પસંદ કરો ત્યારે આ બહુજ અગત્યની બાબત ધ્યાનમાં રાખીને નીચે મુજબની મૂળ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
• ભાવની ચંચળતા
•વેચાણનો જથ્થો (વોલ્યુમ)
હવે જોઈએ આ બાબતોનો ઉપયોગ ડે ટ્રેડીંગમાં કેવી રીતે કરવો.
•ભાવની ચંચળતા
ભાવની ચંચળતાનો મતલબ છે, દિવસ દરમ્યાન ભાવની ચઢ ઉતર ખૂબ જ રહે. બીજા શબ્દોમાં કહીએ તો ભાવોમાં અસ્થિરતા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે, તેથી તમારા માટે અલગ અલગ ભાવે ખરીદવું અને વેચવું સહેલું બની જશે. ધારોકે કોઈ શેર ઉપર તરફ ગતિ કરી રહેલ છે, અને નીચે તરફનો ગાળો ખૂબ જ સાંકડો છે તો તમે કયા ભાવે ખરીદશો અને વેચશો. તેથી તમારે એવો જ શેર પસંદ કરવો જોઈએ કે જે ભાવમાં ખૂબ જ ચંચળ હોય.
• જથ્થો (વોલ્યુમ)
વોલ્યુમનો મતલબ ટ્રેડીંગનો જથ્થો. તમે જે શેર ડે ટ્રેડીંગ માટે પસંદ કરો છો તે શેર વધે જથ્થો ધરાવતો હોવો જોઈએ (અથવા તો વધુ વેચાણ થયેલ જથ્થો હોવો જોઈએ)
• આ બાબત શા માટે જરૂરી ?
વધુ જથ્થો એ દર્શાવે છે કે અહીં પ્રવાહિતા વધુ છે. પ્રવાહિતા એટલે કે આ શેરમાં જોરદાર લે વેચ છે અને તેનો મતલબ એ કે લોકો આશેરમાં વેપારમાં વધુ ને વધુ રસ લઈ રહેલ છે. આ તમારા ટ્રેડીંગને વધુ સહેલું બનાવશે. કારણ કે તમને તમારા શેર લેવા અને વેચવા માટે ગમે ત્યારે ભાવની વધુ મોકળાશ મળશે. મોટા વોલ્યુમને કારણે ત્યાં ભાવની ચંચળતા પણ વધુ જોવા મળશે.
ડે ટ્રેડીંગ માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા
નીચે દર્શાવેલા ખૂબ જ અગત્યના મુદ્દાઓ ડે ટ્રેડર્સે હંમેશાં ધ્યાનમાં રાખવા જોઈએ.
પ્રવેશ અને બહાર નિકળવાનો સમય, સ્ટોપ લોસની મર્યાદા, નફાનો લક્ષાંક, તમે નક્કી કરેલ નફો અથવા નુકશાન, વેચાણ માટે નક્કી કરેલ મૂડી, જો શેરમાં તમારી ધારણા કરતાં વિરૂધ્ધ વધારો અથવા ઘટાડો થતો જણાય તો તમે કયાં સુધી આ શેર રાખવા માગો છો વગેરે.
ભારતીય શેર બજાર માટે ડે ટ્રેડીંગના નિયમો
એ બાબત જરૂરી છે કે તમે ખરેખર ટ્રેડીંગ કરો તે પહેલાં તેનો મહાવરો કરો. તેનાં કેટલાંક કારણો નીચે મુજબ છે.
•પ્રથમ વાત તો એ કે તમે જાણી શકો કે તમે કેવી રીતે ખરીદ અને વેચાણ કરશો.અને તમારી ટ્રેડીંગ સિસ્ટમના ઉપયોગ માટેની પુરતી જાણકારી મેળવી શકો.
•તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકો.
•ટ્રેડીંગની બીક ભૂલાઈ જાય. જયારે ટ્રેડીંગ કરો ત્યારે ડરથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.
•તમે ટ્રેડમાં પ્રવેશ કરવા અને અંત લાવવામાં ચપળ રહો. તેનું ખૂબ જ મહત્વ છે કે ટ્રેડમાં પ્રવેશ કરવા અને છોડવામાં તમે પૂરતી ઝડપ રાખો (મતલબ કે ઓપન પોઝીશનમાં)
ડે ટ્રેડીંગમાં રોજ નફો મેળવવા માટેનું માર્ગદર્શન
•એક દમ ટ્રેડમાં કૂદકો ન મારો -રાહ જુઓ અને રૂખ અંગેની પુષ્ટી મેળવો, અને પછી તમારો વેપાર (વેચાણ અથવા ખરીદી) કરવા માટેનું આયોજન કરો. તમને રૂખ અંગેની પુષ્ટી ન મળે ત્યાં સુધી તમે વેપારમાં એક દમ વહેલો કૂદકો ન મારો નહીં તો તે તમારી મૂડીને એટલે કે બેંક બેલેન્સને નકારાત્મક અસરકર્તા થશે.
