the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ત્રિપુરામાં ભાજપે શૂન્યમાંથી સર્જન કર્યું

ત્રિપુરામાં ભાજપે શૂન્યમાંથી સર્જન કર્યું

ઈશાન ભારતના આઠ રાજ્યોમાં ત્રિપુરા ડાબેરીઓનો ગઢ ગણાતો હતો. પરંતુ ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે ત્રિપુરામાં ભાજપે ૨૫ વર્ષ જૂના ત્રિપુરાના લાલ કિલ્લાને ધ્વસ્ત કર્યો છે. ત્રિપુરામાં ભાજપની જીતથી ડાબેરીઓને આંચકો લાગ્યો છે અને રાજકીય વર્તુળોમાં ભાજપના શૂન્યમાંથી અહીં થયેલા સત્તા પ્રાપ્તિના સર્જન પર આશ્ચર્ય પણ વ્યક્ત થઈ રહ્યું છે. પરિણામો બાદ હવે ત્રિપુરામાં ભાજપની જીતના કારણોની ચર્ચાઓ શરૂ થઈ છે.ઈશાન ભારતના આઠ રાજ્યોમાં ત્રિપુરા વિધાનસભાના ચૂંટણી પરિણામો અલગ અને આગવા બંને છે. અહીં ભાજપે ડાબેરીઓનો લાલકિલ્લો ધ્વસ્ત કરવામાં સફળતા મેળવી છે. સ્વચ્છ છબી છતાં માણિક સરકારના નેતૃત્વમાં ત્રિપુરામાં સીપીએમની હાર ઘણાં રાજકીય સંદેશાઓ આપી રહી છે. ત્રિપુરામાં ડાબેરીઓની હારના કારણો પર પણ એક નજર કરવા જેવી છે.ત્રિપુરામાં ડાબેરી મોરચાની સરકાર ગત પચ્ચીસ વર્ષોથી સત્તામાં છે. માણિક સરકાર વીસ વર્ષ જેવા લાંબા સમયથી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા હતા. જેથી ત્રિપુરામાં ડાબેરીઓ અને માણિક સરકાર એમ બંને વિરુદ્ધ સત્તાવિરોધી લહેર કામ કરી રહી હતી. જનતાને પરિવર્તન જોતું હતું અને વિકલ્પ તરીકે ભાજપને ચૂંટવું તેમને એક બહેતર વિકલ્પ હોવાનું લાગ્યું છે.કોંગ્રેસે ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીને ખૂબ જ હળવાશથી લીધી હતી. કોંગ્રેસે અહીં મજબૂતાઈ અને આક્રમકતાથી ચૂંટણી પ્રચાર અભિયાનમાં ભાગ લીધો નથી. એક રીતે કોંગ્રેસે ત્રિપુરામાં હથિયાર નાખી દીધા અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. ત્રિપુરામાં મુકાબલો સીધેસીધો સીપીએમ અને ભાજપ વચ્ચે જ રહી ગયો હતો.ભાજપનું ત્રિપુરા ખાતેનું ચૂંટણી પ્રચાર અભિયાન ખૂબ જ આક્રમક હતું. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય કેમ્પેનર રહ્યા હતા. તેમના સિવાય ઘણાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો પણ પ્રચાર અભિયાનમાં સામેલ થયા હતા.ઈશાન ભારતના છેડે આવેલા ત્રિપુરા રાજ્યમાં બાંગ્લાભાષીઓની ઘણી મોટી વસ્તી છે. માનવામાં આવે છે કે આ વસ્તીએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. તેમના સિવાય આદિવાસી સમુદાયમાં પણ આ વખતે ભાજપે પકડ જમાવી છે. ત્રિપુરામાં ભાજપે સૌથી વધારે આદિવાસી વોટરો પર ધ્યાન આપ્યું છે.. કારણ કે ૩૦ ટકા માત્ર ટ્રાઈબલ છે અને ટ્રાઈબલની વીસ બેઠકો ત્રિપુરામાં ડાબેરીઓનો ગઢ હતો.માણિક સરકારની સ્વચ્છ છબીને ત્રિપુરાના લોકો પસંદ કરતા હતા. પરંતુ તેની સાથે જ ત્રિપુરાવાસીઓને ૨૦ વર્ષના માણિક સરકારના શાસનમાં રાજ્યનો અપેક્ષિત વિકાસ થઈ શક્યો નથી. વડાપ્રધાન મોદીએ પોતાની રેલીઓમાં ત્રિપુરાવાસીઓમાં આશા જગાવી હતી કે ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં વિકાસ ગતિ પકડશે.વિધાનસભાની ચૂંટણી પહેલા જ ત્રિપુરામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડયો હતો. તેમાથી ઘણાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા અને ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રાજ્યમાં કોઈ મુખ્ય ચહેરો બચ્યો ન હતો. આનો ફાયદો ભાજપને મળ્યો. ગત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપુરા ખાતે કોંગ્રેસને ૩૫ ટકા વોટ પ્રાપ્ત થયા હતા.