બચ્ચન પરિવારે પ્રગટાવી હોળી, દાદાએ લાડકવાઈ આરાધ્યાને લગાવ્યું ગુલાલ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના ઘરે ગુરૂવાર(પહેલી માર્ચ)ના રોજ હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સમયે પૂરો પરિવાર સાથે હતો. જોકે, અભિષેક બચ્ચન હાલમાં આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે આ પ્રસંગે હાજર રહી શક્યો નહોતો. અમિતાભે સોશ્યિલ મીડિયામાં હોળી સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.
બિગ બીએ કહી આ વાતઃ
સોશ્યિલ મીડિયામાં તસવીરો શૅર કરીને બિગ બીએ કહ્યુ હતુ, होलिका जलाई जा चुकी है , तिलक लग गया है सब पे ; ‘गुजिया’ जो होली पे बनती है सब ने शगुन के तौर पे खा ली है ; शुभकामनाएँ ।।
સૌ પહેલાં પત્ની જયાએ લગાવ્યું તિલકઃ
સૌ પહેલાં જયા બચ્ચનને પતિ અમિતાભને શગુનનુ તિલક લગાવ્યું હતું. ત્યારબાદ તમામ સભ્યોએ એકબીજાને તિલક કર્યું હતું. અમિતાભે આરાધ્યાને તિલક લગાવીને ગુંજિયા(ઘૂઘરા) ખવડાવ્યા હતાં. દર વર્ષે અમિતાભ બચ્ચન હોળી દહનનો પ્રોગ્રામ તથા પાર્ટી રાખે છે. જોકે, છેલ્લાં બે વર્ષથી પાર્ટી થતી નથી. આ વર્ષે શ્રીદેવીનું નિધન થતાં પાર્ટી કેન્સલ કરવામાં આવી છે.