તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર

કૃષિ મંત્રી આર સી ફળદુએ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જે અંગે વિધાનસભા દરમિયાન નીતિન પટેલે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તુવેરની ટેકાના ભાવે 40 કેન્દ્રો પરથી 1.28 મેટ્રિક ટન ખરીદી કરશે.

આ અંગે જાહેરાત કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે સરકારે આ અગાઉ કપાસની ટેકાના ભાવે ખરીદી કરી હતી. હાલના સંજોગોમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવ કરતાં વધું હોવાથી હાલ કપાસની ખરીદી ચાલુ નથી.

ચોક્કસ પ્રક્રિયા અને કૃષિ વિશેષજ્ઞોના મતને આધારે સરકાર ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકારના સારા સહયોગથી સરકારે મગફળીની પણ વિશેષ ખરીદી ટેકાના ભાવે કરી હતી, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.