મહત્વપૂર્ણ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ડાબેરીઓને ૫૧ ટકા વોટ મળ્યા હતા. લેફ્ટ એક કાડર બેસ પાર્ટી છે અને ભાજપની કાડરે ત્રિપુરામાં તેમના પડકારોનો આકરો મુકાબલો કર્યો છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ત્રિપુરામાં માત્ર બે ટકા વોટ મળ્યા હતા. બાદમાં ભાજપે જમીની સ્તરે કામ કર્યું અને નિગમની ચૂંટણીઓમાં ૨૨૧ બેઠકો જીતવામાં સફળતા મળી હતી. આ સિવાય ત્રિપુરામાં ડાબેરીઓના ગઢમાં દક્ષિણપંથી આકાંક્ષાઓએ પણ ઘણાં મોટા ગાબડા પાડયા છે. ઈશાન ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં ભાજપની સરકાર છે અને તેની અસર પણ ઈશાન ભારતના અન્ય રાજ્યોની રાજનીતિ પર પડી છે.૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર પોતાની જનસભામાં નોર્થ-ઇસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરીણામ સામે આવ્યાં છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ ભાજપે ત્રિપુરામાં ભારે બહુમતિ સાથે પોતાની સરકાર બનાવા જઇ રહી છે.નાગાલેન્ડમાં ગઠબંધન પાર્ટી સાથે સત્તા મળી શકે તેમ છે જ્યારે મેઘાલયમાં હજી સુધી કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાતી નથી. અહીં કોઇપણની સરકાર બની શકે તેમ છે. આમ પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ‘કોંગ્રેસ મુક્ત’ અભિયાનની સાથે લેફટનો કિલ્લો પણ ધ્વંસ કરી દીધો.પૂર્વોત્તરની વાત કરીએ તો અસામ, મણિપુર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં અગાઉથી જ ભાજપની સરકાર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે, જ્યારે નાગાલેન્ડમાં ગઠબંધનની સરકાર બની શકે છે.આમ પૂર્વોત્તરમાં માત્ર અને માત્ર મિઝોરમમાં કોંગ્રેસની સરકાર રહી છે અને આજના પરીણામ બાદ મેઘાલયમાં કદાચ કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે હાલના રૂઝાન જોતા કોંગ્રેસ માટે કદાચ કપરા ચઢાણ રહેશે.ત્રણ રાજ્યમાં ભાજપને મળેલી જીતથી પીએમ મોદી-અમિત શાહ માટે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની રાહ આસાન થઇ ગઇ છે. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશના મુંગાવલી અનો કોલારસ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.આ અગાઉ રાજસ્થાનમાં બે લોકસભા અને એક વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો પરાજય થયો હતો. આમ પૂર્વોત્તરમાં ભાજપની જીતે બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનું કામ કર્યું છે.પૂર્વોત્તરમાં મળેલી જીતથી ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓને ફરી બળ મળશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં પાર્ટીના પ્રદર્શથી લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્વોત્તરમાં ઘણો ફાયદો જોવા મળશે.૨૦૧૪ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો જે હાલમાં દેશભરના રાજ્યમાં ભાજપની સરકાર બનતા એવું લાગી રહ્યું છે.દેશમાં કોંગ્રેસનું હવે બે જ મોટા રાજ્યોમાં શાસન રહ્યું છે જેમાં પંજાબ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આમ હવે એવું કહેવું ખોટુ નથી કે ભાજપ હાલમાં દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.
