પગમાં જોરદાર દુઃખાવો છતા ડેરેન સેમીએ મેચ જીતાડી

પગમાં જોરદાર દુઃખાવો છતા ડેરેન સેમીએ મેચ જીતાડી

મેન ઓફ ધ મેચ સૈમીએ બોલિંગ કરતા સમયે પણ બે વિકેટો લીધી હતી

કરાચી
પાકિસ્તાન સુપર લીગ દરમિયાન પેશાવર ઝાલમીનાં કેપ્ટન ડૈરેન સૈમીએ એ તમામ વસ્તુ કર્યુ જેને જોઇ તેને એક સેલ્યૂટ તો બને જ છે. ક્વેટા ગ્લૈડિએટર વિરૂદ્ધ મેચ દરમિયાન સૈમીને એડીમાં ઇજા પહોંચી હતી. જેના કારણે તેને પગમાં ગંભીર દુખાવો થઇ રહ્યો હતો. પરંતુ તેણે પીચ છોડી નહી. તે નોન સ્ટ્રાઇક એન્ડ પર હતો જ્યારે એક રન લેવા માટે તેને માત્ર એક પગ પર જ દોડવુ પડ્યું. આ જોઇને દર્શકો પર દંગ રહી ગયા. કોઇને સમજમાં જ આવ્યુ નહી કે આખરે આ શું થઇ રહ્યુ છે.બાદમાં સૈમી દ્વારા રન પૂર્ણ કરતાની સાથે જ સ્ટેડિયમમાં તાળીઓની ગુંજ શરૂ થઇ ગઇ. જે ડૈરેન સૈમી માટે હતી, જે પગમાં ઇજા થવા છતા પોતાની ટીમને જીતાડવા માટે આવી ગયો હતો. સૈમીએ પણ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવામાં જરા પણ વાર લગાડી નહી. જ્યારે તે ક્રીઝ પર આવ્યો હતો ત્યારે તેની ટીમને જીતવા માટે ૯ બોલમાં ૧૯ રન કરવાના હતા. સૈમીએ ૧૯મી ઓવરનાં છેલ્લા બોલ અને પોતાની ઇનિંગ્સનાં પ્રથમ બોલ પર જ સિક્સ મારી દીધી.૨૦મી ઓવરની શરૂઆતમાં સૈમી નોન સ્ટ્રાઇકર એન્ડ પર હતો. ખાલિદ ઉસમાને એક રન આપીને તેને ફરીથી સ્ટ્રાઇક આપી દીધી. સૈમીએ જેમતેમ કરીને એક રન લઇને રન પૂર્ણ કર્યો. હવે સૈમી સ્ટ્રાઇક પર હતો અને બોલિંગ કરી રહ્યો હતો અનવર અલી. ૨૦મી ઓવરના બીજા બોલમાં સૈમીએ દર્શકોને ગેલેરીનાં દર્શન કરાવી દીધા અને એક જ ક્ષણમાં આખો માહોલ બદલાઇ ગયો. છેલ્લી બોલ પર સૈમીએ ચોગ્ગો લગાવીને પેશાવર ઝાલમીની જીત નિશ્ચિત કરી દીધી. દર્શકોએ ઉભા થઇને સૈમીનું અભિવાદ કર્યુ. સૈમીએ બોલિંગ કરતા સમયે પણ બે વિકેટો લીધી હતી. આ મેચમાં સૈમીને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી.