નરેન્દ્રભાઈ મોદીએ 2019ની રણનીતિનો આપ્યો સંકેત :એક્ટ ઇસ્ટ અને એક્ટ ફાસ્ટ પોલીસીનો કર્યો ઉલ્લેખ

 નરેન્દ્રભાઈ મોદીએ 2019ની રણનીતિનો આપ્યો સંકેત :એક્ટ ઇસ્ટ અને એક્ટ ફાસ્ટ પોલીસીનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી ;આગામી લોકસભાની ચૂટણીં માટેની ભાજપની રણનીતિનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકેત આપ્યો હોય તેમ રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં એક્ટ ઇસ્ટ અને એક્ટ ફાસ્ટ નીતિ પર ભાર આપ્યો હતો પીએમ મોદીએ દરમિયાન છેલ્લા 46 મહિનાઓમાં પૂર્વી ભારત માટે બનાવવામાં આવેલી યોજનાઓ વિશે વાત કરી હતી.જેના આધારે અંદાજ લગાવી શકાય કે આગામી લોકસભાની ચૂંટણામાં સરકાર ક્ષેત્ર પર વધારે જોર આપશે.

પીએમ મોદી પર વિપક્ષી પાર્ટીઓ હંમેશા આરોપ લગાવતી રહી છે. તે આવા પ્રકારના દરેક અવસરનો ઉપયોગ રાજકિય ફાયદા માટે કરે છે. જો કે પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆતમાં વિપક્ષના આરોપોને જવાબ આપતા કહ્યું કેજે લોકો એવું વિચારે છે અમે વોટ મેળવવા માટે અમે બધુ કરીએ છીએ. તો તે જમીની હકીકત અને જન આંકાક્ષાઓથી કપાયેલા છે.’

પીએમ મોદીએ દાવો કર્યો કે દેશનો ભાગ વિકાસની દોડમાં એટલા માટે પાછળ રહી ગયો, કારણ કે પહેલા તો અહીં કોઈ પરિયોજનાઓ શરૂ નથી થઈ અને જે શરૂ થઈ છે તેને અધ વચ્ચેથી રોકી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીનો દાવો છે કે તેમની સરકાર અટકેલી પરિયોજનાઓને ફરીથી શરૂ કરશે.આગામી લોકસભા પહેલા કોઈ પણ કાર્યક્ષમ રાજનેતા તે ક્ષેત્રોની ઓળખ કરાવતું હતું. અહીં છેલ્લી વાર જે નુકસાન થયું તેને ફાયદામાં બદલવાનું છે

પીએમ મોદીએ રૂખને લઈને એક મહત્વની વાત તેમના ટાઇમિંગની પણ છે. તેમની પાર્ટી હવે પૂર્વી ભારતમાં પોતાનો પગ પુરી રીતે જમાવી દીધો છે. ભાજપે હાલમાં ત્રિપુરામાં શાનદાર જીત મેળવી છે. જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ તેઓ સરકાર બનાવવામાં સફળ રહ્યાં છે. જો કે પીએમ મોદીએ પોતાની એક્ટ ઇસ્ટ પોલિસી પર વાત કરતા સ્પષ્ટ કર્યું કે અહી બસ ઉત્તરપૂર્વી ભારત પર નહીં, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર પણ તેનું જોર છે.

પીએમ મોદી જે પૂર્વી ભારત પર જોર આપતા જોવા મળ્યા તેમાં લોકસભાની કુલ 160 બેઠક આવે છે. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માંથી 61 બેઠક પર જીત મળી હતી. જ્યારે 10 બેઠક તેના સહયોગિયોના ખાતામાં ગઈ હતી.

પૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડને પણ પૂર્વ ભારતનો ભાગ બતાવીને પીએમ મોદીએ તેનેહિન્દી હાર્ટલેન્ડથી અલગ ઓળખ આપવાની કોશિશ કરી. પીએમ મોદીના પૂર્વી ભારતમાં ભાજપની ટક્કર કોંગ્રેસ અથવા તો વિપક્ષી ગઠબંધન સાથે થશે. પીએમ મોદીએ પોતાની રણનીતિનેવોટ્સના ફાયદાની જગ્યાએભાવનાત્મક જોડાવની સંજ્ઞા આપી હતી. મોદીએ પોતાના ભાષણમાં તેમની સરકારે શરૂ કરેલી યોજનાઓને વિશે પણ વાત કરી હતી મોદીએ પોતાના ભાષણના અંતમાં બે I વિશે વાત કરી. જેનો મતલબ થાય છેઅલગાવથી એકીકરણ‘.

પીએમ મોદી માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીની વાત છે કે 2014માં ભાજપ અને તેની સહયોગી પાર્ટીથી મળીને 71 બેઠકો પર જીત મેળવી હતી. જે માંથી વધારે બેઠકો પર ભાજપને વિપક્ષની ટક્કરનો સામનો કરવો પડશેં તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવામાં પીએમ મોદીનું જોર વાત પર છે કે આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને પૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડમાં જો નુકસાન થાય છે તો તેની ભરપાઈ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી કરી શકાય.

ઓડિશા, બંગાળ અને પૂર્વી ભારતમાંથી ભાજપ પાસે હાલ તો 8 બેઠક છે. જ્યારે 2 બેઠક પર એનડીએ સરકારની સહયોગી દળનો કબ્જો છે. એવામાં પીએમ મોદીની કોશિશ ક્ષેત્રની કુલ 88 બેઠકોમાંથી વધુમાં વધુ જીત મેળવવા પર છે અને પૂર્વી યૂપી, બિહાર અને ઝારખંડમાં પોતાની બેઠકને આગળ પર એમને એમજ રાખવા પર હશે.