ત્રિપુરામાં ભાજપે ૨૫ વર્ષ બાદ ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરતા પ્રથમ વખત સત્તા હાંસલ કરી છે. બંગાળી ભાષાના લોકોની બહુમતી ધરાવતા આ રાજ્યમાં ૧૯૯૩ બાદથી સીપીએમની સત્તા હતી. પરંત હવે પશ્ચિમ બંગાળ બાદ અહીં પણ તેના ગઢનો સફાયો થઈ ગયો છે. જે ડાબેરીઓ માટે ચિંતાનો વિષય છે. ક્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતની જ પાર્ટી ગણાતા ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં પણ જે સફળતા મેળવી છે તે આશ્ચર્યજનક છે.આસામમાં પૂર્વોત્તરની પોતાની પ્રથમ સરકાર બનાવનારા ભાજપ અંગે ત્રણ વર્ષ પહેલા કોઈ આ વાત કહી શકતું ન હતું કે ત્રિપુરામાં પણ ભાજપનો દબદબો બનશે. ૨૦૧૩માં ૧.૫ ટકા વોટ મેળવનાર અને પોતાનું ખાતું પણ ન ખોલી શકનાર ભાજપને અહીં આશ્ચર્યજનક પરિણામ મળ્યા છે. શા માટે ભાજપને ત્રિપુરામાં સફળતા મળી છે તેની ખાસ વાતો…
– છેલ્લા ૨૫ વર્ષથી અહીં સીપીએમની સરકાર રહી છે. માણિક સરકારને સ્પષ્ટ છબિના મુખ્યમંત્રી માનવામાં આવે છે પરંતુ તેઓ પણ નીચલા સ્તરના ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ રહ્યા.
– ભાજપે ત્રિપુરામાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે સમગ્ર તાકાત લગાવી દીધી. ભાજપે પૂર્વોત્તર ભારત સેલના પ્રમુખ સુનીલ દેવધરને છેલ્લા બે વર્ષથી અહીં સંગઠન મજબૂત કરવાનું કામ સોંપ્યું હતું. જે તેમણે સુપેરે પાર પાડ્યું.
– ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં જે સાત સ્થાનોએ સભાઓને સંબોધિત કરી હતી તેમાંથી પાંચમાં ભાજપનો વિજય થયો છે. તેનું મુખ્ય કારણ ત્રિપુરામાં નાથ સંપ્રદાયની ઘણી મોટી વસતી છે.
– ભાજપે ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવતા પેજ પ્રમુખની રણનીતિ પર કામ કર્યું હતું. જેના કારણે કેડરનો ઉત્સાહ વધ્યો હતો અને ગલી-ગલી સુધી પોતાનો સંપર્ક મજબૂત કરવાનું કામ કર્યું. તેનું પરિણામ વોટ દ્વારા મળ્યું.
– કોંગ્રેસ આ રાજ્યમાં ઝડપથી નબળુ પડી રહ્યું છે અને તેના ઘણા દિગ્ગજ નેતાઓને ભાજપ પોતાનામાં સમાવવામાં સફળ રહ્યું છે.
બીજેપીએ ત્રિપુરામાં સારુ પ્રદર્શન કર્યું હોવાના આ રહ્યા મહત્વના કારણો
૧. બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર. અહીં છેલ્લા ૨૫ વર્ષથી લેફ્ટી પાર્ટીની સરકાર છે અને છેલ્લા ૨૦ વર્ષથી મણિક સરકાર ત્રિપુરાના મુખ્યમંત્રી છે.
૨. ૨૦૧૪મા એનડીએની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી બીજેપીએ પૂર્વોત્તરના રાજ્યો પર ખાસ ધ્યાન આપ્યું છે. તેમાં ત્રિપુરા એક છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ માણિક સરકાર વર્સિસ મોદી સરકારનું કાર્ડ રમ્યું હતું.
