બિહાર પેટાચૂંટણી: અરરિયા-ભભુઆમાં BJP, જહાનાબાદમાં RJD આગળ

પટના: બિહારની અરરિયા લોકસભા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પહેલા રાઉન્ડના કાઉન્ટિંગમાં આરજેડી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત, ભભુઆ વિધાનસભા સીટ પર બીજેપીના રિંકી રાની પાંડેય આગળ ચાલી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ છે. મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

10.30 વાગે

અરરિયા: બીજેપીના પ્રદીપસિંહ આરજેડીના સરફરાઝ આલમથી 4203 વોટ્સથી આગળ

જહાનાબાદ: આરજેડીના કૃષ્ણકુમાર યાદવ જેડીયુના અભિરામ શર્માથી 6127 વોટ્સથી આગળ ચાલી રહ્યા છે.
ભભુઆ: બીજેપી ઉમેદવાર રિંકી રાની પાંડેય કોંગ્રેસના શંભુ સિંહ પટેલથી 3267 વોટ્સથી આગળ ચાલી રહ્યા છે.

શા માટે થઇ અરરિયા, જહાનાબાદ અને ભભુઆ સીટ પર ચૂંટણી?

1. અરરિયા, લોકસભા સીટ- રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાંસદ તસ્લીમુદ્દીનના નિધન પછી ખાલી થઇ હતી.

2. જહાનાબાદ, વિધાનસભા સીટ- આરજેડી ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવના નિધન પછી ખાલી થઇ હતી.
3. ભભુઆ, વિધાનસભા સીટ- બીજેપીના ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેયના નિધન પછી ખાલી થઇ હતી.