ફિનો પેમેન્ટ્‌સ બેન્ક ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ મજબૂત કરવા ૧૦,૦૦૦ એન્ડ્રોઇડ આધારિત એમપીઓએસ ગોઠવશે

ફિનો પેમેન્ટ્‌સ બેન્ક ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ મજબૂત કરવા ૧૦,૦૦૦ એન્ડ્રોઇડ આધારિત એમપીઓએસ ગોઠવશે

– ફિનો બેન્કિંગ પોઇન્ટ્‌સ ગ્રાહકોને ખાતુ ખોલવા, થાપણો, નાણાના ઉપડા અને નાણાકીય પ્રોડક્ટ્‌સ ખરીદવા સહિતની સંખ્યાબંધ સેવાઓ ઓફર કરશે

– ઓલ-ઇન-વન ડિવાઇસમાં ટેબલેટ, ફિંગર પ્રિન્ટ સ્કેનર, કાર્ડ રીડર, કેમેરા અને પ્રિન્ટરનો સમાવેશ તથા ડોરસ્ટેપ સર્વિસને વધુ અનુકૂળ બનાવશે

– ફિનો બેન્કિંગ પોઇન્ટ્‌સ ઉપર અન્ય બેન્કના ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરઓપરેટાબિલિટીની સુવિધા

અમદાવાદ :- ફિનો પેમેન્ટ્‌સ બેન્કની પેરેન્ટ કંપની ફિનોપેટેક એ લગભગ એક દાયકા પહેલાં અન્ય બીજો વતી ટેક-આધારિત ડોરસ્ટેપ બેન્કિંગની પહેલ કરી હતી. આ વારસાને આગળ ધપાવતા ફિનો પેમેન્ટ્‌સ બેન્કે અદ્યતન ડિજિટલ ડિવાઇસિસ સાથે પોતાના એક્સેસ પોઇન્ટ્‌સને સુલભ બનાવીને ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસિસને વધુ મજૂબત બનાવી છે.
ગ્રાહકો માટે સરળ, સુવિધાજનક અને પેપરલેસ બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા ડિજિટલ સોલ્યુશન્સના બેન્કના મોડલ સાથે આ પહેલ એકદમ સુસંગત છે.
ફિનો પેમેન્ટ્‌સ બેન્ક દેશભરમાં ૧૦,૦૦૦ બેન્કિંગ પોઇન્ટ્‌સ ઉપર તબાવાર ધોરણે મલ્ટી-યુટિલિટી એન્ડ્રોઇડ આધારિત એમપીઓએસ ડિવાઇસ ગોઠવવાની યોજના ધરાવે છે. આ એક ડિવાઇસ ધીમેથી ફિંગર પ્રિન્ટ માણીકર અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસનું સ્થાન લેશે.
એન્ડ્રોઇડ આધારિત એમપીઓએસની મુખ્ય વિશેષતા એ છે કે આ ડિવાઇસ ઇન-બિલ્ટ ફિંગર પ્રિન્ટ સ્કેનર, કાર્ડ રીડર, કેમેરા, િ”ન્ટર અને ટેબલેટની સુવિધા એકસાથે ધરાવે છે. આનાથી ફિનોના પ્રતિનિધિઓને એકથી વધુ ડિવાઇસ લઇ જવાની અગવડતાનો સામનો કરવો પડશે નહીં અને ગ્રાહકો માટે સેવાઓની અસરકારકતમાં સુધારો કરી શકાશે.
છેવાડાના વિસ્તારો સુધી નાણાકીય સેવાઓ સુધારવાની દિશામાં એન્ડ્રોઇડ આધારિત એમપીઓએસને વધુ એક કદમ ગણાવતા ફિનો પેમેન્ટ્‌સ બેન્કના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ-પ્રોડક્ટ્‌સ શ્રી આશિષ આહુજાએ જણાવ્યું હતું કે, આગામી ૧૨ મહિનામાં અમે ૧૦,૦૦૦ રિટેઇલ અને કોર્પોરેટ બેન્કિંગ પોઇન્ટ્‌સ ઉપર આ ડિવાઇસ ગોઠવીશું, જેમાં બ્રાન્ચ, બીપીસીએલ આઉટલેટ્‌સ, ફ્રેન્ચાઇઝી પોઇન્ટ્‌સ અને પાર્ટનર બેન્કની બીસી ચેનલનો પણ સમાવેશ થાય છે. અમારા ગ્રાહકોની સુગમતામાં વધારો કરવા માટે અમે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ડોરસ્ટેપ અને નેબરહૂડ બેન્કિંગ સર્વિસિસને બળ આપવા આશરે ૨,૦૦૦ ડિવાઇસ પહેલેથી જ ગોઠવી દીધા છે.”
પાર્ટનર બેન્કની બીસી ચેનલ માટે આ સોલ્યુશન રજૂ કરનાર ફિનો પેમેન્ટ્‌સ બેન્ક પ્રથમ બેન્ક છે.
એમપીઓએસ ડિવાઇસની મદદથી ફિનો એક્ઝિક્યુટિવ્સ ખાતુ ખોલવા, થાપણો, ઉપાડ, નાણા ટ્રાન્સફર કરવા, પ્રોડક્ટ સેલ (વીમો, ગોલ્ડ લોન, બીસી લેન્ડિંગ સર્વિસિસ) અને આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) સહિતની સેવાઓ ગ્રાહકોને તેમને ઘરઆંગણે પૂરી પાડી શકશે.
“બહુવિધ કાર્યો કરવા ઉપરાંત એમપીઓએસ ડિવાઇસ ઇન્ટરઓપરેટેબલ છે. આનો મતલબ ગ્રાહકો અન્ય બેન્ક દ્વારા ઇશ્યૂ કરાયેલા ડેબિટ કાર્ડની મદદથી પણ ફિનો બેન્કિંગ પોઇન્ટ્‌સ ઉપર ચૂકવણી અને ઉપાડ કરી શકશે,” તેમ શ્રી આહુજાએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફિનો પેમેન્ટ્‌સ બેન્કે જુલાઇ ૨૦૧૭માં કામગીરીનો “ારંભ કર્યો છે હતો અને ૪૦૦ બ્રાન્ચ તથા ૨૫૦૦૦ એક્સેસ પોઇન્ટ્‌સમાં બેન્કના વ્યૂહાત્મક રોકાણકારો અને પાર્ટનર ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ના આઉટલેટ્‌સનો પણ સમાવેશ થાય છે.

ફિનોએ થોડાં મહિના પહેલાં મોબાઇલ બેન્કિંગ એપ બીપે લોન્ચ કરી છે, જેથી વધતા સ્માર્ટફોન યુઝર્સને સાંકળી શકાય.