બજારમાં કડાકો : સેંસેક્સ ૨૦૬ પોઇન્ટ સુધી ઘટ્યા

નિફ્ટી ૭૧ પોઇન્ટ ઘટીને ૧૦૧૧૩ની સપાટીએ
બજારમાં કડાકો : સેંસેક્સ ૨૦૬ પોઇન્ટ સુધી ઘટ્યા
શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે વેપારી ચિંતિત બે દિવસ શેરબજારમાં રજા : હવે સોમવારે બજાર ખુલશે.

બજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને કારોબારના અંતે સેંસેક્સ ૨૦૬ પોઇન્ટ ઘટીને ૩૨૯૬૮ની સપાટીએ રહ્યો છે. બીએસઈ સેંસેક્સે ફરી એકવાર ૩૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૧૦૧૧૩ની સપાટીએ રહ્યો હતો. ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૧૭૧૮ માટે આજે છેેલ્લો કારોબારી દિવસ હતો અને આજે વેચવાલીનું મોજુ રહ્યું હતું. સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા સ્ટીલ, શેઇલ, જિંદાલ સ્ટીલના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇક્વિટી માર્કેટમાંથી આવા જ રિટર્નની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રાજકીય અસ્થિરતાના લીધે હાલ ઉથલપાથલ રહી શકે છે. હવે આવતીકાલે અને શુક્રવારે ક્રમશઃ મહાવીર જ્યંતિ અને ગુડફ્રાઈડેના ભાગરુપે બજાર બંધ રહેશે. હવે શેરબજાર સીધું સોમવારના દિવસે ખુલશે. પહેલી એપ્રિલથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગૂ કરવામાં આવનાર છે. ૧૦ ટકાના રેટથી ટેક્સ લાગૂ કરવામાં આવનાર છે. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈનીેે નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેરબજારમાં સતત પ્રવાહી સ્થિતી હાલમાં જોવા મળી રહી છે. આવી સ્થિતીના કારણે કારોબારી વધારે જોખમ લેવા માટે હાલમાં તૈયાર નથી. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે મંગળવારના દિવસે સેંસેક્સ ૧૦૮ પોઇન્ટ રિકવર થઇને ૩૩૧૭૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૪ પોઇન્ટ રિકવર થઇને ૧૦૧૮૪ની સપાટીએ રહ્યો હતો. આ સપ્તાહ દરમિયાન બજારમાં રજા પણ આવશે જેના ભાગરુપે મહાવીર જ્યંતિના પ્રસંગે ૨૯મીએ શેરબજારમાં રહેશે. આ ઉપરાંત ૩૦મી માર્ચે શુક્રવારે ગુડ ફ્રાઇડેની પણ બજારમાં રજા રહેશે.