•કોઈ પણ ટ્રેડમાં લાંબા સમય માટે રોકાઓ નહીં. ધારોકે તમે એક ટ્રેડ કરેલ છે. (ખરીદ કરેલ હોય યા વેચાણ) પરંતુ સ્ક્રીપ ઉપર પણ નથી જતી કે નથી નીચે જતી, તે સ્થીર જેવી જ છે અથવા તો બહુ ધીમે ધીમે તેના ભાવમાં તફાવત દર્શાવી રહી છે, ત્યારે તમારે એ ટ્રેડમાંથી બહાર આવી જવું જોઈએ અને બીજી સ્ક્રીપ માટે વિચાર કરવો જોઈએ. તમે અચાનક આવી પરિસ્થિતિમાં મુકાઈ શકો છો. કે જયારે ઈન્ડેક્ષીસ (એનએસઈ અને બીએસઈ) કોઈ હલચલ ના બતાવે (અથવા તો ખૂબ જ ઓછી હલચલ દર્શાવે). આવા સમયે તમે ટ્રેડમાંથી બહાર આવવા માટે મોકો જુઓ, ધીરજ ગુમાવો નહીં અને નુકશાન સહન ન કરો.
•વોલ્યુમની ચંચળતા જોઈ તમારૂં વલણ બદલો નહીં. કયારેક તમે ખરીદી અથવા તો વેચાણનો જથ્થો જોઈને ટ્રેડમાં પ્રવેશો છો. દા. ત. તમે વધારે ખરીદીનો જથ્થો જોઈને અને પછી વેચાણનો જથ્થો જોઈને શેર ખરીદ્યા, તમે અપેક્ષા રાખો છો કે વધારે લેવાલીને કારણે શેરના ભાવ ઉપર જશે પરંતુ થોડી જ ક્ષણોમાં તમે આનાથી ઉલટી પરિસ્થિતિ નિહાળો છો કે વેચવાલી વધારે છે અને લેવાલી ઓછી છે, અથવા તો લેવાલી અને વેચવાલી બંન્ને ખૂબ જ મોટા પ્રમાણમાં છે અથવા તો તમે લેવાલી અને વેચવાલીનો જથ્થો તમે જે પહેલાં જોએલ તે ઓછો થતો જાય છે. તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, અહીં તમે ભયભીત ન થશો અને તમારા શેર વેચી ન દેશો. રાહ જુઓ અને પરિસ્થિતિનો કયાસ મેળવો,અને આ પછી જ આગળ પગલાં ભરો. આવી પરિસ્થિતિ ઘણી વખત ઉભી થાય છે,પરંતુ જો તમે ચોક્કસ હો તો તમારા શેર ઉપર જ જવાના છે તો પછી તેને વળગી રહો.
•સરકાર તરફથી કંપનીઓના હસ્તાંતર અથવા તો બીજી કોઈ પણ જાહેરાત પર ધ્યાન આપવું.ધારોકે સવારમાં, બજારની શરુઆત પહેલાં તમે સમાચાર જોયા અથવા વાંચ્યા કે કોઈ ભારતીય કંપની પરદેશી કંપનીને હસ્તગત કરી રહેલ છે (અથવા તો પરદેશી કંપનીનો હિસ્સો બની રહી છે), તમે આ જુઓ છો તે સારા સમાચાર છે, સારી બાબત છે આ ભારતીય કંપની માટે. પરંતુ આ હસ્તાંતરની જે રકમ છે તે અપેક્ષા કરતાં ઘણી ઓછી છે તો આ સારા સમાચાર ખરાબ સમાચારમાં પરિણમશે. આ કંપનીના શેર તૂટવાની શરુઆત થશે. તેથી તમારે ટ્રેડ કરવાનું નથી અને આ શેર ખરીદવાના નથી, થોભો અને પરિસ્થિતિનો અભ્યાસ કરો કે બજાર અને બીજા લોકો આવા શેરને કેવો રિસ્પોન્સ આપે છે. અને તમે એક વખત પરિસ્થિતિ સમજી શકો આ પછી ટ્રેડની શરુઆત કરો. તેથી પ્રથમ તો બજાર આગળ કયાં જઈ રહેલ છે તે જુઓ અને પછી કાર્યરત થાઓ.
સરકારની જાહેરાત
સરકારની જાહેરાત આધારિત તમારા વેપારનો વ્યૂહ નક્કી કરતાં પહેલા ખૂબ જ સાવધ રહેવું. દા. ત. સરકારે વ્યાજદરમાં કોઈ વધારાની જાહેરાત કરી,તો તે બેંક શેર માટે સારા સમાચાર છે અને તેથી બેંક શેરના ભાવ વધશે, પરંતુ જો સરકારે ફરી એક વાર ટૂંકા ગાળામાં જ વ્યાજના વધારાની જાહેરાત કરી જે અગાઉની જાહેરાત સાથે સંલગ્ન હોય તો (આ સમય એક, બે અથવા ત્રણ માસ માટે હોઈ શકે) ત્યારે આ સમાચાર બેંક સ્ટોક માટે ખરાબ ગણી શકાય. અને આ કારણે બેંક શેરના ભાવમાં ટ્રેડીંગ સમયમાં ઘટાડો આવી શકે. તેથી સમાચારનો અભ્યાસ કરો અને તેનું વિશ્લેષણ કરો અને છેલ્લે બજારની હલચલનું પણ અવલોકન કરો અને આ પછી વેપાર પડતો મુકો કે વેપાર કરો, તમે સફળ થશો.
