દાહોદ: કાળીડેમમાં ડુબી જતા 4 વિદ્યાર્થીના કરૂણ મોત

દાહોદ: કાળીડેમમાં ડુબી જતા 4 વિદ્યાર્થીના કરૂણ મોત

 

પીકનીકની મજા મોતની સજા બનવાની ઘટના સર્જાઈ છે, આ વખતે હજુ શાળામાં ભણતા 4 વિદ્યાર્થીઓના ન્હાવાની મજા માણવા જતા મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આજે કાળીડેમમાં ન્હાવા ગયેલા ધોરણ 9ના ચાર વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતા મોતને ભેટ્યાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, દાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થી શાળા ચૂટ્યા બાદ દાહોદથી 9 કિમી દૂર આવેલા રમણીય પ્રવાસન સ્થળ કાળીડેમ ખાતે પીકનીક મનાવવા ગયા હતા. ચારે ભાઈબંધો ન્હાવાની મજા મામવા માટે કાળીડેમમાં ન્હાવા પડ્યા, જેમાં મસ્તી કરતા કરતા ઉંડા પાણીમાં ચાલી ગયા અને બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને આખરે પાણીમાં તેમણે દમ તોડી દીધો.

હાલમાં સ્થાનિક લોકો અને ફાયર ટીમે ચારે વિદ્યાર્થીઓની લાસ બહાર કાઢી દીધી છે. ચાર વિદ્યાર્થીઓ ડુબવાની ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી આવ્યા હતા. વિદ્યાર્થીઓના પરિવારને પોતાના ભૂલકાઓ ડુબ્યા હોવાની માહિતી મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી, અને ચારે વિદ્યાર્થીઓને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.