the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

પેટાચૂંટણીમાં હાર બાદ શુક્રવારે મોદી હવે ક્લાસ લેવાના મૂડમાં

ભાજપની નવી ઓફિસમાં સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક થશે
પેટાચૂંટણીમાં હાર બાદ શુક્રવારે મોદી હવે ક્લાસ લેવાના મૂડમાં
તમામ મંત્રીઓને હાજર રહેવા માટે ખાસ સૂચના : નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકમાં આગામી ચૂંટણી પર રણનીતિ બનશે

ેરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સૌથી મોટી બેઠક શુક્રવારના દિવસે બોલાવી છે. દીયદયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત નવી ઓફિસમાં આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ પ્રધાનોને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મોદી પોતે આ બેઠકનુ નેતૃત્વ કરનાર છે. આ ગાળા દરમિયાન તેઓ પ્રધાનોને લોકોની વચ્ચે જઇને કામ કરવા અને સરકારની યોજના અંગે માહિતી આપવા તમામ પ્રધાનોને સુચના આપી શકે છે. સામાન્ય રીતે સંસદ ચાલે છે ત્યારે સંસદીય દની બેઠક દરેક મંગળવારે સંસદમાં યોજાય છે. પરંતુ આ બેઠક ખાસ બેઠક રહેનાર છે. બેઠક ઉપયોગી પણ છે. કારણ કે તેમાં આગામી વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અન્ય તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. પાર્ટી તરફથી ખાસ સુચના તમામને હાજર રહેવા માટે આપવામાં આવી છે. પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ હાજરી આપનાર છે. ફુલપુર અને ગોરખપુરમાં હાર થયા બાદ આ પ્રથમ બેઠક છે. આ હારના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. યોગી સરકાર એક વર્ષ સત્તામાં પૂર્ણ કર્યા બાદ ઉજવણી કરી રહી છે ત્યારે આ નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમિત શાહે કહ્યુ છે કે પેટાચૂંટણીમાં હાર બાદ તેના કારણોમાં તપાસ કરવામાં આવનાર છે. મોદી દેશની રાજકીય સ્થિતી મામલે ફિડબેક પણ લઇ શકે છે. બજેટ સત્રનો બીજો તબક્કો હાલમાં ભારે ધાંધલના કારણે ખોરવાયેલો છે. વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે. ફુલપુર અને ગોરખપુરમાં હાર થયા બાદ ભાજપના સભ્યો ખુબ જ સાવધાન થઇ ગયા છે. ભાજપના સુત્રોએ કહ્યું છે કે, મોદી સાંસદો અને મંત્રીઓને રાજકીય સ્થિતિના સંદર્ભમાં ફીડબેક આપવા માટે સૂચના આપી શકે છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કોઇ કામગીરી થઇ શકી નથી. પાંચમી માર્ચના દિવસે શરૂ થયેલા આ સત્રમાં દરરોજ લોકસભા અને રાજ્યસભાની કામગીરી ખોરવાઈ ગઈ છે. સરકારે નાણાંકીય બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલને ચર્ચા વગર પાસ કરી દીધા છે. તમામ મંત્રીઓને ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે.