the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ધરતી પર પડી શકે છે ચીનનો સ્પેસ સ્ટેશન, 38 મોટા શહેરો પર ખતરો

યૂરોપની સ્પેશ એજન્સીનો દાવો છે કે, ચીનના બેકાબૂ થઈ ગયેલા સ્પેશ સ્ટેશન શિયેંગોન્ગ-વન ખુબ જ ઝડપી ધરતી પર પડી શકે છે. યૂરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર એક એપ્રિલના આસપાસ ચીનનો સ્પેશ સ્ટેશન શિયેંગોન્ગ-વન ધરતી પર પડી શકે છે. ધરતીના વાયુમંડલના સમ્પર્કમાં આવતાની સાથે જ શિયેંગોન્ગ વનનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ જશે.

સ્પેસ એજન્સીનું કહેવું છે કે, શિયેંગોન્ગ-વનનો કેટલોક કાટમાળ સમુદ્રમાં અથવા જમીન પર ગમે ત્યાં પડી શકે છે. જોકે, સ્પેસ એજન્સીઓના જાણકારી આપી છે કે, શિયેંગોન્ગ વનના કાટમાળથી હાલમાં માનવીઓ માટે ખતરારૂપ નથી. શિયેંગોન્ગ વન નામના આ સ્પેસ સ્ટેશને 2016માં કામ કરવાનું બંધ કરી દીધું હતું. 7000 કિલો વજનવાળા આ સ્પેસ સ્ટેશનને ચીને સપ્ટેબમ્બર 2011માં અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કર્યું હતું.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સ્પેસ સ્ટેશનનો ઘણો બધો ભાગ અત્યાર સુધી બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ કેટલો ભાગ બચ્યો છે, તેની સાચી જાણકારી નથી. આશંકા છે કે સ્પેસ સ્ટેશનનો 10 ટકાથી લઈને 40 ટકા ભાગ હજુ પણ અંતરિક્ષમાં છે. પરંતુ જેટલો પણ ભાગ સ્પેસ સ્ટેશનમાં વધ્યો છે તે ધરતીની તરફ વાયુવેગે આવી રહ્યો છે, તે કાટમાળના રૂપમાં ધરતી પર પટકાશે.

જોકે, સ્પેસ સ્ટેશન ધરતીના ક્યાં ભાગથી આ સ્પેસ સ્ટેશનથી ટકરાશે, તે જાણવપં હાલમાં વૈજ્ઞાનિકો માટે પણ મુશ્કેલ છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ધરતી પર આ ઘટના 43 ડિગ્રી South Latitudeથી લઈને 43 ડિગ્રી North Latitudeના ભાગમાં થઈ શકે છે. આ ભાગમાં ધરતીનો એક મોટો ભાગ આવે છે, જેમાં ઉત્તર ચીન અને મધ્ય પૂર્વ સામેલ છે. દુનિયાના 38 મોટા શહેરોને આનાથી ખતરો છે. સેન્ટ્રલ ઈટાલી, ઉત્તર સ્પેન, ઉત્તર અમેરિકા, ન્યૂઝીલેન્ડ, તસ્માનિયા અને દક્ષિણ આફ્રિકાનો ભાગ પણ સામેલ છે.