૩. પીએમ મોદીએ ત્રિપુરામાં ચાર રેલી સંબોધિત કરી હતી. એટલું જ નહીં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં મોટા નેતાઓએ રેલી કરી હતી.
૪. ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડ્યો હતો. તેમાંથી અમુક ધારાસભ્ય બીજેપીમાં સામેલ થયા હતા અને ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કોઈ મોટો ચહેરો નહતો. તેનો ફાયદો પણ બીજેપીને મળ્યો હતો. ગઈ ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ૩૫ ટકા મત મેળવ્યા હતા.
૫. બીજેપીએ સૌથી વધારે ટ્રાઈબલ વોટરો પણ ધ્યાન આપ્યું હતું. કારણકે ૩૦ ટકા માત્ર ટ્રાઈબલ છે અને ટ્રાઈબલની ૨૦ સીટ લેફ્ટના ગઢમાં માનવામાં આવે છે. નોંધનીય છે કે, ગઈ ચૂંટણીમાં લેફ્ટે ૫૧ મત મેળવ્યા હતા.
૬. લેફ્ટ એક કેડર બેઝ પાર્ટી છે અને બીજેપીના કેડરે તેમને ત્રિપુરામાં પડકાર આપ્યો હતો. ૨૦૧૩માં વિધાનસભામાં બીજેપીને ત્રિપુરામાં માત્ર બે ટકા વોટ જ મળ્યા હતા. ત્યારપછી બીજેપીએ જમીન સ્તરથી કામ કર્યું અને પેટા ચૂંટણીમાં ૨૨૧ સીટ પર જીત મેળવી છે.
માણિક સરકારની ખામી અને ખુબી
ખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.
નબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.ભાજપને રાતોરાત ઝીરોમાંથી હિરો બનાવવા પાછળ આ વ્યક્તિનો હાથ છે જે ન તો ક્યારેય ચૂંટણી લડ્યો છે ન તો ક્યારેય મીડિયામાં આવ્યો છે. તેમ છતાંયે વિરોધ પક્ષોને પરસેવો છોડાવી દીધો છે. આ વ્યક્તિનું નામ છે સુનીલ દેવધર. જેમણે નોર્થ ઈસ્ટમાં ભાજપ માટે નવી આશાઓ જન્માવી છે. વામપંથી સરકાર સામે પડકાર ઉભો કરવાનું શ્રેય પણ ભાજપ સુનીલ દેવધરને જ આપે છે.ઉલ્લેખનીય છે કે દેવધર છે તો મરાઠી, પરંતુ કડકડાટ બંગાળી બોલે છે. તે લાંબા સમયથી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યાં છે. તેમને ભાજપે નોર્થ ઈસ્ટની જવાબદારી સોંપી હતી. અહીં રહીને જ તેઓ સ્થાનિક ભાષા શીખ્યા હતાં.કહેવાય છે કે સુનીલ દેવધર જ્યારે મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ખાસી અને ગારો જેવી જનજાતિના લોકોને મળતાં હતાં ત્યારે તેઓ તેમની ભાષામાં જ વાત કરતાં હતાં. કહેવાય છે કે દેવધર પાસે આ અગાઉ વારાણસી સહિત આખા ઉત્તર પ્રદેશની જવાબદારી હતી. અહીંની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભાજપે તેમને નોર્થ ઈસ્ટની જવાબદારી સોંપી હતી.વિધાનસભા ચૂંટણી પહેલા જ એક પછી એક અનેક રાજકીય પક્ષોના નેતા અને ધારાસભ્યો ભાજપમાં શામેલ થઈ રહ્યાં હતાં. ત્રિપુરામાં વાપમંથી દળો, કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસમાં ગાબડું પાડવાનું કામ પણ સુનીલ દેવધરે જ કર્યું હતું. તેમણે જ ‘મોદી લાઓની જગ્યાએ ‘સીપીએમ હટાઓ’, ‘મારવાડી હટાઓ’ જેવા નારા આપ્યાં હતાં.