the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પેટાચૂંટણી : ગોરખપુર-ફુલપુરમાં ભાજપનો સફાયો, સપાનો વિજય

પેટાચૂંટણી : ગોરખપુર-ફુલપુરમાં ભાજપનો સફાયો, સપાનો વિજય
બિહારમાં જેહાનાબાદ, અરરિયા આરજેડીના ખાતામાં ગઈ
સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન તેમજ ઓછા મતદાનની સીધી અસર દેખાઈ : ગોરખપુરમાં નિષાદની ૨૧ હજારથી પણ વધુ મતથી વિજય

નવી દિલ્હી,તા. ૧૪
ઉત્તરપ્રદેશની બે સૌથી વીઆઈપી લોકસભા સીટો ગોરખપુર અને ફુલપુરમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ક્ષેત્ર ગોરખપુરમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદરવા પ્રવિણ નિષાદે ભાજપના ઉપેન્દ્ર શુક્લાને ૨૧૮૮૧ મતે હાર આપી હતી જ્યારે ફુલપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે ૫૯ હજારથી પણ વધારે મતથી જીત મેળવી હતી. શરૂઆતમાં તીવ્ર સ્પર્ધા રહ્યા બાદ મોડેથી મતગણતરીમાં સમાજવાદી પાર્ટીએ લીડ મેળવી લીધી હતી. આ બંને સીટ પર સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન તથા ઓછા મતદાનની અસર રહી હતી. ફુલપુર પેટાચૂંટણીમાં મોટા અંતરથી જીત હાસલ કરી હતી. નાગેન્દ્ર પટેલને અહીં ૫૯૬૧૩ મતે જીત મેળવી હતી. તેમને ૩૪૨૭૯૬ મત મળ્યા હતા જ્યારે ભાજપના કૌશલેન્દ્ર પટેલને ૨૮૩૧૮૩ મત મળ્યા હતા. ફુલપુરમાં ૩૧ રાઉન્ડથી વધુની મતગણતરી થઇ હતી. આ બંને સીટ ઉપર સપાએ જીત મેળવતા ભાજપને ફટકો પડ્યો છે. બિહારમાં જહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડીના કૃષ્ણકુમાર મોહને જીત મેળવી હતી. અરેરિયામાં પણ આરજેડીએ જીત મેળવી છે જ્યારે ભભુઆ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. અગાઉ બિહાર અને ઉત્તરપ્રદેશમાં લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાની શરૂઆત થઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લે સુધી સ્પર્ધા રહી હતી. પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ફટકો પડ્યો હતો. કારણ કે બંને બેઠક પર ભાજપની હાર થઇ છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણી માટે ૧૧મી માર્ચના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ઓછું મતદાન થયુ હતુ. ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું. બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ. અત્રે નોંધનીય છે કે હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. ગોરખપુરમાંથી ૧૦ અને ફુલપુરમાંથી ૨૨ ઉમેદવારોના ભાવિનો ફેસલો થઇ રહ્યો છે. ભાજપે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલ અને ગોરખપુરમાંથી ઉપેન્દ્ર દત્ત શુકલાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અને નગેન્દ્ર પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. ગોરખપુર સંસદીય બેઠકમાં ૯૭૦ મતદાન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.૨૧૪૧ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશના ફુલપુરમાં ૯૯૩ પોલીંગ સેન્ટરો અને ૨૦૫૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ફુલપુર સંસદીય મતવિસ્તારમાં ૧૯૬૧ લાખ મતદારો અને ગોરખપુરમાં ૧૯.૪૯ લાખ મતદારો નોંધાયા હતા.

પેટાચૂંટણીમાં ભાજપનો હાર થવાનો સિલસિલો જારી રહ્યા
રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ યુપીમાં હાર થઇ
પેટાચૂંટણીમાં હારને વધુ ગંભીરતાથી લઇને વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાતની સાથે ઉતરવાની ગણતરી કરાઈે

લખનૌ, તા. ૧૪
ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામથી ભાજપની સામે સમસ્યા ઉભી થઇ છે. પેટાચૂંટણીમાં ભાજપને હારનો સિલસિલો જારી રહ્યો છે. ફેબ્રુઆરીમાં રાજસ્થાનની બંને લોકસભા સીટો અને વિધાનસભાની સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીમાં પણ ભાજપની હાર થઇ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીમાં ભાજપની હાર માટે અનેક કારણો રહ્યા છે. બીજી બાજુ ભાજપને આ ત્રણેય રાજ્યોમાં પોતાની સરકાર હોવાથી વધારે મહેનત કરવી પડશે. ત્રણેય રાજ્યો બચાવવા માટે તેની સામે પડકાર રહેશે. અલબત્ત આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ નબળી રહેલી છે જેથી પેટાચૂંટણીમાં ભાજપે વધારે ધ્યાન ન આપ્યુ હોવાનું પણ માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઉતારવાની પરંપરા રહી છે.

