ફુટબોલ ફ્રેન્ડલી : સ્પેનની આર્જેન્ટીના પર મોટી જીત

સ્પેને ૬-૧થી જીત મેળવી તમામને ચોંકાવ્યા
ફુટબોલ ફ્રેન્ડલી : સ્પેનની આર્જેન્ટીના પર મોટી જીત
વર્લ્ડ ચેમ્પિયન જર્મનીની બ્રાઝિલની સામે ૧ ગોલથી હાર

રશિયામાં રમાનાર ફિફા વર્લ્ડકપ આડે થોડાક દિવસ રહ્યા છે ત્યારે હાલમાં ટોપ ટીમો વચ્ચે રોમાંચક મેચોનો દોર ચાલી રહ્યો છે. આ ફ્રેન્ડલી મેચો મારફતે દરેક ટીમ જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. આ ફ્રેન્ડલી મેચોના ભાગરુપે મેડ્રિડમાં રમાયેલી એક મેચમાં સ્પેને આર્જેન્ટીના ઉપર ૬-૧થી જીત મેળવીને ફુટબોલ ચાહકોને ચોંકાવી દીધા હતા. અલબત્ત આ મેચમાં સ્પેન તરફથી બે સ્ટાર ખેલાડી કોસ્ટા અને રોમેરો ઘાયલ થઇ ગયા હતા. સ્પેન તરફથી ઇસ્કોએ હેટ્રિક ફટકારીને આર્જેન્ટીના પર ૬-૧થી જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. આર્જેન્ટીનાની ટીમ તેના બે સ્ટાર ખેલાડીઓ વગર રમી હતી. આ મેચમાં મેસ્સી મેદાનમાં ઉતર્યો ન હતો. જ્યારે અન્ય એક મેચમાં બ્રાઝિલ વર્લ્ડ ચેમ્પિયન જર્મની ઉપર ૧-૦થી જીત મેળવીને વર્લ્ડકપ ૨૦૧૪માં તેને મળેલી ૭-૧ની હારનો બદલો લીધો હતો. વર્લ્ડકપ ૨૦૧૪માં જર્મનીએ સેમિફાઈનલમાં બ્રાઝિલ ઉપર ૭-૧થી જીત મેળવી હતી. આ મેચમાં જર્મની તરફથી સ્ટાર ખેલાડી મેદાનમાં ઉતર્યા ન હતા અને ટીમમાં સાત ફેરફાર કર્યા હતા જેની કિંમત ટીમને ચુકવવી પડી હતી. બ્રાઝિલનો આત્મવિશ્વાસ આની સાથે જ વધી ગયો છે. બ્રાઝિલની ટીમ હવે રશિયામાં રમાનાર આગામી વર્લ્ડકપમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ જર્મનીની ટીમ વધુ સુધારા સાથે મેદાનમાં ઉતરશે. અન્ય મેચોમાં ઇંગ્લેન્ડ અને ઇટાલી વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહી હતી. આવી જ રીતે નાઇઝિરિયા અને સર્બિયા વચ્ચેની મેચ પણ રોચક રહી હતી. હંગેરીની સ્કોટલેન્ડ સામે હાર થઇ હતી. અમેરિકાએ પરાગ્વે ઉપર જીત મેળવી હતી. વર્લ્ડકપના આયોજક દેશ ગણાતા રશિયાની ફ્રાંસ સામે કારમી હાર થતાં તેને વધુ એક ફટકો પડ્યો હતો. તેની વર્લ્ડકપ તૈયારીને અસર થઇ હતી.
ફ્રાંસ સામે ૧-૩થી હાર પહેલા રશિયાની બ્રાઝિલ સામે ૪-૦થી હાર થઇ હતી. એક પછી એક હારના લીધે રશિયન ચાહકોમાં નિરાશા પ્રવર્તી રહી છે. સૌથી રોમાંચક મેચો જર્મની અને બ્રાઝિલ અને મેડ્રિડમાં સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે રહી હતી. આ બંને મેચો જોવા માટે લાખો ફુટબોલ ચાહકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વની ટોપ ટીમો હવે ફ્રેન્ડલી મેચો મારફતે તૈયારી કર્યા બાદ રશિયામાં આયોજિત વર્લ્ડકપ