પુર્વોત્તરમાં ભાજપનો ભગવો લહેરાયો

પુર્વોત્તરમાં ભાજપનો ભગવો લહેરાયો
ત્રિપુરામાં ટ્રેન્ડમાં લેફટને બહુમતીઃ નાગાલેન્ડમાં ભાજપ અને એનપીએફ વચ્ચે જોરદાર હરીફાઈ : મેઘાલયમાં કોંગ્રેસને સરસાઇ

નવી દિલ્હી તા.૩ : પુર્વોત્તરના ત્રણ રાજયો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ત્રણેય રાજયમાં ભાજપે પોતાનું સ્થાન જમાવેલ છે એટલુ જ દેખાવ પણ જોરદાર દેખાવ કર્યો છે. ત્રિપુરામાં લેફટને ટ્રેન્ડમાં બહુમતી મળી છે. જયારે ભાજપ બીજા ક્રમે રહ્યુ છે. કોંગ્રેસનું ખાતુ જ નથી ખુલ્યુ. જયારે નાગાલેન્ડમાં ભાજપ અને એનપીએફ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે તો મેઘાલયમાં કોંગ્રેસે એનપીપી ઉપર સરસાઇ પ્રાપ્ત કરી લીધી હોવાનુ સવારે ૧૦-૧પ કલાકે મળેલા ટ્રેન્ડમાં જણાઇ છે.

ત્રિપુરામાં કુલ પ૯ બેઠકો માટે ચૂંટણી યોજાયેલ હતી જેમાં આ લખાય છે ત્યારે લેફટે ટ્રેન્ડમાં બહુમતી મેળવી લીધી છે તે ૩૧ બેઠક ઉપર આગળ છે તો ભાજપ ર૮થી વધારે બેઠકો ઉપર આગળ છે. કોંગ્રેસ અને અન્યનું ખાતુ હજુ સુધીખુલ્યુ નથી. નાગાલેન્ડમાં ૬૦ બેઠકો માટે ચૂંટણી યોજાય હતી જેમાં આ લખાય છે ત્યારે ભાજપ પ્લસ રપ, કોંગ્રેસ ર, એનપીએફ ર૮ અને અન્ય બે બેઠક પર આગળ છે. જયારે મેઘાલયમાં પ૯ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ૧૯, એનપીપી ૧પ, ભાજપ ૭ અને અન્ય ૧૩ પર આગળ છે.

ત્રિપુરામાં ૧૮ જાન્યુ., નાગાલેન્ડ અને મેઘાલયમાં ર૭ ફેબ્રુ.એ મતદાન થયુ હતુ. ત્રિપુરામાં ૯૧ ટકા, મેઘાલયમાં ૬૭ ટકા અને નાગાલેન્ડમાં ૭પ ટકા મતદાન થયુ હતુ. આજે સવારે ત્રણેય રાજયોમાં કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી શરૂ થઇ હતી. ત્રણેય રાજયોમાં ભાજપે પગપેસારો કર્યો છે એટલુ જ નહી તેણે ઉત્કૃષ્ટ દેખાવ પણ કર્યો છે.

બધાનું ધ્યાન ત્રિપુરા તરફ હતુ અહીનો જંગ જીતવા ભાજપે તેની પુરેપુરી શક્તિ લગાડી હતી ત્યાં માણેકના નેતૃત્વમાં રપ વર્ષથી લેફટની સરકાર છે. ભાજપનો પ્રયાસ હતો કે, ભારતમાં બચેલા આ લાલગઢને ભગવા રંગમાં બદલી દેવો. રાજકીય પંડીતોનું માનવુ છે કે, કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી મહત્વની હતી. ત્રિપુરામાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શકયુ ન હતુ તે વાત મહત્વની ગણી શકાય. નાગાલેન્ડમાં પણ કોંગ્રેસનો સાવ નબળો દેખાવ રહ્યો છે. જયારે મેઘાલયમાં તેને એનપીપી તરફથી કાંટે કી ટક્કર મળી રહી છે.

ત્રિપુરા

કુલ બેઠક પ૯
લેફટ ૩૧
ભાજપ+ ૨૮
કોંગ્રેસ શૂન્ય
અન્ય શૂન્ય

નાગાલેન્ડ

કુલ બેઠક ૬૦
ભાજપ+ ૨૫
કોંગ્રેસ ૦૨
એનપીએફ ૨૮
અન્ય ૦૨

મેઘાલય

કુલ બેઠક ૨૯
ભાજપ+ ૦૭
કોંગ્રેસ ૧૯
એનપીપી ૧૫
અન્ય ૧૩