પેટાચૂંટણી : યુપીમાં હાર માટે કાર્યકરોમાં ઉદાસીનતા કારણ
ભાજપે બુથ મેનેજમેન્ટનો ઉપયોગ ન કર્યો
યોગીની બે દશકમાં ગેરહાજરી હોવાના લીધે પણ પ્રતિકુળ અસર થઇ : માયાવતી-અખિલેશની જોડીને પસંદ કરાઈ

ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપે આને લઇને મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરી છે. યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર જીત હાસલ કરી લીધી છે. આની સીધી અસર રાજનીતિ ઉપર દૂરગામીરીતે જોવા મળશે. ભાજપના મજબૂત ગઢમાં જીત મેળવી લીધા બાદ સપા અને બસપા વચ્ચે ૨૦૧૯ની ચૂંટણીમાં ગઠબંધનના સ્વરુપમાં આવી શકે છે. ગોરખપુરની યોગી અને ભાજપ માટે અલગ મહત્વ છે. ૨૦૧૪માં યોગી આદિત્યનાથને કુલ મત પૈકી ૫૧.૮ ટકા મત મળ્યા હતા. એટલે કે અડધાથી પણ વધારે મત મળ્યા હતા. આ વખતે દ્વિધ્રુવીય મુકાબલો હતો પરંતુ જો ભાજપ મતહિસ્સેદારીને જાળવી શકી હોત તો આ ગઢ અપરાજિત રહી શક્યો હોત. અહીં ભાજપ અને યોગીની નિષ્ફળતા દેખાઈ રહી છે. ૨૦૧૪માં અહીં સપાને ૨૧.૭૫ ટકા અને બસપાને ૧૬.૫૫ ટકા મત મળ્યા હતા. બંનેને મળીને ૩૯ ટકા મત મળ્યા હતા. બસપે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું હતું જે માસ્ટર સ્ટોક તરીકે હોવાનું જાણવા મળે છે. યોગીના ઉદય બાદ પ્રથમ વખથ તેમની ગેરહાજરીમાં આ ચૂંટણી યોજાઈ હતી. બે દશકમાં પ્રથમ વખત યોગી ઉમેદવાર તરીકે ન હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમને આ સીટ ખાલી કરવાની ફરજ પડી હતી. ભાજપના ઉપેન્દ્ર શુક્લા અહીં મેદાનમાં હતા જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રવિણ નિશાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ભાજપ અને યોગી સમર્થકોમાં યોગીની જે રીતે સમર્થન મળતું હતું તે રીતે સમર્થન મળ્યું ન હતું. ભાજપને આની કિંમત ચુકવવી પડી છે. મતદાન પણ ખુબ ઓછું રહ્યું હતું. ગોરખપુરમાં નિષાદ સમુદાયના
મત સૌથી વધારે છે. અહીં ૩.૬ લાખ નિષાદ મતદારો છે. સપાએ આના માટે જ પ્રવિણ નિષાદને મેદાનમાં ઉતાર્ય ાહતા. આનો જોરદાર ફાયદો પાર્ટીને મળ્યો છે. ૨૦૧૪માં પણ નિષાદ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ તે વખતે તેમની સામે યોગી આદિત્યનાથ હતા જે હિન્દુત્વની છાપ ઉપર સરળતાથી જીતી ગયા હતા. આ વખતે સપાને બહુજન સમાજ પાર્ટીનો સાથ મળ્યો હતો. નિષાદ પાર્ટી અને પીસ પાર્ટીનું પણ સમર્થન મળ્યું હતું જેથી તમામ મત સમાજવાદી પાર્ટીને મળ્યા છે. યાદવ અને દલિત મતદારોની સંખ્યા બે લાખ છે. સપાને યાદવ, દલિત, મુસ્લિમો અને નિષાદ મતનો ભરપુર સાથ મળ્યો છે. ગોરખપુરમાં ૧.૫ લાખ બ્રાહ્મણ મતદારો રહ્યા છે. સપા અને બસપા એક સાથે આવવાથી સામાન્ય લોકોને ખુશી થઇ છે. આજ કારણસર આ બંને સીટો ઉપર સમાજવાદી પાર્ટીને સફળતા મળી છે. ૨૦૧૪માં ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૪૩ ટકા મતદાન થયું હતું. ઓછા મત સૌથી વધારે છે. અહીં ૩.૬ લાખ નિષાદ મતદારો છે. સપાએ આના માટે જ પ્રવિણ નિષાદને મેદાનમાં ઉતાર્ય ાહતા. આનો જોરદાર ફાયદો પાર્ટીને મળ્યો છે. ૨૦૧૪માં પણ નિષાદ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ તે વખતે તેમની સામે યોગી આદિત્યનાથ હતા જે હિન્દુત્વની છાપ ઉપર સરળતાથી જીતી ગયા હતા. આ વખતે સપાને બહુજન સમાજ પાર્ટીનો સાથ મળ્યો હતો. નિષાદ પાર્ટી અને પીસ પાર્ટીનું પણ સમર્થન મળ્યું હતું જેથી તમામ મત સમાજવાદી પાર્ટીને મળ્યા છે. યાદવ અને દલિત મતદારોની સંખ્યા બે લાખ છે. સપાને યાદવ, દલિત, મુસ્લિમો અને નિષાદ મતનો ભરપુર સાથ મળ્યો છે. ગોરખપુરમાં ૧.૫ લાખ બ્રાહ્મણ મતદારો રહ્યા છે. સપા અને બસપા એક સાથે આવવાથી સામાન્ય લોકોને ખુશી થઇ છે. આજ કારણસર આ બંને સીટો ઉપર સમાજવાદી પાર્ટીને સફળતા મળી છે. ૨૦૧૪માં ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૪૩ ટકા મતદાન થયું હતું. ઓછા મતદાનના લીધે પણ સૌથી વધારે નુકસાન ભાજપને થયું હતું. માયાવતી અને અખિલેશની સાથે સાથે આવવાથી પોતાના કોર વોટર તેમની સાથે હતા. બીજી તરફ ભાજપ સમર્થકોમાં મતદારોને લઇને ઉદાસીનતા દેખાઈ રહી હતી. માત્ર બે સીટો હોવાથી ભાજપે વધારે ધ્યાન આપ્યું ન હતું. આનો સીધો ફાયદો સમાજવાદી પાર્ટીને થયો છે. ભાજપે કુશળ બૂથમેનેજમેન્ટનો પુરતો ઉપયોગ કર્યો ન હતો.