ભારતીય બજારોમાં ડે ટ્રેડીંગ કરવા માટેનો સ્રોત
•ફાઈનાન્સીઅલ ન્યુઝપેપર જેવાં કે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, ઈકોનોમિક્સ ટાઈમ્સ, ધી ઈકોનોમિક રેવલ્યૂશન વગેરે વાંચો. જો શકય હોય તો તેમાંથી અગત્યના મુદ્દા, કોઈ ખાસ સમાચાર, કંપનીના નામ સાથે નોંધી રાખો અને પછી આ બાબત પર દિવસ દરમ્યાન નજર રાખો.
•જો શકય હોય તો શેર બજાર પર આધારીત ટીવી ચેનલ જેવી કે ઝી બિઝનેસ, સીએનબીસી વગેરે પણ જુઓ. આ ચેનલ પર તમને બધા શેરની પરિસ્થિતિ, તેના ભાવની હલચલ વગેરેનો પુરો ખ્યાલ આવશે તેમ જ બજાર (બીએસઈ, એનએસઈ)ની પરિસ્થિતિનો પણ ખ્યાલ આવશે. અને જો દિવસ દરમ્યાન કોઈ બ્રેકીંગ ન્યુઝ આવે તો સંબંધિત કંપનીઓ ઉપર ધ્યાન રાખવું અને તેને ઝડપી લેવાનું વધુ સાનુકૂળ બનશે.
•આ ઉપરાંત કેટલીક શેર માર્કેટ આધારીત વેબસાઈટ પણ કાયમ માટે તાજા સમાચાર, બજારની પરિસ્થિતિ, શેર બજારની રૂખ, બ્રેકીંગ ન્યુઝ અને કંપની અથવા તો સરકાર તરફથી થયેલ બીજી જાહેરાતો કે જે શેરબજારને અને સંબંધિત કંપનીઓને અસરકર્તા નિવડી શકે તે અંગે જાણકારી આપતી હોય છે.તેથી ટ્રેડની શરુઆત કરતાં પહેલાં આવી વેબસાઈટ જુઓ અને પરિસ્થિતિનો અભ્યાસ કરો અને બધું બરાબર છે તે પણ ચકાસો અને શકય હોય તો દિવસ દરમ્યાન આ માહિતિ મેળવતા જ રહો. બજારના છેલ્લા સમાચાર , દૈનિક ધોરણે સ્ટોકની પરિસ્થિતિ અને છેલ્લામાં છેલ્લા શેર માર્કેટની પરિસ્થિતિની જાણકારી રાખો કે જે તમારા ટ્રેડને અસરકૃત થઈ શકે છે અને પછી કાર્યની શરુઆત કરો.
•તેથી ટૂંકમાં કહીએ તો તમારા વેપારની શરૂઆત કરતાં પહેલાં તમારે નાણાકીય બજારના તાજા સમાચારથી વાકેફ રહેવું અને શકય હોય તો મહત્વના અને અસરકર્તા સમાચાર અને તે સંબંધિત કંપનીઓની નોંધ કરી લેવી અને દિવસ દરમ્યાન તે શેર અને વેપાર પર ધ્યાન રાખવું.
ડે ટ્રેડર્સ માટે ખાસ ખાનગી સલાહ
કયારેય એક જ સેકટરમાં તમારાં તમામ નાણાં રોકશો નહીં, તમારા શેરને વિવિધ સેકટરમાં રોકો,આ બાબત કોઈ એક ક્ષેત્રમાં ઘટાડો થાય તો પણ તમારા પૈસાનું રક્ષણ કરશે કારણ કે તમે બીજા ઉપર જતા સેકટરમાંથી પૈસા બનાવી શકશો. અહીં, આઈટી,ફાર્મસી, બેંકીંગ, સ્ટીલ, પેટ્રોલ અને તેલ, બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો જેવાં ઘણાં ક્ષેત્રો ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરી રોકાણ કરો.
ડે ટ્રેડીંગ ટીપ્સ
•તમારા ડે ટ્રેડીંગ માટે આયોજન કરો અને સ્ટોપલોસને ચૂસ્તપણે અનુસરો.
•તમારી લાગણીઓ ઉપર કાબૂ રાખો અને એક જ દિવસમાં ખૂબ મોટો નફો કમાવી લેવા પ્રયત્ન ન કરો.
•તમે સહન કરી શકો તેટલા નુકશાનની મર્યાદા બાંધો, તેથી વધુ નુકશાનનું જોખમ ન ઉઠાવો.
•ખરીદી પહેલાં વોલ્યુમ ખાસ તપાસો.
•કયારેય ઓવર ટ્રેડીંગ (ગજા બહારનો વેપાર) ન કરો.