ફ્રાંસના રાષ્ટ્રપતિ વારાણસીની મહેમાન નવાજી ક્યારેય ભૂલી નહીં શકે: PM મોદી

વારાણસીઃ ભારત પ્રવાસે આવેલ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોં આજે પીએમ મોદીની સાથે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સાથે ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મૈક્રોં અસ્સી ઘાટ પહોંચ્યા, જ્યાં બન્ને નેતા હોડીમાં બેસીને ગંગામાં યાત્રા કરી હતી. બન્નેની સાથે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

ત્યારબાદ પીએમ મોદી મંડુવાડીહ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં વારાણસી-પટના ઇન્ટરસિટી એક્સપ્રેસને લીલીઝંડી આપીને રવાના કરી હતી. તેનાથી પટના આવવા જવા વાળાની ઘણી સુવિધા હશે. આ દરમિયાન પીએમ મોદી સ્વચ્છતાને લઇ આયોજિત પ્રદર્શનનું અવલોકન કર્યું. ત્યારબાદ પીએમ મોદી હવે વારાણસીના કારખાના ગ્રાઉન્ડ પહોંચ્યા. મહિલાઓને ચેક વિતરણ કર્યો હતો.

ત્યારબાદ પીએમ મોદીએ વારાણસીના કારખાના ગ્રાઉન્ડમાં 775 કરોડ રૂપિયાની કેટલીક વિકાસ પરિયોજનાઓની આધારશિલા રાખી અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે વારાણસીના લોકોએ કમાલ કરી દીધી. ફ્રાંસના ઘરે-ઘરે આ ચર્ચા થઇ રહી છે કે વારાણસી છે શું? તેમણે કહ્યું કે, કાશીના લોકોએ ફ્રાંસના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત્ કર્યું. આજે કાશીનો હું જેટલો આભાર માનું ઓછું છે.

પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં આવનારા દિવસોમાં 8 લાખ પરિવારોને મકાન આપવાનું અમારૂં સપનું છે. મને વિશ્વાસ છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નક્કી સમય મર્યાદામાં સંભવ થશે.

– પીએમ મોદીએ કહ્યું કે, અમારા દિકરા કુપોષણ મુક્ત થાય, એટલા માટે અમે પીએમ પોષણ મિશન યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સહયોગ ઉપલબ્ધ કરાવવાનું બીડુ ઉપાડ્યું છે.

– પીએમ મોદીએ કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ સુધીનો હોસ્પિટલ ખર્ચ ઉપલબ્ધ કરાવાશે અને આરોગ્યની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધ થશે.

– મોદીએ કહ્યું કે, આજે અમે Wasteથી Wealthની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને કચરા મહોત્સવનું આયોજન આ પ્રતીક છે.

– પીએમ મોદીએ કહ્યું કે, પહેલા કાશીમાં તારના થોકડા દેખાતા હતા, જેને હટાવવા મેં અભિયાન ચલાવ્યું છે.

– પીએમ મોદીએ કહ્યું કે, વારાણસીમાં પર્યટનની અપાર સંભાવનાઓ છે. આ ધરતી આપણા પૂર્વજોની દેન છે. અને આપણે આને સ્વચ્છ રાખવાનું છે. તેથી દુનિયાભર માટે લોકો કાશીમાં આવવા મજબૂર થઇ જશે.

– પીએમ મોદીએ કહ્યું કે, કચરા મહોત્વનું આયોજન કર્યું છે. કેટલાક લોકો આને લઇ મોદીની આલોચના કરશે.